Donald Trump: ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ છે કારણ કે મે ઈરાનને રોક્યું, ડોનાલ્ડ ટ્રંપનો દાવો
Donald Trump: ડોનાલ્ડ ટ્રંપ એ એક મુલાકાત દરમિયાન કહ્યું છે કે તેના કારણે ઈઝરાયલનું અસ્તિત્વ છે. જો તેણે ઈરાનને રોક્યું ન હોત તો ઈઝરાયલ નેસ્તનાબૂદ થઈ ગયું હોત.
Donald Trump: આપણે ત્યાં કહેવત છે ને કે વરના વખાણ વરની માં જ કરે... એવું જ કંઈ અમેરિકાના રાષ્ટ્રપતિએ કર્યું છે. તાજેતરમાં તેમણે એક મુલાકાતમાં ઈઝરાયલનું અસ્તિત્વ તેના કારણે છે તેવું જાહેર કરી પોતાના વખાણ પોતે જ કર્યા હતા. આમ તો ટ્રંપ પોતાના વખાણ અગાઉ પણ ઘણીવાર કરી ચુક્યા છે પણ આ વખતે તો ઈઝરાયલ મામલે બધો જ જશ પોતાના નામ કરી લીધો.
આ પણ વાંચો: દોસ્ત દોસ્ત ના રહા ! દર વર્ષે ઇઝરાયલને મળતી 4 અરબ ડોલરની મદદ બંધ કરવાની ટ્રંપની ઘોષણા
ટ્રંપનું ઈઝરાયલ મામલે નિવેદન
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ એવો દાવો કર્યો છે કે તેના કારણે જ ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ છે. પોતાના વખાણ કરતાં ટ્રંપ એ કહ્યું કે તેણે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોક્યું છે જેના કારણે આજે ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ છે નહીં તો નકશામાંથી મિડલ ઈસ્ટ ગાયબ થઈ ગયું હોત. ટ્રંપનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે ચુંટણીમાં ટ્રંપને જે હારનો સામનો કરવો પડ્યો તે પણ ઈરાન સાથેના યુદ્ધના કારણે છે.
ડોનાલ્ડ ટ્રંપએ ટ્રુથ સોશિયલ પર પણ આ વાત લખી છે. તેમણે લખ્યું છે કે જો તેણે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોક્યું ન હોત તો ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ જ ન હોત. આ વાત સાચી છે તે સૌ કોઈ જાણે છે પણ બોલતું નથી. આ પહેલા પણ ઈઝરાયલને બચાવવાનો જશ ટ્રંપએ પોતે લીધો હતો. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ન હોત તો ઈઝરાયલનું અસ્તિત્વ જ ન હોત.
ઈઝરાયલની આર્થિક મદદ બંધ
મહત્વનું છે કે અમેરિકામાં થયેલી ચૂંટણી પછી ઘણા મોટા ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામ પહેલા જ ઈઝરાયલ મામલે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયલને દર વર્ષે થતી 3.8 અરબ ડોલરની સૈન્ય મદદ બંધ કરવાની ઘોષણા સૌથી મુખ્ય છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે આર્થિક સહાયતા માટે 10 વર્ષની સમજૂતી થઈ હતી. તેમ છતાં આ મદદ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રંપ એ કહ્યું છે કે ઈઝરાયલને હવે મદદની જરૂર નથી.