SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"પેરીસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે": ફ્રાન્સની હિંસા પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, સરહદો સીલ કરવાની સલાહ

ફ્રાન્સમાં હિંસા અને આગકાંડ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમેન્યુઅલ મેક્રોં પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે દેશમાં જારી અશાંતિ માટે ઈમિગ્રેશનને જવાબદાર ઠેરવતા ફ્રાન્સની સરહદ બંધ કરવાની સલાહ આપી છે.

Written By Gokani Dhaval
Published: Oct 20, 2026, 08:29 AM IST | Updated: Oct 20, 2026, 08:32 AM IST
Join

ફ્રાન્સમાં વધતી હિંસા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની આલોચના કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે પેરિસ જલ્દી મુસ્લિમ શહેર બની જશે. તેમણે ફ્રાન્સમાં જારી હિંસા માટે ઇમિગ્રેશનને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે મેક્રોએ ઘણા સમય પહેલા દેશની સરહદો બંધ કરી દેવી જોઈતી હતી.

હકીકતમાં ફ્રાન્સમાં 5 લાખથી વધુ લોકો પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોને ઈજા પહોંચી હતી. પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. આ મામલા પર ટ્રમ્પે વ્હાઇસ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા કહ્યુ 'તે મારા મિત્ર છે. મેં તેમને પહેલા કહ્યું હતું કે તમે ફ્રાન્સને લઈને એક મોટી ભૂલ કરી રહ્યાં છો. તમે દુનિયામાંથી લોકોનો પ્રવેશ આપો છો.'

ટ્રમ્પે કહ્યું, ફ્રાન્સમાં વિશ્વભરમાંથી લોકો આવી રહ્યાં છે, જેમ કે તમે જાણો છો, પેરિસ ખુબ જલ્દી એક મુસ્લિમ શહેર બનવાનું છે અને આ કોઈ ડીલ નહોતી.

તોફાનોને કારણે લાખો લોકો થયા પ્રભાવિત

ફ્રાન્સના ઘણા શહેરોમાં તોફાનો થયા, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. શનિવારે આશરે 5,50,000 લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે તેને લઈને જાણકારી આપી છે. ગૃહ મંત્રાલય પ્રમાણે હિંસાથી પ્રભાવિત રહેલા આ પ્રદર્શન દરમિયાન કુલ 2397 લોકોની ધરપકડ કરવામાં આવી. તો 997 પોલીસ અધિકારી અને જવાનો ઈજાગ્રસ્ત થયા, જેમાં સાત ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે.

આ પણ વાંચોઃ હિંસા કરનાર ઉપદ્રવીઓએ પરિણામ ભોગવવા તૈયાર રહે, રાષ્ટ્રપતિ મેક્રોં એ આપી દીધી ચેતવણી

રાષ્ટ્રપતિએ કહ્યું- કાર્યવાહી થશે

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. વિરોધને કારણે દેશના ઘણા શહેર બંધ છે. કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રીની જવાબદારી માંગી

મેક્રોંએ ગૃહમંત્રી નુનેઝને હિંસાનો સામનો કરવાની તૈયારી અને ગુપ્ત માહિતી મેળવવામાં ચૂક વિશે પારદર્શિતા જાળવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે પલીસ કામગીરીની નવી પદ્ધતિ લાગૂ કરવાનું પણ કર્યું છે.

ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો કે કેટલાક મોટા શહેરોમાં અધિકારીઓએ નિયંત્રણ ગુમવી દીધું હતું. તેમણે સ્વીકાર્યું કે મોટા પાયા પર થયેલી તબાહીએ હિંસાને કંટ્રોલ કરવાની વ્યવસ્થામાં ગંભીર ખામીને ઉજાગર કરી છે.

આ વચ્ચે દક્ષિણપંથી નેશનલ રેલી પાર્ટીના અધ્યક્ષ જોર્ડન બાર્ડેલાએ સરકાર અને મેંક્રો પર ફ્રાન્સના નાગરિકોની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મતદારોને ચૂંટણી તાકાતનો ઉપયોગ કરી નેતૃત્વને જવાબદાર ઠેરવવાની અપીલ કરી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES