SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અરબ પક્ષો સાથે ડીલ નક્કી: ગાદી આઈજનકોટ બનશે ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી? નેતન્યાહૂની સત્તા સામે મોટો ખતરો

ઇઝરાયલની 2 અરબ પાર્ટીઓએ ગાદી આઇજનકોટને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ હર્ઝોગ સાથે મુલાકાતમાં આ પ્રસ્તાવ રાખવામાં આવશે. અરબ પાર્ટીઓનું કહેવું છે કે નેસેટના સ્પીકરને પહેલા હટાવવામાં આવશે.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 02:41 PM IST | Updated: Nov 03, 2026, 02:43 PM IST
Join

ઇઝરાયલમાં ચૂંટણી બાદ સરકાર રચનાને લઈને જારી ખેંચતાણ વચ્ચે તેલ અવીવથી એક નવા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે ઇઝરાયલની અરબ પાર્ટીઓ ગાદી આઇઝનકોટને બહારથી સમર્થન આપવા માટે તૈયાર છે. પરંતુ તેમણે એક શરત રાખી છે- નેસેટ (ઇઝરાયલી સંસદ) ના સ્પીકર અમીર ઓહાનાને પદ પરથી હટાવવા. આઇજનકોટ જો તે માટે તૈયાર થાય છે તો સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ શકે છે.

હારેત્ઝ પ્રમાણે બંને અરબ પાર્ટીઓનો પ્રથમ પ્રયાસ બેન્ઝામિન નેતન્યાહુને પ્રધાનમંત્રીની ખુરશીમાંથી નીચે ઉતારવાનો છે. તે માટે બંને પાર્ટીના નેતાઓએ સોમવાર (2 નવેમ્બર) એ એક બેઠક યોજી હતી.

અરબ પાર્ટી RA’AM ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે બહારથી સમર્થન આપવા તૈયાર છીએ. સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. જલ્દી રાષ્ટ્રપતિ સાથે અમારા નેતા મુલાકાત કરી શકે છે.

સૌથી પહેલા સ્પીકર અમીર ઓહાનેને હટાવવાની માગ

અરબ પાર્ટી જોઈન્ટ લિસ્ટે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે અમે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે. અમારી માગ છે કે ચેન્જ બ્લોકના નેતા સ્પીકરને પહેલા હટાવે. સરકાર બનાવવાની દિશામાં પ્રથમ પગલું હશે.

આ પણ વાંચોઃ ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો: ગુજરાતના એક નાવિકનું મોત, 13ને સુરક્ષિત બચાવ્યા

તો અરબ ગઠબંધન RA’AM તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચેન્જ બ્લોકની સરકાર ઇઝરાયલમાં બનવા જઈ રહી છે. બંને અરબ પાર્ટીની પાસે કુલ 19 સાંસદ છે. જો આઇજનકોટની સાથે તેઓ મળે છે તો તેની સંખ્યા 67 થઈ જશે.

ઇઝરાયલમાં સરકાર બનાવવા માટે 61 સભ્યોની જરૂર હોય છે. આ સમયે નેતન્યાહુ ગઠબંધનની પાસે 53 સભ્યો છે.

બુધવારથી સરકાર બનાવવાની કવાયત શરૂ થશે

ટાઇમ્સ ઓફ ઇઝરાયલ પ્રમાણે ઇઝરાયલના રાષ્ટ્રપતિ હર્ઝોગ બુધવારે એક-એક કરી બધી પાર્ટીઓ સાથે વાચચીત કરશે. હર્ઝોગ ત્યારબાદ કોઈ એક નેતાને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે. હર્ઝોગે એક નિવેદનમાં કહ્યું કે આપણે વધુ એક ચૂંટણીથી બચવાની જરૂર છે.

હર્ઝોગનો પ્રથમ પ્રયાસ બહુમતના આધારે નેતા પસંદ કરવાનો હશે. જો કોઈ દળ બહુમતી સાબિત ન કરી શકે તો અંતે ગૃહને ભંદ કરી દેવામાં આવશે. જો તેમ થાય તો આગામી ચૂંટણી સુધી નેતન્યાહુ વચગાળાના પ્રધાનમંત્રી રહી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES