બોલ્સોનારો ચિત, ટ્રમ્પને ઝટકો: બ્રાઝિલમાં કમબેક કિંગ લુલા દા સિલ્વાએ રચ્યો ઈતિહાસ, ભારત માટે છે સારા સંકેત
Brazil Presidential Election : બ્રાઝિલમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 વર્ષીય લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ શાનદાર જીત મેળવીને ચોથી વખત સત્તા હાંસલ કરી છે. લુલાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવ્યા છે. આ હારને ટ્રમ્પ માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ, ભારત સાથેના રાજદ્વારી અને વેપારી સંબંધોની દ્રષ્ટિએ પણ લુલાની જીત અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
80 વર્ષીય લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ ચોથી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. લુલાની જીત બાદ તેમના સમર્થકો બેનરો, પોસ્ટરો અને ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમર્થકોએ જોરદાર ઉજવણી કરી હતી. માત્ર સમર્થકો જ નહીં, પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા પણ જીતની ખુશીમાં ઝૂમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અનેક સમર્થકો હાજર હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી..
- ચોથી વખત લુલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ
- બ્રાઝિલમાં લુલાના સમર્થકોનો રસ્તા પર જશ્ન
- અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો
આ ચૂંટણીની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ રહી કે લુલા દા સિલ્વાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને સમર્થક ગણાતા ફ્લાવિયો બોલ્સોનારોને હરાવ્યા છે..
અમારા હથિયારોને રોકવા મુશ્કેલ નહીં અશક્ય હશે, ઈરાનની ધમકી ઈઝરાયેલને એક કલાકમાં ખાક કરી દઈશું
પ્રથમ તબક્કામાં લુલા પાછળ રહ્યા
- ફ્લાવિયો બોલ્સોનારોને 47 ટકા મત મળ્યા
- લુલા દા સિલ્વાને 45.16 ટકા મત મળ્યા
- બીજા તબક્કામાં લુલાએ બાજી પલટી
- લુલા દા સિલ્વાને 51.8 ટકા મત મળ્યા
- ફ્લાવિયો બોલ્સોનારોને 48.2 ટકા મત મળ્યા
ટ્રમ્પના સમર્થક ઉમેદવારને હરાવ્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ અમેરિકી રાષ્ટ્રપતિનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. ચૂંટણીનું એક મહત્ત્વપૂર્ણ પાસું અમેરિકા સાથેના બ્રાઝિલના સંબંધો છે. ફ્લાવિયો બોલ્સોનારોએ વોશિંગ્ટન સાથેના ગાઢ સંબંધો અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વધુ સારા કરારો કરવાનું વચન આપ્યું હતું. તેનાથી વિપરીત, લુલા અમેરિકાની વેપાર નીતિઓ અને બ્રાઝિલની નિકાસ પર લાદવામાં આવેલા ટેરિફની સતત ટીકા કરતા રહ્યા છે.
બોલ્સોનારોએ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાનો ઈનકાર કર્યો
બીજી તરફ, જમણેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોએ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાનો ઈનકાર કર્યો છે એટલું જ નહીં, તેમણે ચૂંટણી રદ કરવાની માગણી કરી છે અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો પણ કર્યા છે.
- બ્રાઝિલમાં લુલાની જીતથી ટ્રમ્પને ઝટકો
- લુલાના સમર્થકોનો રસ્તા પર જશ્ન
- લુલાએ ટ્રમ્પના સમર્થક ઉમેદવારને હરાવ્યા
- ટ્રમ્પના રાજકીય પ્રભાવને બ્રાઝિલમાં મોટો પડકાર
- ચૂંટણી જીત્યા પરંતુ લૂલા સામે છે અનેક પડકાર
ઈરાન અને તુર્કિએના શહેરો પર કબજાથી લઈને ખજાના સુધી..., 2027ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, જાણો
લુલા દા સિલ્વા વર્ષ 2002થી 2010 સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સતત બે વખત રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે પદ છોડ્યું હતું. લુલાની રાજકીય સફર અનેક ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. વર્ષ 2018માં ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલમાં જવું પડ્યું હતું. જોકે, બાદમાં તેમની સજા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2022ની ચૂંટણી લડી અને ફરી રાષ્ટ્રપતિ બન્યા હતા.
લુલા દા સિલ્વાની જીતને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. ટ્રમ્પ ઇચ્છતા હતા કે ફ્લાવિયો બોલ્સોનારો ચૂંટણી જીતે, પરંતુ તેમનો દાવ સફળ રહ્યો નહીં. બીજી તરફ, લુલાની જીત ભારત માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
લૂલાની જીત ભારત માટે મહત્વની કેમ ?
| ભારત-બ્રાઝિલ સંબંધોને મળશે નવી મજબૂતી | 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે |
| BRICSમાં વિકાસશીલ દેશોનો અવાજ મજબૂત બનશે | બ્રાઝિલ પાસેથી તેલ ખરીદવાથી અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે |
| ખનિજ, દવા અને ડિજિટલ ક્ષેત્રે સહયોગ વધશે | BRICS સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને બ્રાઝિલનો સહયોગ મળશે |
બ્રાઝિલની સંસદમાં જમણેરી પક્ષો મજબૂત સ્થિતિમાં
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પણ લુલા માટે સરકાર ચલાવવી સરળ નહીં હોય. બ્રાઝિલની સંસદમાં જમણેરી પક્ષો મજબૂત સ્થિતિમાં છે. બોલ્સોનારોની લિબરલ પાર્ટી અને તેના સહયોગીઓને નીચલા ગૃહમાં 280થી વધુ બેઠકો અને સેનેટમાં 50 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે.
આવી સ્થિતિમાં લુલાએ પોતાના નિર્ણયોનો અમલ કરાવવા માટે અન્ય રાજકીય પક્ષોનો સહયોગ મેળવવો પડશે. સરકારી ખર્ચ અને ગરીબોને આપવામાં આવતી સહાય જેવા મુદ્દાઓ પર સંસદમાં ટકરાવ થવાની શક્યતા છે.
સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ
એવામાં વિરોધી પક્ષોની મજબૂત સ્થિતિ લુલા માટે મોટો પડકાર બની શકે છે. ચૂંટણીમાં જીત મેળવીને લુલાએ સત્તા તો હાંસલ કરી છે, પરંતુ પોતાના વચનો પૂરાં કરવા માટે તેમણે સંસદમાં પણ રાજકીય લડાઈ લડવી પડશે.