SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યમનથી મદીના સુધી કેર મચાવી રહ્યાં છે હૂતી ; સાઉદીની ઊંઘ હરામ કરનાર આ વિદ્રોહીઓની આવી છે કાળી કહાની!

Houthi rebels : સાઉદી અરેબિયા પર હુમલાની સાથે-સાથે હુતી વિદ્રોહીઓએ હવે યમનમાં સરકારી ઠેકાણાઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. હુતીઓએ યમનના અલ-મઆશિક રાષ્ટ્રપતિ ભવન પર એક સાથે પાંચ બેલિસ્ટિક મિસાઈલો ઝીકી દીધી. નિશાન પર હતા યમનના પ્રધાનમંત્રી શાયા મોહસેન અલ-ઝિંજાની. આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓના મોત થયા. જ્યારે બીજી તરફ મક્કા બાદ મુસ્લિમો માટે અત્યાંત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવા મદીના પર પણ હુતીઓએ મિસાઈલ હુમલો કર્યો. જો કે આ મિસાઈલને હવામાં જ તોડી પાડવામાં આવી. આ અહેવાલમાં જાણી લો કોણ છે આ હુતીઓ અને કઈ રીતે થયા પાવરફૂલ....

Written By Karan Rajput
Published: Oct 17, 2026, 04:32 PM IST | Updated: Oct 17, 2026, 04:40 PM IST
Image Credit: Ai Image
Join

Yemen crisis : યમનની વચગાળાની રાજધાની અદન. જ્યાં દેશના સૌથી સુરક્ષિત ગણાતા અલ-મઆશિક રાષ્ટ્રપતિ ભવન પર હૂતી વિદ્રોહીઓએ હુમલો કરી દીધો. એક સાથે પાંચ બેલિસ્ટિક મિસાઇલો રાષ્ટ્રપતિ ભવન પર ઝીંકવામાં આવી. જેમાં પ્રધાનમંત્રીનો બચાવ થયો પરંતુ પાંચ જવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં અને 16 લોકો લોહીલુહાણ થઈ ગયા.

રાષ્ટ્રપતિ ભવન પરિસરની આસપાસ ઓછામાં ઓછા પાંચ જોરદાર ધડાકા સંભળાયા. હુમલા બાદ પરિસરની ઉપર ધુમાડાનો મોટો ગોટો જોવા મળ્યો. હુમલા બાદ હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ કહ્યું કે આ હુમલો સાઉદી અરેબિયાની સૈન્ય તહેનાતીને નિશાન બનાવવાની તેમની જાહેર કરેલી નીતિનો એક ભાગ છે. જ્યાં પણ સાઉદી સેનાની સૈન્ય ગતિવિધિઓ અને જમાવડો જોવા મળશે, તે સ્થળને નિશાન બનાવવામાં આવશે.

 આખરે હૂતીઓ યમનને શા માટે ધ્રુજાવી રહ્યા છે?

બીજી તરફ, સાઉદી સમર્થિત યમનની સેનાએ આરોપ લગાવ્યો કે હૂતીઓએ સાઉદી અરેબીનાં અનેક એરપોર્ટ, બંદરો અને તેલનાં ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં હૂતીઓએ સાઉદી અરેબીનાં મહત્ત્વનાં ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન ઝીંક્યાં છે. યમનમાં સરકારી દળોને સાઉદી અરેબિયા તરફથી મળી રહેલા સમર્થનના જવાબમાં હૂતીઓએ આ હુમલા કર્યા છે. આખરે હૂતીઓ યમનને શા માટે ધ્રુજાવી રહ્યા છે? તેમની આ ગદ્દારીને સમજવા માટે ઈતિહાસનાં પાનાં થોડાં પાછળ ફેરવવાં પડશે. હૂતીઓ કોઈ વિદેશી આક્રમણખોર નથી. તેઓ યમનની જ ધરતીની ઉપજ છે.

