મિયામી એરપોર્ટ પર બે વિમાનો અથડાયા, ચારેબાજુ ચીસાચીસ, જુઓ ઘટનાનો ભયાનક VIDEO
14 નવેમ્બરની રાત્રે મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર UPSનું બોઈંગ 767 કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ 737 પેસેન્જર વિમાન એકબીજા સાથે અથડાયા હતા. મિયામી એરપોર્ટના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
ફ્લોરિડા રાજ્યના મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં એક વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું, જ્યારે બીજા વિમાનની પાંખને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. સદભાગ્યે, કોઈ પણ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
US Air Traffic: અમેરિકામાં એર ટ્રાફિક સિસ્ટમ ઠપ્પ થતાં સર્જાઈ સમસ્યા, હજારો લોકો એરપોર્ટ પર ફસાયા
સ્થાનિક સમાચાર ચેનલ CBS ન્યૂઝ અનુસાર, શનિવાર, 14 નવેમ્બરની રાત્રે મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર UPS બોઈંગ 767 કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ 737 પેસેન્જર વિમાન એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બંને વિમાનો એક જ ટેક્સીવે પર આવી પહોંચ્યાં હતા. રાહતની વાત એ છે કે કોઈને ઈજા થઈ નથી અને એરપોર્ટની કામગીરી પર પણ ખાસ અસર પડી નથી.
બંને વિમાનો એક જ ટેક્સીવે પર આવી પહોંચ્યા
મિયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્રેગ ચિને આ ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, યુપીએસ બોઈંગ 767 કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સનું બોઈંગ 737 પેસેન્જર વિમાન એક જ સમયે એક જ ટેક્સીવે પર આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 9:15 વાગ્યે, બંને વિમાનો ટેક્સીવેના જંકશન પર પહોંચ્યાં, જેના કારણે અથડામણ થઈ.
મોટી દુર્ઘટના ટળી
આ ઘટનામાં યુપીએસ બોઈંગ 767 કાર્ગો વિમાન કોપા એરલાઈન્સના બોઈંગ 737 પેસેન્જર વિમાનની પાંખ સાથે અથડાયું, જેના કારણે કાર્ગો વિમાનના આગળના ભાગને નુકસાન થયું. આ અથડામણને કારણે વિમાનમાં સવાર મુસાફરોને જોરદાર ઝટકો અનુભવાયો, જેનાથી ત્યાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે, કોઈને પણ ઈજા થઈ નથી. ઘટનાના થોડા કલાકો બાદ જ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. કોપા એરલાઈન્સના મુસાફરે વીડિયો શેર કર્યો.
મિયામી એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું કે, યુપીએસ બોઈંગ 767 કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટા જવા માટે રવાના થવાની તૈયારીમાં હતું, જ્યારે કોપા એરલાઈન્સની ફ્લાઈટ 427 પનામાથી આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોપા એરલાઈન્સના વિમાનમાં સવાર એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં યુપીએસ કાર્ગો વિમાન જોઈ શકાય છે, જેમાં તેનો આગળનો ભાગ સ્પષ્ટપણે ક્ષતિગ્રસ્ત દેખાય છે.