SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખાલિસ્તાની આતંકવાદી પન્નૂની હત્યાના ષડયંત્રમાં નિખિલ ગુપ્તાને 235 મહિનાની જેલની સજા

ન્યૂયોર્કની કોર્ટે 55 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 235 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સજા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચવામાં સક્રિય ભૂમિકા હોવા પર ફટકારવામાં આવી છે.

Written By Krupa Shah
Published: Nov 21, 2026, 07:46 IST | Updated: Nov 21, 2026, 07:49 IST
Join

ન્યૂયોર્કની કોર્ટે ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર કરવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને દોષી ગણાવી 235 મહિના એટલે કે 19 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા મામલે 20 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Goldy Brar: કેનેડાના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં ગોલ્ડી બરાર નંબર 1, કરોડોનું ઈનામ જાહેર

શું છે સમગ્ર મામલો

ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ધરપકડ 2023 માં ચેક રિપબ્લિક કરવામાં આવી હતી. ત્યારબાદ જૂન 2024 માં પ્રત્યાર્પણ પછી તેને અમેરિકા લાવવામાં આવ્યો અને તે જેલમાં કેદ હતો. ધરપકડ બાદ નિખિલ ગુપ્તાએ 3 ગુના કબૂલ કર્યા હતા જેમાં હત્યા માટે સોપારી આપવી, હત્યાનું ષડયંત્ર રચવું અને મની લોન્ડ્રિંગના આરોપનો સમાવેશ થાય છે. આ મામલે 20 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં તેને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નિખિલ ગુપ્તા પર આરોપ છે કે તેણે ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

નિખિલ ગુપ્તાએ 3 ગુના કબૂલ્યા

આ મામલે થયેલી તપાસ અનુસાર વર્ષ 2023 માં નિખિલ ગુપ્તાએ કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. તે લોકો પણ હત્યાના ષડયંત્રમાં સંડોવાયેલા હતા. આ મામલે વિકાસ યાદવને સહ આરોપી બનાવવામાં આવ્યો છે. જે હત્યા માટે શૂટરની વ્યવસ્થા કરવાનો હતો. હત્યા કરવા માટે 1 લાખ ડોલરની સોપારી આપવાની વાત પણ તપાસમાં સામે આવી હતી. જેમાંથી જૂન 2023 માં 15 હજાર ડોલર એડવાન્સ તરીકે આપવામાં પણ આપ્યા હતા. આ સમગ્ર મામલે તપાસ પછી થયેલી ધરપકડમાં નિખિલ ગુપ્તાએ 3 ગુના કબૂલ્યા હતા.

આ પણ વાંચો: 5 પોઈન્ટમાં સમજો દુનિયાની 3 મહાશક્તિઓની બેઠકમાં કઈ વાતોની ચર્ચા થઈ, પરમાણુ હથિયારનો મુદ્દો સૌથી મહત્વનો

કોણ છે ગુરપતવંત સિંહ પન્નૂ ?

ગુરુપતવંત સિંહને ભારત એ ખાલિસ્તાની આતંકવાદી જાહેર કર્યો છે. તે અમેરિકામાં સ્થિત સિખ્સ ફોર જસ્ટિસ સંગઠનનો પ્રવક્તા છે અને સલાહકાર છે. પન્નૂ ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલો છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ ભારત વિરોધી ગતિવિધિઓમાં પણ સંડોવાયેલો છે. પોતાના સંગઠનના માધ્યમથી ભારતમાં યુવાનોને ભડકાવવાનો પ્રયત્ન કરતો હોય છે. તેણે ભારતના ડિપ્લોમેટ્સને મારી નાખવાની ધમકીઓ પણ આપી છે. અમેરિકા અને કેનેડામાં હિંદૂ સમુદાયોને પણ ધમકીઓ આપી ચુક્યો છે. તેણે એર ઈંડિયા સહિતના વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી છે. ભારત સરકારે 2020 થી પન્નૂને આતંકવાદી ઘોષિત કર્યો છે.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES