SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Iran Warning: ઈરાનની અમેરિકાને ચેતવણી, હુમલો થયો તો અમેરિકાના ઠેકાણા પણ બચશે નહીં

Iran Warning To America: અમેરિકા માટે ઈરાન એ ચેતવણી જાહેર કરી છે. ઈરાન એ સ્પષ્ટ કરી દીધું છે કે જો અમેરિકા હવે હુમલો કરશે તો તેનો જવાબ એવી રીતે આપવામાં આવશે જે અમેરિકાને ભારે પડી જશે.

Written By Krupa Shah
Published: Nov 12, 2026, 08:00 AM IST | Updated: Nov 12, 2026, 08:02 AM IST
Join

Iran Warning To America: ઈરાન દ્વારા અમેરિકાને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. ઈરાન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો હવે અમેરિકા કોઈ નવો હુમલો કરશે તો તેનો જવાબ ઈરાન એવી રીતે આપશે જેને અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે. ઈરાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકાના ઠેકાણા પણ સુરક્ષિત નહીં બચે. આ વાત ઈરાનાના રાષ્ટ્રીય સુરક્ષા પર પરિષદના મહાસચિવ મોહસેન રજાઈએ કરી છે.

અમેરિકી ઠેકાણા ને પણ નિશાન બનાવવામાં આવશે

ઈરાન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો હવે ઈરાન પર હુમલો થશે તો ઈરાન યુરોપ અને અમેરિકાના એવા વિસ્તારો જ્યાં તેમના સૈન્ય ઠેકાણા છે તેના પર હુમલો કરી દેશે. ઈરાન પર થયેલા હુમલા મામલે ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ મોહસેન એ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તહેવાર પર હુમલાની જવાબી કાર્યવાહીમાં ઈરાનની નજીક આવેલા અમેરિકાના જ નહીં પરંતુ દૂર આવેલા અમેરિકી ઠેકાણા ને પણ નિશાન બનાવવામાં આવશે.

ઈરાન આંકરા મિજાજમાં

એક મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમેરિકી વિમાન ઈરાન પર બોમ્બ વરસાવવા કોઈ પણ અમેરિકા સૈન્ય એરપોર્ટથી ઉડાન ભરશે તે સૈન્ય ઠેકાણા પર ઈરાન હુમલો કરશે. અમેરિકા પર હુમલાની કાર્યવાહીમાં અમેરિકાની નજીકની જગ્યાઓ જ નહીં પરંતુ અન્ય દુરના સૈન્ય ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવશે. રેજાઈએ આકરા મિજાજમાં કહી દીધું હતું કે હવે ઈરાન પણ પાછળ નહીં હટે, અમેરિકાને એવો જવાબ આપવામાં આવશે જે અમેરિકા ભૂલી નહીં શકે.

મુલાકાત દરમિયાન ઈરાનના મહાસચિવ મોહસેન એ એવું પણ કહી દીધું કે અમેરિકાને લાગે છે કે તેના કેટલાક દ્વીપ સુધી અમારી મિસાઈલ નહીં પહોંચી શકે પરંતુ જો ઈરાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકાની એવી જગ્યાઓ પણ સુરક્ષિત નહીં રહે. મહત્વનું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે. શરૂઆતમાં અમેરિકા અને ઇઝરાયલ એ ઈરાન પર હુમલા કર્યા હતા જેના જવાબમાં ઈરાન એ પણ બંને દેશોના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી એટેક કર્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES