12મું પાસ માટે રેલવેમાં નોકરીની શાનદાર તક, 1688 જગ્યાઓની ભરતી માટે બહાર પડ્યું નોટિફિકેશન
જો તમે ધોરણ 12 પાસ હોવ તો તમારા માટે આ સમાચાર કામના છે. રેલવે ભરતી બોર્ડ (RRB)એ 12મું પાસ માટે NTPC અંડરગ્રેજ્યુએટ કેટેગરીમાં 1688 પદો પર ભરતીનું શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુ વિગતો ખાસ જાણો.
ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા દેશના લાખો યુવાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. RRB એટલે કે રેલવે ભરતી બોર્ડે નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અંડરગ્રેજ્યુએટ લેવલના કુલ 1688 પદો પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા ન હોય અને ફક્ત ધોરણ 12મું પાસ કર્યું હોય તથા રેલવેમાં કરિયર બનાવવા માંગતા હોય તો તેમના માટે આ સારી તક છે.
કયા કયા પદો પર ભરતી
ભારતીય રેલવેના વિવિધ ડિવિઝનોમાં પે લેવલ-2 અને લેવલ 3 હેઠળ ચાર મુખ્ય કેટેગરીમાં જગ્યા ભરાશે.
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક- 700 જગ્યા (પગાર 21700 રૂપિયા)
- જૂનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ- 600 જગ્યા (પગાર 19900 રૂપિયા)
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ- 2 જગ્યા (પગાર 19900 રૂપિયા)
- ટ્રેન ક્લાર્ક- 188 જગ્યા (પગાર 19900 રૂપિયા)
આ તમામ જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને સાતમાં પગાર પંચ મુજબ નિર્ધારિત મૂળ પગારની સાથે સાથે મોંઘવારી ભથ્થું અને અન્ય સરકારી સુવિધાઓ પણ પ્રદાન કરાશે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત શિક્ષણબોર્ડથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ (10 +2) હોવો જરૂરી છે.
જો કે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે 50 ટકાવાળી શરત લાગૂ નહીં રહે. ટાઈપિસ્ટના પદો માટે કોમ્પ્યુટર પર હિન્દી કે અંગ્રેજી ટાઈપિંગનું નોલેજ હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા
1 જાન્યુઆરી 2027ના આધારે અભ્યર્થીની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરાઈ છે. અનામત વર્ગ (OBC ને 3 વર્ષ તથા SC/ST ને 5 વર્ષ)ના અભ્યર્થીઓને ઉપરી વય મર્યાદામાં સરકારી નિયમો મુજબ છૂટ અપાશે.
અરજી ફી
સામાન્ય OBC અને EWS વર્ગ માટે ફી 500 રૂપિયા છે. જેમાંથી પ્રથમ તબક્કાની CBT પરીક્ષામાં સામેલ થવા પર 400 રૂપિયા પાછા આપી દેવાશે. જ્યારે SC, ST, મહિલા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ફી 250 રૂપિયા છે, જે પરીક્ષામાં સામેલ થવા પર પૂરી પાછી મળશે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી કુલ ચાર તબક્કા દ્વારા થશે.
- પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા (CBT-1), દ્વિતિય તબક્કાની પરીક્ષા (CBT-2), કોમ્પ્યુટર બેસ્ડ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ (ફક્ત ટાઈપિસ્ટ પદો માટે) અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા મેડિકલ ટેસ્ટ. બંને પરીક્ષાઓમાં ખોટા જવાબ આપવા બદલ 1/3 અંકનું નેગેટિવ માર્કિંગ થશે.
- ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026થી અધિકૃત પોર્ટલ www.rrbapply.gov.in પર શરૂ થશે.
- અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર 2026 રાખવામાં આવી છે.
- વિસ્તૃત નોટિફિકેશન જલદી બહાર પાડવામાં આવશે.
- અભ્યર્થી સમયસર પોતાની તૈયારી અને જરૂરી પ્રમાણપત્રો તૈયાર રાખે.