100% ટૈરિફ મામલે ટ્રંપનો U-Turn, રશિયા સંબંધિત પ્રતિબંધો અને ટૈરિફથી મુક્તિ, ભારત અને ચીનને થશે ફાયદો

જાણો કોણ છે આ હૂતિઓ

યમનના ઉત્તરીય પહાડી વિસ્તારો સાથે સંબંધ ધરાવતા આ લોકો શિયા સંપ્રદાયના 'ઝૈદી' પેટા સંપ્રદાયમાંથી આવે છે. 1990ના દાયકામાં હુસૈન બદરૂદ્દીન અલ-હૂતી નામના નેતાએ પોતાના ધાર્મિક અને સામાજિક અધિકારો માટે એક આંદોલન શરૂ કર્યું હતું. એ સમયે તેમનો હેતુ માત્ર પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનો હતો પરંતુ વર્ષ 2004માં યમનની તત્કાલીન સરકાર સાથે તેમનો પ્રથમ હિંસક સંઘર્ષ થયો, જેમાં હુસૈન અલ-હૂતી માર્યો ગયો ત્યાર બાદ આ સંગઠને હથિયારો ઉઠાવી લીધાં અને પોતાના માર્યા ગયેલા કમાન્ડરના નામ પરથી પોતાને 'હૂતી' કહેવાનું શરૂ કર્યું. વર્ષ 2011ની 'અરબ ક્રાંતિ' બાદ યમન નબળું પડ્યું અને હૂતીઓએ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. વર્ષ 2014માં ઈરાનના ઉશ્કેરણીજનક સમર્થનથી હૂતીઓએ યમનની રાજધાની સના પર કબજો કરી લીધો અને ચૂંટાયેલી સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકી.

 યમન બે ટંકના ભોજન માટે પણ મોહતાજ

અહીંથી શરૂ થયો યમનની બરબાદીનો એ લોહિયાળ સમયગાળો, જે આજે પણ અટક્યો નથી. હૂતીઓએ યમનનાં બંદરો અને વેપારી માર્ગોને યુદ્ધનું મેદાન બનાવી દીધાં પરિણામે આજે યમનની 80 ટકાથી વધુ વસ્તી બે ટંકના ભોજન માટે પણ મોહતાજ છે અને દેશ વિશ્વના સૌથી મોટા માનવીય સંકટોમાંથી એકનો સામનો કરી રહ્યો છે.

એડનમાં રાષ્ટ્રપતિ મહેલ પર હુથીઓનો હુમલો, મિસાઈલ એટેકમાં 2 સુરક્ષાકર્મીના મોત, 5 થી વધુ ઘાયલ

યમન પાસે જે કંઈ બચ્યું હતું, તે માળખાગત સુવિધાઓ...હોસ્પિટલો, વીજળીના ગ્રીડ અને સરકારી ઈમારતો. હૂતીઓ પોતાની મિસાઇલોથી તેમને જ નષ્ટ કરી રહ્યા છે. તેઓ એ જ ડાળ કાપી રહ્યા છે, જેના પર પોતે બેઠા છે. યમનનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે પરંતુ હૂતીઓએ યમનની આઝાદી અને સાર્વભૌમત્વને ઈરાનનાં ચરણોમાં ધરી દીધાં છે. તેઓ યમનના યુવાનોને દેશના વિકાસ માટે નહીં, પરંતુ ઈરાનના એજન્ડા માટે બલિનો બકરો બનાવી રહ્યા છે.

હૂતીઓએ કહ્યું અમે કોઈપણ પ્રકારનો હુમલો કર્યો નથી

પરંતુ આ કહાની માત્ર અદન પૂરતી સીમિત નથી. સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે વિશ્વભરના મુસ્લિમો માટે અત્યંત પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા મદીનાના આકાશમાં પણ હૂતી ક્રૂઝ મિસાઇલને તોડી પાડવામાં આવી છે. જો કે, હૂતીઓએ મદીના પર કોઈપણ પ્રકારનો હુમલો કર્યો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. હૂતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ હુમલામાં સામેલ હોવાના આરોપોને ફગાવી દીધા છે.

હૂતી વિદ્રોહીઓ માટે અત્યંત ભારે...

હૂતી વિદ્રોહીઓ આજે ભલે ઈરાન તરફથી મળેલી મિસાઇલોના જોરે અદનથી લઈને મદીના અને રિયાધ સુધીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ તેઓ એ ભૂલી રહ્યા છે કે પોતાના જ દેશની જનતાનો વિશ્વાસ તેમણે ગુમાવી દીધો છે. સાઉદી અરેબિયા અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન હવે હૂતીઓના આ મિસાઇલ ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવાની મોટી તૈયારી કરી રહ્યાં છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસો યમનના આ હૂતી વિદ્રોહીઓ માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES