SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rashtrapati Bhavan Job: રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી કેવી રીતે મળે? જાણો સીધી ભરતી, યોગ્યતા અને પસંદગી પ્રક્રિયાના તમામ નિયમો

જાણો રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી મેળવવાની પ્રક્રિયા શું છે. SSC પરીક્ષા, કરાર આધારિત ભરતી અને ડેપ્યુટેશનના નિયમ. વાંચો યોગ્યતા અને અરજી કરવાની પ્રક્રિયા.

Reported By Gokani Dhaval Written By Gokani Dhaval
Published: Sep 23, 2026, 02:42 PM IST | Updated: Sep 23, 2026, 02:54 PM IST
Join

રાષ્ટ્રીપતિ ભવન દેશના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક પરિસરોમાં ગણવામાં આવે છે. અહીં કામ કરવું લાખો યુવાનોનું સપનું હોય છે, પરંતુ ઘણા લોકો તે વાતથી અસમંજસમાં રહે છે કે રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી કઈ રીતે મળે છે? અહીં સીધી ભરતી થાય છે કે કોઈ ખાસ પરીક્ષા આપવી પડે છે?

જો તમે પણ રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરવાની પ્રક્રિયાને લઈને ભ્રમમાં છો તો આ લેખ તમારા માટે છે. આવો ખુબ સરળ અને બોલચાલની ભાષામાં સમજીએ કે રાષ્ટ્રપતિ ભવનમાં ભરતી કઈ રીતે થાય છે.

શું રાષ્ટ્રપતિ ભવનમાં સીધી ભરતી થાય છે?
જી હાં, રાષ્ટ્રપતિ ભવનમાં સીધી ભરતી થાય છે, પરંતુ તે માત્ર કેટલાક વિશિષ્ટ અને શરૂઆતી સ્તરના પદો માટે કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન (President’s Secretariat) માં અલગ-અલગ જગ્યા માટે અલગ-અલગ પસંદગી પ્રક્રિયા અપનાવવામાં આવે છે.

એસએસસી (SSC) જેવી પરીક્ષાઓ દ્વારા
એન્ટ્રી-લેવલ અને ક્લેરિકલ પદો, જેમ કે લોઅર ડિવિઝન ક્લર્ક ની સીધી ભરતી માટે કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા પરીક્ષા આયોજીત કરવામાં આવે છે, ઉદાહરણ માટે Staff Selection Commission (SSC) CHSL પરીક્ષાના માધ્યમથી આ પદ ભરવામાં આવે છે.

કોન્ટ્રાક્ટના આધાર પર પ્રોફેશનલ ભૂમિકા
રાષ્ટ્રપતિ ભવનમાં સમય-સમય પર વિશિષ્ટ ભૂમિકાઓ માટે કોન્ટ્રાક્ટ આધારે નોકરીઓ કાઢે છે. તેમાં ગાઇડ, સલાહકાર, મીડિયા પ્રોફેશનલ અને મેડિકલ સ્ટાફ જેવા પદ સામેલ થાય છે. તેની ભરતી રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા સીધી જાહેરાત બહાર પાડવામાં આવે છે, જેમાં લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુના આધાર પર પસંદગી થાય છે.

ડેપ્યુટેશન દ્વારા
રાષ્ટ્રપતિ ભવનમાં ઘણા વરિષ્ઠ, વહીવટી અને તકનીકી પદો સીધા સામાન્ય જનતાથી ભરવામાં આવતા નથી. તેની જગ્યાએ કેન્દ્ર સરકારના અન્ય વિભાગો (જેમ કે IAS, IPS કે અન્ય મંત્રાલયો) માં પહેલા કામ કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને ડેપ્યુટેશન પર રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત કરવામાં આવે છે.

યોગ્યતા અને પસંદગી પ્રક્રિયા
રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી માટે યોગ્યતા પદ પ્રમાણે અલગ-અલગ હોય છે.

શૈક્ષણિક યોગ્યતાઃ એન્ટ્રી લેવલ/ગ્રુપ સી પદો માટે 10, 12 કે સ્નાતકની ડિગ્રી માગવામાં આવે છે. તો તકનીકી કે સલાહકારના પદો માટે પ્રાસંગિક ફીલ્ડમાં વિશેષ ડિગ્રી અને અનુભવની જરૂર હોય છે.

પસંદગીની પ્રક્રિયા
ગ્રુપ સી/તકનીકી પદઃ લેખિત પરીક્ષા અને સ્કિલ કે ટ્રેડ ટેસ્ટ.
પ્રોફેશનલ/કોન્ટ્રાક્ટ પદઃ ઈન્ટરવ્યુ અને અનુભવના આધાર પર શોર્ટલિસ્ટિંગ.

કઈ રીતે અરજી કરવી?
સત્તાવાર નોટિફિકેશન જુઓ. રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાયેલા બધા પદોની જાહેરાત રાષ્ટ્રપતિ સચિવાલયની સત્તાવાર વેબસાઇટ (rashtratapativan.gov.in કે rashtrapatisachivalaya.gov.in) પર કરવામાં આવે છે.

અરજીપત્ર જમા કરોઃ જાહેરાતમાં આપવામાં આવેલા નિર્દેશો અનુસાર ઓનલાઈન માધ્યમથી કે પોસ્ટ દ્વારા પોતાની અરજી મોકલો.

શરતો ધ્યાનથી વાંચોઃ કોઈપણ પદ માટે અરજી કરતાં પહેલા સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી ઉંમર મર્યાદા, શૈક્ષણિક યોગ્યતા અને અનુભવના નિયમોને ધ્યાનથી વાંચો.

જો તમે રાષ્ટ્રપતિ ભવનમાં નોકરી મેળવવા ઈચ્છુક છો તો SSC ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે SSC CGL, CHSL, Steno) ની તૈયારીની સાથે-સાથે રાષ્ટ્રપતિ સચિવાલયની સત્તાવાર વેબસાઇટના રિક્રૂટમેન્ટ સેક્શન પર નિયમિત રૂપથી જરૂર નજર બનાવી રાખો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES