SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નોકરી બદલતી વખતે માત્ર સેલરી નહીં, આ 5 મહત્ત્વની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો

Job Switch Tips: જ્યારે પણ એક કંપનીથી બીજી કંપનીમાં જવાની વાત આવે છે તો હંમેશા નોકરિયાત વ્યક્તિ પગારને જ નોકરી બદલવાનો આધાર બનાવે છે. પરંતુ નોકરી બદલા સમયે માત્ર પગાર જોવો પૂરતો નથી.

Written By Gokani Dhaval
Published: Sep 25, 2026, 02:34 PM IST | Updated: Sep 25, 2026, 02:36 PM IST
Join

Job Switch Tips: કોઈપણ નોકરિયાત વ્યક્તિ માટે નોકરી બદલવી કરિયરનો એક મહત્વનો નિર્ણય હોય છે. હંમેશા નવી નોકરીની ઓફર મળવા પર સૌથી પહેલા સેલેરી (Salary) પેકેજ અને ઇન-હેન્ડ સેલેરી પર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ માત્ર વધુ પગાર જોઈ નોકરી બદલવાનો નિર્ણય હંમેશા સાચો હોતો નથી. નવી કંપનીમાં કામનો માહોલ, ગ્રોથ, કામના કલાકો અને ઘણી બીજી વસ્તુ તમારા કરિયર અને રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે. તેથી નવી નોકરીની ઓફર સ્વીકારતા પહેલા આ પાંચ બાબતોની જાણકારી લેવી જોઈએ.

જોબ રોલ અને જવાબદારીઓ
નવી નોકરીમાં તમારી ભૂમિકા શું હશે, તે પહેલા સ્પષ્ટ કરી લેવું જોઈએ. ઈન્ટરવ્યુ દરમિયાન જે કામ વિશે જણાવવામાં આવ્યું છે, જોઈન કર્યા બાદ તમારી જવાબદારી તેનાથી અલગ નહીં હોય, તે વાત પહેલાથી સમજી લો. જોબ ડિસ્ક્રિપ્શનને ધ્યાનથી વાંચો અને તે પણ પૂછો કે દરરોજ ક્યા પ્રકારના ટાસ્ક કરવા પડશે. તેનાથી તમને ખ્યાલ આવશે કે નવી નોકરી તમારી સ્કિલ અને કરિયર પ્લાન સાથે કેટલી જોડાયેલી છે.

કરિયર ગ્રોથ અને પ્રમોશન
નવી નોકરીમાં આગળ વધવાની તક કેવી છે, તેની જાણકારી લેવી પણ જરૂરી છે. માહિતી મેળવો કે પ્રમોશનની સિસ્ટમ શું છે અને કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કેલટી વાર કરવામાં આવે છે. સાથે તે પણ સમજો કે કંપનીમાં તમારી ભૂમિકા ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકે છે. જો નોકરીમાં શીખવા અને નવી જવાબદારી લેવાની તક મળે છે તો તેનાથી લાંબા સમયમાં કરિયરને ફાયદો થઈ શકે છે.

કામના કલાકો અને વર્ક-લાઇફ બેલેન્સ
ઓફિસનો સમય અને કામનું ભારણ સમજી લો. માત્ર નક્કી ઓફિસ ટાઇણ જાણવો પૂરતો નથી. તે પણ પૂછો કે શું નિયમિત રૂપથી ઓવરટાઈમ કરવો પડે છે, વીકેન્ડ પર કામ હોય છે અને મોડે સુધી ઓફિસમાં રહેવું પડે છે. જો નોકરીમાં હાઇબ્રિડ કે વર્ક ફ્રોમ હોમની સુવિધા છે તો તેની શરતો પણ સ્પષ્ટ કરી લો.

કંપનીનો માહોલ અને મેનેજર
તમે કઈ રીતે ટીમમાં કામ કરશો અને તમારા રિપોર્ટિંગ મેનેજર કોણ હશે, તે પણ જાણવું જરૂરી છે. ટીમની કામ કરવાની પદ્ધતિ, કમ્યુનિકેશન અને મેનેજરની અપેક્ષાઓ વિશે જાણકારી લેવાનો પ્રયાસ કરી શકો છો. તેનાથી નવી જગ્યા પર એડજસ્ટ થવામાં સરળતા થઈ શકે છે.

રજાઓ અને કર્મચારી સુવિધાઓ
નવી નોકરીમાં મળનાર રજાઓ, મેડિકલ વીમો, પીએફ, ગ્રેચ્યુઇટી, બોનસ, વર્ક ફ્રોમ હોમ અને કર્મચારી સુવિધાઓની જાણકારી જરૂર લો. આ સુવિધાની તુલના વર્તમાન નોકરી સાથે જરૂર કરો. સાથે નોટિસ પીરિયડ, પ્રોબેશન પીરિયડ અને કંપનીની શરતોને ઓફર લેટરમાં ધ્યાનથી વાંચો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES