SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

US Iran Tension: ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી રોકવાના આપ્યા સંકેત, પણ ઇરાને અમેરિકા સામે મૂકી 7 કડક શરતો

Donald Trump Vs Iran: મિડ-ટર્મ ચૂંટણીમાં કારમા પરાજય બાદ ટ્રમ્પે ઈરાનમાં સૈન્ય ઓપરેશન ખતમ કરવાના સંકેત આપ્યા છે, પરંતુ ઈરાન પોતાની 7 શરતો અમેરિકા પાસે મનાવવા પર અડગ છે. હવે જોવાનું રહે છે કે બંને દેશનું આગામી પગલું શું હશે.

Written By Gokani Dhaval
Published: Nov 10, 2026, 11:27 AM IST | Updated: Nov 10, 2026, 11:29 AM IST
Join

Iran Tells US to Accept 7 Conditions: ઈરાને અમેરિકાને નવી ચેતવણી આપી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે વોશિંગટને 7 શરતો માનવી પડશે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેહરાનની સાથે સૈન્ય ટકરાવને આગળ વધારવાની સંભાવના ઓછી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વરિષ્ઠ સભ્ય મેજર જનરલ મોહસેન રેઝાઈએ વોશિંગટન પર આરોપ લગાવ્યો કે તે સંઘર્ષના પરિણામ ભોગવી રહ્યું છે. તેમણે અમેરિકાને કહ્યું કે તેઓ પ્રદેશમાં બદલાતી સ્થિતિને સમજે.

ઈરાનની શરતો માને અમેરિકા’

ઈરાની મીડિયા પ્રમાણે રેઝાઈએ કહ્યુ કે અમેરિકાએ વાતચીતના દાવા બંધ કરી દેવા જોઈએ અને પશ્ચિમ એશિયામાં ઈરાનની નવી સ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ. તેમણે વોશિંગટનને તેહરાનની 7 માંગ માનવા માટે પણ કહ્યું. ઉલ્લેખનીય છે કે અમેરિકા લાંબા સમયથી ઈરાનને નબળું પાડવાનું પ્રસાય કરી રહ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં સુપરપાવર દેશ ખુદ બેકફુટ પર છે.

ઈરાનની 7 શરતો શું છે?

1. તમામ મોર્ચા પર દુશ્મનીને ખતમ કરવી.
2. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પાસે અમેરિકી નૌસૈનિકની નાકેબંધી હટાવવી.
3. આ મહત્વના જળમાર્ગમાંથી જહાજોની અવરજવર તત્કાલ બહાલ કરવી.
4. ઈરાન પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવા.
5. વિદેશોમાં ફ્રીઝ કરવામાં આવેલી ઈરાનની નાણાકીય સંપત્તિ મુક્ત કરવી.
6. ઈરાનના આંતરિક મામલામાં વિદેશી દખલ ખતમ કરવી.
7. સંઘર્ષને ખતમ કરવા માટે ઈરાનની શરતો સ્વીકારવી.

આ પણ વાંચોઃ White House Lockdown: વ્હાઇટ હાઉસ બહાર કારનો અકસ્માત, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન!

ઈરાનને લઈને ટ્રમ્પનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ ખુબ નબળી પડી ગઈ છે. તેમણે સંકેત આપ્યો કે કૂટનીતિક વાતચીતથી તણાવને વધતો રોકી શકાય છે. જોકે તેમણે ચેતવણી આપી કે જરૂર પડી તો અમેરિકી સેના ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે કતરના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે વાતચીત કરી હતી.

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યુ કે કતર, સાઉદી અરબ, યુએઈ, બહરીન, કુવૈત અને અન્ય ખાડી સહયોગી દેશ ઓપરેશન આયરન ગેટ હેઠળ નૌસૈનિક અને જમીની પ્રતિબંધો દ્વારા તેહરાન પર દબાણ બનાવી રાખવાનું સમર્થન કરે છે. તેમણે ફરી કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર હાસિલ કરવાથી રોકવું અમેરિકાનું એક એવું લક્ષ્ય છે જેના પર કોઈ સમજુતિ ન કરી શકાય, ભલે વોશિંગટને તણાવ ઘટાડવાના સંકેત આપ્યા હોય.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES