SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શરદી વિના રોજ સવારે આવતી છીંકનું કારણ હોય શકે છે આ બીમારી, જાણો કારણ અને ઉપાય

શું તમને પણ રોજ સવારે એક સાથે ઘણી બધી છીંકો આવે છે ? અચાનક છીંક શરુ થાય નાકમાંથી પાણી નીકળે છે ? તો આ સમસ્યાનું કારણ શરદી નહીં પણ એલર્જિક રાઈનાઈટિસ નામની બીમારી હોય શકે છે. આ બીમારી થવાના કારણો અને તેનો ઈલાજ શું છે ચાલો જાણીએ.

Written By Krupa Shah
Published: Nov 27, 2026, 08:29 IST | Updated: Nov 27, 2026, 08:32 IST
Join

ઘણા લોકો સાથે એવું થાય કે સવારે જાગે એટલે એક પછી એક ઘણી છીંકો આવવા લાગે અને શરદી થઈ હોય તેમ નાકમાંથી પાણી નીકળવા લાગે અને નાકમાં સતત ખંજવાળ આવે. આ સમસ્યા મોટાભાગે મિશ્ર ઋતુ દરમિયાન વધારે જોવા મળે છે. શરદી વિના આવતી છીંકની સમસ્યાનું કારણ એલર્જિક રાઈનાઈટિસ હોય શકે છે. આવી સમસ્યા ખાસ જગ્યાએ જવાથી કે ખાસ પ્રકારના વાતાવરણમાં વધી જાય છે. આવું શા માટે થાય છે ચાલો જાણીએ

એલર્જિક રાઈનાઈટિસ એટલે શું ?

એલર્જિક રાઈનાઈટિસને સામાન્ય ભાષામાં નાકની એલર્જી પણ કહી શકાય છે. આ સમસ્યા નાકની અંદરની લેયરમાં થતી એલર્જીની સમસ્યા છે. જ્યારે નાકની અંદરની લેયર સુધી ધૂળ, પાલતૂ પ્રાણીમાંથી નીકળતા કણ કે પરાગકણ પહોંચી જાય છે તો સતત છીંકો આવવા લાગે, નાકની અંદર ખંજવાળ આવે અને નાકમાંથી પાણી નીકળવા લાગે છે.

સવારે એલર્જી ટ્રીગર થવાનું કારણ

એલર્જિક રાઈનાઈટિસના કારણે છીંક આવવાની શરુઆત સવારે શા માટે થાય છે ? આવો પ્રશ્ન તમને પણ હોય તો ચાલો તમને જણાવીએ તેનું કારણ. આપણા બેડરુમમાં, બેડશીટ પર, ઓશિકા પર પણ નરી આંખે ન જોઈ શકાય તેવા ડસ્ટ માઈટ્સ હોય છે. સુતી વખતે આ ડસ્ટ શ્વાસ સાથે નાકમાં પહોંચી જાય છે. જ્યારે સવારે જાગો ત્યારે નાકની લેયરમાં ડસ્ટના કારણે ખંજવાળ શરુ થાય છે અને છીંક આવવા લાગે છે.

એલર્જિક રાઈનાઈટિસનો ઈલાજ

આ ઘરેલુ ઈલાજ પછી પણ તકલીફથી રાહત ન મળે અને એલર્જીની સમસ્યા વધતી જણાય તો ડોક્ટરનો સંપર્ક કરી સમસ્યાનું યોગ્ય નિદાન કરાવી સારવાર લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES