SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બે મહિલાઓ સાથે અફેર, ચીન કનેક્શન... ખતરામાં Nvidia CEO જેનસન હુઆંગની ખુરશી!

Nvidia ના CEO જેનસન હુઆંગ અંગત સંબંધ અને ચીન સાથે જોડાયેલા આરોપોને લઈને વિવાદમાં છે. કંપનીનું બોર્ડ તેમને પદ પરથી હટાવવા પર વિચાર કરી રહ્યું છે. આ વચ્ચે કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે.

Written By Gokani Dhaval
Published: Nov 12, 2026, 08:12 AM IST | Updated: Nov 12, 2026, 08:14 AM IST
Join

દુનિયાની સૌથી મોટી ચિપ બનાવનારી કંપનીઓમાં સામેલ Nvidia ના સીઈઓ જેનસન હુઆંગની ખુરશી ખતરામાં છે. કંપનીનું બોર્ડ બેઠક કરી તેમને પદ પરથી હટાવવાનો નિર્ણય કરી શકે છે. તેમના અંગત સંબંધ અને ચીનની એક કારોબારી મહિલા સાથે કથિત સંબંધને લઈને વિવાદ વધી ગયો છે. રોયટર્સે કંપની સાથે જોડાયેલા એક વ્યક્તિના હવાલાથી આ જાણકારી આપી છે.

63 વર્ષના જેનસન હુઆંગે 1993મા Nvidia ની શરૂઆત કરી હતી. તેમણે તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ચિપ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની બનાવી દીધી. કંપનીની વેલ્યુ આશરે 4 લાખ કરોડ ડોલર છે. તેવામાં તેમને હટાવવાથી કંપનીમાં નેતૃત્વનું સંકટ ઉભું થઈ શકે છે.

બે મહિલાઓ સાથે સંબંધને લઈને વિવાદ

વિવાદની શરૂઆત ચીની કારોબારી મહિલા એલિસ હુઆંગની સાથે જેનસનના કથિત સંબંધના સમાચારોથી થઈ હતી. અમેરિકી ગુપ્તચર એજન્સીને શંકા છે કે એલિસે Nvidia ની ચિપ ચીનની કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

બુધવારે ન્યૂયોર્ક ટાઇમ્સે અન્ય એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો કે જેનસનનું Nvidia ની હેલ્થકેર ડિપાર્ટમેન્ટની ઉપ પ્રમુખ કિમ્બર્લી પોવેલની સાથે પણ અફેર હતું. રિપોર્ટમાં કંપનીમાં કામ કરી ચુકેલા પાંચ લોકોના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો. જોકે રોયટર્સ તેની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ કરી શક્યું નથી. જેનસને આ મામલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. Nvidia અને પોવેલે પણ તેનો કોઈ જવાબ આપ્યો નથી.

જેનસને રવિવારે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં પત્ની પ્રત્યે બેવફાઈનો સ્વીકાર કર્યો અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી. પરંતુ તેમણે કોઈનું નામ લીધું નથી. આ દિવસે કંપનીના બોર્ડે તપાસ શરૂ કરી કે કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીએ જેનસનને નિશાન તો બનાવ્યા નથીને. આ તપાસની જવાબદારી સ્વતંત્ર ડિરેક્ટર અને બહારના વકીલોને આપવામાં આવી છે.

શેરમાં ઘટાડો, 600 અબજ ડોલરનું નુકસાન

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ બાદ Nvidia ના શેરમાં 8 ટકા જેટલો ઘટાડો થયો છે. આ સપ્તાહે કંપનીના બજાર મૂલ્યમાં આશરે 600 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તો તેની વિરોધી કંપનીઓ AMD અને Broadcom ના શેરમાં 4 અને 3 ટકાનો વધારો થયો છે.

જેનસનની પાસે એનવીડિયામાં આશરે 3.6 ટકા શેર છે. કંપનીના ઘણા મોટા અધિકારી સીધો તેમને રિપોર્ટ કરે છે. હાલ તેમના કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેનસનનું સમર્થન કર્યું છે અને તેમને સન્માનિત વ્યક્તિ ગણાવ્યા છે. તો ચીનને ચિપ મોકલવાના આરોપો પર અમેરિકી સંસદ તેમની બંધ રૂમમાં પૂછપરછ કરી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES