SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતાં 3 જહાજ સળગ્યા, જહાજ લેન્ડમાઇન્સ સાથે ટકરાયાનો ઈરાની સેનાનો દાવો

Strait of Hormuz: હોર્મુઝમાંથી પસાર થતા 3 જહાજ સગળી ગયાની જાણકારી સામે આવી છે. આ જહાજ ઓઈલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દુર્ઘટના લેન્ડમાઇન્સ સાથે ટક્કર થયા પછી સર્જાઈ હોવાનો દાવો ઈરાનની નૌસેનાએ કર્યો છે.

Written By Krupa Shah
Published: Nov 15, 2026, 08:03 AM IST | Updated: Nov 15, 2026, 08:08 AM IST
Join

Strait of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા 3 જહાજમાં આગ લાગવાની ઘટના બની છે. જાણવા મળતી માહિતી અનુસાર આ 3 જહાજ તેલ લઈને હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા હતા. જહાજમાં લાગેલી આગ મામલે ઈરાનની નૌસેનાએ એવો દાવો કર્યો છે કે જહાજોની ટક્કર દરિયામાં બિછાવેલી લેન્ડમાઈન સાથે થઈ હતી જેના કારણે આગ લાગી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 3 જહાજમાં આગ

ઈરાનની નૌસેનાએ જહાજમાં લાગેલી આગ મામલે જાણકારી આપી હતી. ઈરાનની સેનાએ આપેલી જાણકારી અનુસાર સૌથી પહેલા એક જહાજમાં આગ લાગી હતી જે શનિવારે સવારના સમયે હોર્મુઝના પૂર્વી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજની ટક્કર દરિયામાં બિછાવેલી લેન્ડમાઈન સાથે થઈ અને આગ લાગી. જ્યારે અન્ય બે જહાજ ત્યારબાદ લેન્ડમાઈન સાથે ટકરાયા હતા. આ ઘટના પછી ઈરાની નૌસેનાએ ચેતવણી જાહેર કરી જેને લઈ અન્ય ટેન્કર ફારસની ખાડીના રસ્તે નીકળ્યા.

આ ઘટના અંગે રોયટર્સનો રિપોર્ટ છે કે શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પૂર્વી વિસ્તારમાં તેલનું ટેન્કર દરિયામાં બિછાવેલી લેન્ડમાઈન સાથે ટકરાયું હતું. ત્યારબાદ અન્ય 2 જહાજ સાથે પણ આવું જ થયું. દરિયામાં બિછાવેલી લેન્ડમાઈન સાથે ટક્કરના કારણે જહાજમાં આગ લાગી હતી.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયામાં પાણીની અંદર લેન્ડમાઈન બિછાવવામાં આવી છે. આ લેન્ડમાઈન વિસ્ફોટક ડિવાઈસ હોય છે. આ ડિવાઈસ દુશ્મનના જહાજને નુકસાન કરવા માટે હોય છે. જ્યારે આ લેન્ડમાઈન કે વિસ્ફોટક ડિવાઈસના સંપર્કમાં કોઈ જહાજ આવે છે તો બ્લાસ્ટ થાય છે અને જહાજમાં આગ લાગે છે. ઈરાની નૌસેનાનું કહેવું છે કે શનિવારે 3 ટેન્કર આ વિસ્ફોટના સંપર્કમાં આવ્યા હતા.

ઈરાની સરકારી એજન્સીએ શું કહ્યું ?

ઈરાનની સરકારી ન્યુઝ એજન્સીએ આ ઘટના અંગે જે નિવેદન આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે સાંજના સમયે જે 2 જહાજમાં આગ લાગી તે જહાજ નિયમનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. જહાજના પસાર થવા માટે જે રસ્તા નક્કી કરેલા છે તેનું ઉલ્લંઘન કરીને પસાર થતા જહાજની ટક્કર દરિયામાં બિછાવેલી લેન્ડમાઈન સાથે થઈ ગઈ. ટક્કર બાદ બ્લાસ્ટ થયો અને જહાજમાં આગ લાગી ગઈ.

ઉલ્લેખનીય છે કે ઈરાન તરફથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થતા જહાજ માટે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જહાજ માટે સુરક્ષિત રસ્તા નક્કી કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક રસ્તા પ્રતિબંધિત છે. આ રસ્તા પર દરિયામાં લેન્ડમાઈન બિછાવેલી છે. આમ કરીને ઈરાન આ મહત્વના સમુદ્રી રસ્તા પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા ઈચ્છે છે. જેથી અમેરિકા પર પ્રેશર બનાવી શકે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES