પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ ભડકે બળશે, એક નવા મહાયુદ્ધની આગ વકરી : એનર્જી વૉરની થશે આ આડઅસરો
Saudi Aramco Attack : ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો છેલ્લા બે અઠવાડિયાથી સતત હુમલાઓ કરી રહ્યા છે. તેમણે સાઉદી અરેબિયાના અનેક ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં છે. તેના જવાબમાં હવે સાઉદી અરેબિયાએ હૂતી ઠેકાણાઓ પર હુમલાઓ તેજ કર્યા છે. યુદ્ધમાં આ એક સામાન્ય વ્યૂહરચના છે. જ્યારે દુશ્મન હાવી થવાનો પ્રયાસ કરે છે, ત્યારે વળતો હુમલો વધુ તીવ્ર કરવો પડે છે. પરંતુ હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચેના આ યુદ્ધમાં સૌથી ખતરનાક બાબત એ છે કે બંને પક્ષો એવા ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે. આ ટાર્ગેટ છે-તેલ અને ગેસનો ભંડાર. તેનાથી સમગ્ર દુનિયા સામે કેટલું મોટું સંકટ ઊભું થઈ શકે છે.
Middle East War : હૂતી બળવાખોરોના રોકેટ અને બેલિસ્ટિક મિસાઇલોથી થયેલા હુમલા બાદ આગની ભયાનક જ્વાળાઓમાં ઘેરાયેલાં સાઉદી અરેબિયાનાં બે ઠેકાણાં. પહેલું છે સાઉદી અરેબિયાનો અરામકો ગેસ અને ઓઈલ પ્લાન્ટ, અને બીજું છે દમ્મામ એરપોર્ટ. હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાનાં બે મહત્ત્વનાં ઠેકાણાં તબાહ કરી નાખ્યાં છે.
ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો
સાઉદી અરેબિયાનાં મહત્ત્વનાં ઠેકાણાઓને નિશાન બનાવ્યાં
છેલ્લા એક અઠવાડિયામાં હૂતી બળવાખોરોએ જે રીતે સાઉદી અરેબિયાનાં મહત્ત્વનાં ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે. તે જોતાં સાઉદી અરેબિયાનું સમગ્ર એર ડિફેન્સ અને વળતા હવાઈ હુમલાઓનું તંત્ર નિષ્ફળ થતું દેખાઈ રહ્યું છે. પરંતુ હવે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હૂતી બળવાખોરોને પાઠ ભણાવવા માટે સૌથી મોટી યોજના બનાવી છે. આ સાથે જ સૈનિકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.
યમનની રાજધાની સનામાં આવેલા મહત્ત્વના તેલનાં ઠેકાણાઓ પર હુમલાઓ
આ વીડિયો મોહમ્મદ બિન સલમાનના એ જ એલાનનો પુરાવો છે. સાઉદી એરફોર્સે યમનની અંદર હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળનાં તેલ અને ગેસનાં ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના જણાવ્યા અનુસાર, યમનની રાજધાની સનામાં આવેલા મહત્ત્વના તેલનાં ઠેકાણાઓ પર થયેલા હુમલા તો માત્ર શરૂઆત છે. સેનાએ હૂતી બળવાખોરોના કબજા હેઠળના સમગ્ર વિસ્તારમાં તેલનાં ઠેકાણાઓ અને ડેપોને સંપૂર્ણપણે તબાહ કરવાની ચેતવણી આપી છે..
દુનિયામાં સૌથી ભયાનક એનર્જી વૉર શરૂ થવાનો ડર
સાઉદી ગઠબંધનના આ આક્રમક વલણ બાદ ખાડી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું આ પગલું અત્યાર સુધીનો સૌથી ખતરનાક નિર્ણય સાબિત થઈ શકે છે. જો સાઉદી ગઠબંધન યમનમાં તેલનાં ઠેકાણાઓ પર હુમલા કરે છે, તો દુનિયામાં સૌથી ભયાનક એનર્જી વૉર શરૂ થઈ શકે છે અને તેલનો પુરવઠો પહેલેથી જ વધુ જોખમમાં મુકાઈ શકે છે.
Saudi Arab: સાઉદીમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલો, લોકોમાં ભયનો માહોલ
અરબમાં એનર્જી વૉરની આડઅસરો
- અરબમાં યુદ્ધ તેજ થતાં જ સૌથી પહેલાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી વધારો થશે
- સાઉદી અરામકો અને યમનનાં ઠેકાણાઓ પર એકસાથે હુમલા થયા બાદ આવી આશંકા ઊભી થઈ છે
- તેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ પર પડશે
- કારણ કે લાલ સમુદ્ર અને પર્સિયન ગલ્ફનો વિસ્તાર દરિયાઈ પરિવહન અને ઊર્જાના પુરવઠાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે
- હૂતી બળવાખોરોના હુમલાઓ અને તેલનાં ઠેકાણાઓની તબાહીને કારણે માલસામાનની હેરફેરનો ખર્ચ અનેકગણો વધી શકે છે
- સૌથી ખતરનાક બાબત એ છે કે જો આ સંઘર્ષ વધુ વકરશે, તો તે માત્ર યમનની સરહદો સુધી મર્યાદિત નહીં રહે
તેમાં ઈરાન સમર્થિત અન્ય બળવાખોર જૂથો અને અમેરિકાના નેતૃત્વ હેઠળની ગઠબંધન સેનાની સીધી એન્ટ્રી થઈ શકે છે. તેના કારણે સમગ્ર મધ્યપૂર્વ એક મોટા મહાયુદ્ધની આગમાં ઝુલસી શકે છે. હૂતી હુમલાઓમાં સાઉદી અરેબીનાં તેલનાં આવાં ગોડાઉન અને અનેક રિફાઇનરીઓ તબાહ થઈ ચૂકી છે. નુકસાન એટલું મોટું છે કે આગામી દિવસોમાં સાઉદી અરેબિયાની ક્રૂડ ઓઇલની નિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે.
હૂતી બળવાખોરોને કારણે સંકટમાં સાઉદી અરેબિયા
- હુમલાઓને કારણે ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઇન તાત્કાલિક અસરથી બંધ કરવી પડી છે
- આ ઉપરાંત કિંગ ખાલિદ એરબેઝ જેવા મહત્ત્વના સૈન્ય ઠેકાણાને પણ તબાહ કરી દેવામાં આવ્યું છે
- લાલ સમુદ્રમાંથી પસાર થતી સાઉદી અરેબિયાની તેલ પાઇપલાઇનને ઉડાવી દેવામાં આવી છે
- હૂતી બળવાખોરો બાબ અલ-મંદેબ નજીક આવેલા અનેક વ્યૂહાત્મક ટાપુઓ પર કબજો કરી ચૂક્યા છે
- આ ટાપુઓ પરથી હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાનાં તેલનાં ટેન્કરો અને જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
હૂતી બળવાખોરોએ યમનના પશ્ચિમ કિનારે આવેલા લાલ સમુદ્રના વિસ્તારમાં ઝડપથી પોતાનો કબજો વધાર્યો છે. આ બંને ટાપુઓ બાબ અલ-મંદેબ સ્ટ્રેટથી આશરે 160 કિલોમીટર ઉત્તર તરફ આવેલા છે. હવે સાઉદી અરેબિયા હૂતી બળવાખોરોને આ વિસ્તારમાંથી હટાવવા માટે હુમલાઓ તેજ કરી રહ્યું છે. એટલે કે, ખાડી વિસ્તારમાં યુદ્ધનો એક નવો મોરચો ખુલી ગયો છે.