SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જેન્સન હુઆંગ ફરી બનશે Nvidia ના CEO? એલન મસ્ક સહિત ટેક જગતના દિગ્ગજોએ શરૂ કરી ઝુંબેશ

Nvidia ના પૂર્વ CEO જેન્સન હુઆંગ ફરી કંપનીની કમાન સંભાળવા પર વિચાર કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ટેક્નોલજીની દુનિયાના અનેક દિગ્ગજ તેમની વાપસી માટે મુહિમ ચલાવી રહ્યાં છે. ઈલોન મસ્કે પણ તેમની વાપસીનું સમર્થન કર્યું છે.

Written By Gokani Dhaval
Published: Nov 16, 2026, 08:13 AM IST | Updated: Nov 16, 2026, 08:15 AM IST
Join

દુનિયાની દિગ્ગજ ચિપ કંપની Nvidia ના પૂર્વ CEO જેન્સન હુઆંગ ફરી કંપનીની કમાન સંભાળી શકે છે. રાજીનામું આવ્યાના માત્ર થોડા દિવસ બાદ તેમની વાપસીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે સિલિકોન લેવીના ઘણા મોટા ટેક્નોલોજી દિગ્ગજ અને ઈન્વેસ્ટરે તેમને ફરી CEO બનાવવા માટે કંપની બોર્ડ પર દબાણ ઉભું કરી રહ્યાં છે. આ ઝુંબેશમાં અમેરિકાના વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાઈનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે હુઆંગે પોતાના નજીકના લોકો સાથે એનવીડિયામાં વાપસીની સંભાવના પર વાતચીત કરી છે. તેમના એક સહયોગીએ જણાવ્યું કે સિલિકોન વેલીના કેટલાક અધિકારી અને કારોબારી મળી એક વોર રૂમ તૈયાર કરી રહ્યાં છે. તેમનો ઉદ્દેશ્ય કંપનીના બોર્ડને હુઆંગની વાપસી માટે મનાવવાનો છે. આ મુહિમને ખુદ હુઆંગનું સમર્થન મળવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે એનવીડિયા કે હુઆંગ તરફથી આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો-એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ 50 વર્ષ જુની, સિસ્ટમ અપગ્રેડ કરવા કોંગ્રેસએ ફંડ આપવાની જરૂર

એલન મસ્ક અને ટિમ સ્વાનીએ પણ કર્યું સમર્થન

હુઆંગની વાપસીની માંગને ટેક ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોનું સમર્થન મળ્યું છે. ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમુખ એલન મસ્ક અને એપિક ગેમ્સના CEO ટિમ સ્વિનીએ પણ એનવીડિયા બોર્ડમાં તેમને પરત લાવવાની અપીલનું સમર્થન કર્યું છે.

આ સિવાય અલ્ટીમીટર કેપિટલનજા સંસ્થાપક બ્રેડ ગેસ્ટર્નજર અને એટ્રાઇડ્સ મેનેજમેન્ટના સીઈઓ ગેવિન બેકરે પણ બોર્ડને ખુલ્લો પત્ર લખી તમામ વિકલ્પો પર વિચાર કરવાની માંગ કરી છે. તેમાં જેન્સન હુઆંગની વાપસીનો વિકલ્પ પણ સામેલ છે. રોકાણકારોનું કહેવું છે કે લાંબા સમય સુધી તેમના નેતૃત્વમાં કંપનીએ અસાધારણ સફળતા હાસિલ કરી છે. તેવામાં નેતૃત્વ પરિવર્તનને લઈને ઉતાવળ ન કરવી જોઈએ.

12 નવેમ્બરે આપ્યું હતું રાજીનામું

મહત્વનું છે કે જેન્સન હુઆંગે 12 નવેમ્બરે એનવીડિયાના સીઈઓ, અધ્યક્ષ અને બોર્ડ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ આશરે 33 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. તેમના રાજીનામા બાદ કંપનીના સીએફઓ કોલેટ ક્રેસને વચગાળાના સીઈઓની જવાબદારી સોંપવામાં આવી છે.

Nvidia ના બોર્ડે સ્થાયી સીઈઓની નિણૂંક માટે પ્રક્રિયા શરૂ કરવાની વાત કહી હતી. કંપનીએ કહ્યું હતું કે આ પ્રક્રિયામાં આંતરિક અને બહારના બંને ઉમેદવારો પર વિચાર કરવામાં આવશે.

હકીકતમાં હુઆંગનું રાજીનામું અંગત સંબંધોને લઈને આવેલા રિપોર્ટ્સ બાદ આવ્યું હતું. તેમાં એક મહિલા સાથે કથિત સંબંધનો ઉલ્લેખ હતો, જેના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એક અન્ય સંબંધને લઈને પણ રિપોર્ટ્સ સામે આવ્યો હતો. આ ખુલાસા બાદ એનવીડિયાના કામકાજ અને ચીનને AI ચિપ્સના વેચાણ સાથે જોડાયેલાજ નિયમોના પાલન પર સવાલ ઉઠવા લાગ્યા. કંપનીનું બોર્ડ આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES