SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું : ગૃહમંત્રીએ જાહેરમાં કરી PMની ટીકા, જાણો શું છે મામલો

પાકિસ્તાનમાં એક તરફ ઈમરાન ખાનની પાર્ટીએ સરકારના નાકમાં દમ કરી દીધો છે તો બીજી તરફ પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે ખાઈ વધુને વધુ ઉંડી થતી જઈ રહી છે. તેની તસવીર ફરી એકવાર સામે આવી છે. જ્યારે પાકિસ્તાન ઈકોનોમિક સમિટ દરમિયાન જાહેર મંચ પરથી અસિમ મુનીરના સબંધી અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ શહબાઝ શરીફની વિદેશ યાત્રાઓ પર નિશાન સાધ્યું. આ એ જ મોહસિન નકવી છે જે ભારતની એશિયા કપ ક્રિકેટ ટ્રોફી લઈને ભાગી ગયા હતા.

Written By Karan Rajput
Published: Oct 08, 2026, 04:37 PM IST | Updated: Oct 08, 2026, 04:38 PM IST
Image Credit: Ai Image
Join

Shehbaz Sharif : પાકિસ્તાન.....દુનિયાના નકશા પર એવો દેશ, જેની તિજોરીમાં ફૂટી કોડી પણ નથી, જનતા લોટ માટે રસ્તા પર લોહી વહાવી રહી છે, પરંતુ ત્યાંના સત્તાધીશો સત્તાની મલાઈ માટે એકબીજાનું ગળું કાપવા પર તરસી રહ્યા છે.

એક તરફ રાવલપિંડીના નવા શહેનશાહ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ ફીલ્ડ માર્શલ અસીમ મુનીરનો ખૌફ છે. તો બીજી તરફ પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ગૃહમંત્રીએ જાહેરમાં મંચ પર બેઠેલા દેશના પ્રધાનમંત્રીની એવી આકરી ટીકા કરી છે, જેના બાદ દરેક વ્યક્તિ પૂછી રહી છે કે પાકિસ્તાનનો અસલી વઝીર-એ-આઝમ કોણ છે?


શહબાઝ શરીફથી વધતા અંતર વચ્ચે અસીમ મુનીર પોતે તો કંઈ કહી રહ્યા નથી, પરંતુ પોતાના સંબંધી અને પાકિસ્તાની ગૃહમંત્રી મોહસિન નકવી મારફતે શાબ્દિક હુમલો કરાવી રહ્યા છે.

અસીમ મુનીરના કામની જોરદાર પ્રશંસા

આ વખતે ગૃહમંત્રી મોહસિન નકવીએ પાકિસ્તાન ઈકોનોમિક સમિટ દરમિયાન જાહેર મંચ પરથી પ્રધાનમંત્રી શહબાઝ શરીફની સામે જ તેમના પર આકરો કટાક્ષ કર્યો. નકવીએ શહબાઝ શરીફની લાંબી અને વારંવાર થતી વિદેશ યાત્રાઓની ટીકા કરતાં કહ્યું કે કેટલાક નેતાઓ મહિનાઓ સુધી દેશની બહાર રહે છે, જેના કારણે પાકિસ્તાનની શાસન વ્યવસ્થા અને સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ છે.

આ સાથે જ તેમણે શહબાઝની સરખામણીમાં અસીમ મુનીરના કામની જોરદાર પ્રશંસા કરી. મોહસિનના આ નિવેદનને સીધી રીતે શહબાઝ શરીફને નીચા દેખાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોણ છે મોહસિન નકવી

મુનિરના હાથમાં પાકિસ્તાનનો સુપર પાવર

શહબાઝની સૌથી મોટી મજબૂરી છે મુનીર. જેના હાથમાં આ સમયે પાકિસ્તાનની સુપર પાવર છે.. એવો પાવર, જે પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી કોઈની પાસે નહોતો. મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ જાહેર કરવામાં આવી ચૂક્યા છે, જેના કારણે ત્રણેય સેનાઓ અને પરમાણુ હથિયારોની ચાવી મુનીરના ખિસ્સામાં આવી ગઈ છે.

આ જ કારણ છે કે શહબાઝ શરીફને ખામોશ રહેવામાં જ પોતાની ભલાઈ દેખાઈ રહી છે. બીજી તરફ મુનીરને પણ ખબર છે કે જ્યાં સુધી પાકિસ્તાનની રાજનીતિમાં નવાઝ શરીફનો શરીફ પરિવાર અને આસિફ અલી ઝરદારીનો ઝરદારી પરિવાર જીવંત છે, ત્યાં સુધી સેનાને પડકાર મળતો રહેશે.

પ્રોવિન્સ કાર્ડ એટલે કે પ્રાંતોના વિભાજનનો દાવ રમ્યો

આથી જ અસીમ મુનીરે આ બંને પરિવારોને રાજકીય રીતે દફન કરવા માટે પોતાના મોહરા મોહસિન નકવી મારફતે પ્રોવિન્સ કાર્ડ એટલે કે પ્રાંતોના વિભાજનનો દાવ રમ્યો છે. નકવીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી છે કે પાકિસ્તાનની વર્તમાન વહીવટી વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે અને દેશ ચલાવવા માટે તેને 12થી 15 નવા પ્રાંતોમાં વહેંચી દેવો જોઈએ.

પંજાબ અને સિંધને 12થી 15 ટુકડાઓમાં વહેંચી દેવાશે

જાણકારોના મતે આ કોઈ વહીવટી સુધારો નથી, પરંતુ શરીફ અને ઝરદારી ખાનદાનની કબર ખોદવાનું કાવતરું છે. શરીફ પરિવારની સમગ્ર રાજકીય તાકાત પંજાબ પ્રાંત પર ટકેલી છે, જ્યારે ઝરદારી પરિવારનું એકહથ્થું રાજ સિંધ પ્રાંતમાં છે. જો પંજાબ અને સિંધને 12થી 15 ટુકડાઓમાં વહેંચી દેવામાં આવે, તો આ બંને પરિવારોના રાજકીય ગઢ અને તેમનો પ્રભાવ કાયમ માટે ખતમ થઈ શકે છે.

પાકિસ્તાનમાં લોકશાહી માત્ર કાગળનું મહોરું

તસવીર બિલકુલ સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં લોકશાહી માત્ર કાગળનું મહોરું બનીને રહી ગઈ છે, જેની પાછળનો અસલી ચહેરો ફીલ્ડ માર્શલ અસીમ મુનીરનો છે. શરીફ અને ઝરદારી પરિવાર, જેમણે દાયકાઓ સુધી પાકિસ્તાનની સત્તા પર રાજ કર્યું અને ભ્રષ્ટાચારના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા, આજે તેઓ જ પોતાની બનાવેલી સેનાના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છે.

અસીમ મુનીરે મોહસિન નકવીના રૂપમાં પોતાનો એવો વઝીર ચલાવ્યો છે, જે શહબાઝ શરીફને શહ અને માતની રમતમાં બહુ જલ્દી ચારેય ખાના ચિત્ત કરવાની તૈયારીમાં છે. 

હવે જોવાનું રસપ્રદ રહેશે કે શું શરીફ અને ઝરદારી ખાનદાન પોતાની રાજકીય મોતને સ્વીકારી લેશે, કે પછી પાકિસ્તાનમાં ફરી એકવાર રસ્તાઓ પર લોહી વહેશે અને સત્તા પરિવર્તનનો એ કાળો યુગ પાછો ફરશે, જેનો ઈતિહાસ પાકિસ્તાનમાં ઘણો જૂનો છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES