SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખતરામાં નેતન્યાહુની ખુરશી, ગાદી આઇસેનકોટનું સમર્થન કરી શકે છે અરબ પાર્ટીઓ

ઇઝરાયલમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમતી મળી નથી. તેવામાં નવા ગઠબંધનની ચર્ચા થઈ રહી છે. અરબ પાર્ટીઓએ નેતન્યાહુને સત્તામાંથી હટાવવાની વાત કહી છે. પરિણામમાં નેતન્યાહુનો વિરોધ કરનાર યહૂદી બહુમતવાળી પાર્ટીને 48 સીટો મળી છે. જ્યારે અરબ પાર્ટીઓએ 19 સીટો પર જીત મેળવી છે.

Written By Gokani Dhaval
Published: Nov 01, 2026, 10:34 AM IST | Updated: Nov 01, 2026, 10:36 AM IST
Join

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. ઇઝરાયલમાં કોઈ રાજકીય પાર્ટી સત્તા મેળવવા માટે જરૂરી બહુમતી મેળવી શકી નથી. ત્યારબાદ ત્યાં નવી સરકારની રચના પર અસમંજસની સ્થિતિ છવાયેલી છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યાં છે તે નેતન્યાહુની ચિંતા વધારી શકે છે. બે મુખ્ય અરબ પાર્ટીઓ રા'આમ (Ra'am) અને જોઈન્ટ લિસ્ટ (Joint List) નેતન્યાહુને સત્તામાંથી હટાવવા માટે ગાદી આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી જૂથનું સમર્થન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને પાર્ટી પાસે 19 સીટો છે.

ટાઇમ્સ ઓફ ઇઝરાયલના એક રિપોર્ટ અનુસાર જોઈન્ટ લિસ્ટ નેતન્યાહુની વિરોધી પાર્ટીઓને બહારથી સમર્થન આપવા માટે તૈયાર છે. તે ખુદ સરકારનો હિસ્સો બનવા ઈચ્છતી નથી. સાંસદ અહમજ તિબીએ કહ્યુ 'અમે તે દરેક વ્યક્તિની મદદ કરવા ઈચ્છીએ છીએ જે આ ખરાબ સરકારને હટાવવા ઈચ્છે છે. તેની જગ્યાએ એક નવી સરકાર લાવવા ઈચ્છીએ છીએ. અમે આ પરિવર્તનનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ, આસાનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ. તેઓ જોઈન્ટ લિસ્ટમાં નંબર-ટૂ ગણાય છે.'

જોઈન્ટ લિસ્ટ સિવાય અરબ રાજકીય આંદોલનના મુખ્ય ચહેરો બનેલા જાફર ફરાહે જણાવ્યુ કે રાઆમ અને જોઈન્ટ લિસ્ટ બંને ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગને તે જણાવી શકે છે કે તેઓ આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરવા માટે તૈયાર છે. ફરાહે કહ્યુ કે તેઓ ઇઝરાયલી સેનાના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ ગાદી આઇસેનકોટને આગામી પ્રધાનમંત્રીના રૂપમાં પ્રસ્તાવિત કરશે.

આ પણ વાંચોઃ દુબઈમાં નોકરી એવી કે બોસે ગિફ્ટ કરી દીધી ₹4 કરોડની લેમ્બોર્ગિની! જાણો કોણ છે આ નસીબદાર 

યિત્જાક રાબિનનું આપ્યું ઉદાહરણ

સાંસદ અહમદ તિબીએ કથિત રીતે આઇસેનકોટને કહ્યુ કે તેમણે દિવંગત પ્રધાનમંત્રી યિત્જાક રાબિનની જેમ બનવું જોઈએ. તેમણે તે પણ સંકેત આપ્યો કે જોઈન્ટ લિસ્ટ સરકારને બહારથી સમર્થન આપશે. તમને જણાવી દઈએ કે રાબિન મુખ્ય રૂપથી 1993મા થયેલી ઓસ્લો સમજુતિ હેઠળ ફિલિસ્તીન મુક્તિ સંગઠનની સાથે વાતચીત કરવા માટે પોતાના નિર્ણય માટે જાણીતા છે. તે સમયે તેમના આ નિર્ણયની ખુબ ટીકા થઈ હતી, પરંતુ બે અરબ નેતૃત્વવાળી રાજકીય પાર્ટીઓએ રાબિનની સરકારનું સમર્થન કર્યું હતું.

ઇઝરાયલમાં વર્તમાન રાજકીય ઘર્ષણ વચ્ચે હવે તેવી સ્થિતિ ફરી બનતી જોવા મળી રહી છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર સંભવિત ગઠબંધનને લઈને અનિશ્ચિતતા વચ્ચે જોઈન્ટ લિસ્ટના ચેરમેન યૂસુફ ઝબરીને જણાવ્યુ કે નેતન્યાહુ વિરોધી પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે.

હમાસના હુમલા બાદ પ્રથમ ચૂંટણી

2023મા હમાસના હુમલા બાદ ઇઝરાયલમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી. પરિણામમાં નેતન્યાહુનો વિરોધ કરનાર યહૂદી-બહુમતવાળી પાર્ટીઓને 48 સીટો મળી છે. જ્યારે અરબ પાર્ટીઓને કુલ 19 સીટો મળી છે. જ્યારે નેતન્યાહુ ગઠબંધનને 53 સીટો મળી છે. તેમની પાસે પહેલા 68 સીટો હતી.

તમને જણાવી દઈએ કે 120 સભ્યોવાળી ઇઝરાયલી સંસદમાં કોઈપણ પાર્ટી બહુમત માટે જરૂરી 61 સીટના આંકડા સુધી પહોંચી શકી નથી. જો આઇસેનકોટના જૂથ અને અરબ પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થાય તો નેતન્યાહુ-વિરોધી જૂથને 67 સીટોનો સ્પષ્ટ બહુમત મળી શકે છે અને નેતન્યાહુએ પ્રધાનમંત્રી પદ છોડવું પડી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES