શિયાળામાં કાળા મરી ખાવાના ફાયદા, સાચી રીતે ઉપયોગ કરો તો આ 5 તકલીફમાં દવાની જેમ અસર કરે
તમારા ઘરના રસોડામાં રાખેલા કાળા મરી ફક્ત એક ગરમ મસાલો નથી. કાળા મરી કેટલીક બીમારીઓની દવા પણ છે. બસ ખબર હોવી જોઈએ કે કઈ બીમારી કાળા મરી કઈ રીતે લેવા. જો તમે કાળા મરીના ફાયદાથી અજાણ છો તો ચાલો તમને તેના ફાયદા વિશે જણાવીએ.
રસોઈની અલગ અલગ વાનગીમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળા મરીનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ કરાય છે. આયુર્વેદ અનુસાર કાળા મરી વાત અને કફ દોષને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. એક્સપર્ટ અનુસાર કાળા મરીનું સેવન કરવાથી કફ અને વાયુ શરીરમાંથી નીકળી જાય છે. મરીને ભૂખ વધારનાર પણ ગણવામાં આવે છે.
અનેક લોકો એ વાતથી અજાણ હશે કે મરી ભોજનના પાચનથી લઈને લીવર સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. મરીનું સેવન કરવાથી પેટમાં વધેલા કૃમિ ને મટાડી શકાય છે. આ રીતે અલગ અલગ બીમારીઓમાં મરીનું સેવન કરવું ફાયદાકારક હોઈ શકે છે. મરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય અને કઈ સમસ્યામાં મરીને કેવી રીતે ખાવું જોઈએ ચાલો આજે જાણકારી મેળવીએ.
આ પણ વાંચો: શરદી વિના રોજ સવારે આવતી છીંકનું કારણ હોય શકે છે આ બીમારી, જાણો કારણ અને ઉપાય
કાળા મરીના ઉપયોગ અને ફાયદા
1. આયુર્વેદ અનુસાર કાળા મરી કફમાં દવા જેવી અસર કરી શકે છે. કફ વધી ગયો હોય તો સવારે કાળા મરી ખાવા જોઈએ. જે લોકોને વારંવાર કફ થતો હોય તેમણે શિયાળામાં રોજ સવારે કાળા મરી ખાવા જોઈએ. સવારે કાળા મરીની ચા પણ પી શકાય છે તેનાથી કફની સમસ્યા દૂર થઈ શકે છે.
2. કાળા મરીનું સેવન કરવાથી ગળું પણ સાફ થાય છે અને શરીરમાંથી નીકળી જાય છે. તેના માટે કાળા મરીને ચાવીને ખાવા અને પછી હુંફાળું પાણી પી લેવું..
3. કાળા મરીનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.. જે લોકોને શરદી ઉધરસ વારંવાર થતા હોય તેમણે કાળા મરીનું સેવન કરવું જોઈએ. કાળા મરી ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: રોજ 1 વાટકી બાફેલા શક્કરીયા ખાવાનું શરુ કરો, વધેલું પેટ ફટાફટ ઓછું કરવામાં મદદ મળશે
4. કાળા મરી ઉધરસ થી પણ રાહત આપી શકે છે. જે લોકોને ઉધરસ થઈ હોય અને પછી મટવાનું નામ ન લેતી હોય તેવો કાળા મરીનો આ ઉપાય કરી શકે છે. તેના માટે રોજ છ થી સાત કાળા મરીનો પાવડર કરી તેમાં મધ મિક્સ કરી આ મિશ્રણને ચાટીને ખાવું. મરી અને મધ લીધા પછી એક કલાક સુધી પાણી પીવું નહીં. મધ અને મરી બંને વસ્તુ કફને નેચરલી દૂર કરવાના ગુણ ધરાવે છે તેનાથી ઉધરસ થી રાહત મળી શકે.
5. જે લોકોને શરદી ઉધરસ થઈ હોય તેમણે કાળા મરી ચાવીને ખાવા જોઈએ. મરીની તાસીર ગરમ હોય છે તેને ખાવાથી શરદી ઉધરસ ના લક્ષણો ઓછા કરવામાં મદદ મળે છે.
કાળા મરી ઉપર જણાવેલા રોગમાં ફાયદો કરવાની સાથે શરીરને અંદરથી મજબૂત કરવામાં પણ મદદ કરે છે શિયાળાની શરૂઆતથી જ ઉકાડામાં કાળા મરી ઉમેરીને પીવાથી ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ શકે છે. કાળા મરીનું સેવન કરવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે..
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)