SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો! 57 ઉમેદવારો મેદાનમાં, ગવર્નરથી લઈને મેયર સુધીની રેસમાં આપશે ટક્કર

Indian Candidates in US Mid Term Election: અમેરિકીની રાજનીતિમાં આ સમયે મોટી હલચલ જોવા મળી રહી છે. મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 57 ભારતીય મૂળના ઉમેદવારો મેદાનમાં છે અને તેઓ અલગ-અલગ પદો માટે લડી રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે તેમાંથી કેટલાને સફળતા મળે છે.

Written By Gokani Dhaval
Published: Nov 02, 2026, 01:43 PM IST | Updated: Nov 02, 2026, 01:44 PM IST
Join

અમેરિકાની રાજનીતિમાં આ વખતે ભારતીય મૂળના ઉમેદવારોની ઉપસ્થિતિ ખાસ ચર્ચામાં છે. ચૂંટણી મુકાબલો માત્ર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ વચ્ચે નહીં, પરંતુ ભારતીય-અમેરિકી સમુદાયની વધતી રાજકીય તાકાતની પરીક્ષા થવા જઈ રહી છે. 3 નવેમ્બરે યોજાનાર મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 57 ઉમેદવાર અલગ-અલગ પદ માટે પોતાનું ભાગ્ય અજમાવશે. તેમાં ગવર્નર, સીનેટર, સાંસદથી લઈને સ્થાનિક સંસ્થાઓના પદ સામેલ છે.

22 રાજ્યોમાં 36 ભારતીય મૂળના ઉમેદવાર રાજ્ય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી રહ્યાં છે. કેલિફોર્નિયા, ઇલિનોય અને ન્યૂયોર્કમાં સૌથી વધુ ઉમેદવાર છે. આ ચૂંટણી દ્વારા ભારતીય-અમેરિકી સમુદાયની રાજનીતિક ભાગીદારી અને પ્રતિનિધિત્વની એક નવી તસવીર સામે આવી શકે છે. જોકે અંતિમ નિર્ણય અમેરિકી મતદાતાઓના હાથમાં હશે.

આ પણ વાંચોઃ Florida Plane Crash: ફ્લોરિડામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, આગનો ગોળો બનેલા પ્લેનમાં સવાર 9 લોકોના મોત

અલગ-અલગ પદ માટે ઉભા છે ભારતીય ઉમેદવાર

ઓહાયોમાં ગવર્નર પદ માટે ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામીથી લઈને લોસ એન્જલસમાં મેયર પદના દાવેદાર નિત્યા રકમ સુધી, ઘણા મોટા ચહેરા ચૂંટણી મુકાબલામાં સામેલ છે. આ ચૂંટણીના પરિણામ તે પણ દર્શાવશે કે અમેરિકી મતદાતાઓ વચ્ચે ભારતીય મૂળના નેતાઓની સ્વીકાર્યતા ક્યા સ્તર સુધી પહોંચે છે. આઈએએનએસ તરફથી દેશભરના ઉમેદવારોની એકત્ર કરવામાં આવેલી જાણકારી પ્રમાણે આ 57 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર સીનેટ, 11 પ્રતિનિધિ સભા, ત્રણ રાજ્યવ્યાપી પદો, 36 રાજ્ય વિધાનમંડળ અને 6 સ્થાનિક પદ માટે ચૂંટણી લડી રહ્યાં છે. આ યાદીમાં માત્ર તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેની ભારતીય મૂળની ઓળખની પુષ્ટિ થઈ છે. આ સિવાય 15 સંભવિત ઉમેદવાર એવા પણ છે, જેની ઓળખની પુષ્ટિ થઈ શકી નથી.

કેટલીક સીટો પર ભારતીયો vs ભારતીયોનો મુકાબલો

ઓહાયોમાં રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીનો મુકાબલો ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટન સાથે છે. તો લોસ એન્જલસમાં નિત્યા રતમ વર્તમાન મેયર કરેન બાસને પડકાર આવી રહ્યાં છે. બંને મુકાબલા પર રાજકીય વિશ્લેષકો અને મતદાતાઓની નજર બનેલી છે. ન્યૂયોર્કમાં સરિતા કોમાટિરેડ્ડી એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સ વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. મેરીલેન્ડમાં  લેફ્ટિનેન્ટ ગવર્નર અરૂણા મિલર પણ બીજીવાર જીત હાસિલ કરવાના પ્રયાસમાં છે. તો મેસેચ્યુસેટ્સમાં શિવા અય્યારુદરઈ અપક્ષ ઉમેદવાર તરીકે સીનેટ ચૂંટણીમાં ઉતર્યા છે. પ્રતિનિધિ સભા ચૂંટણીમાં રો ખન્ના, અમી બેરા, પ્રમિલા જયપાલ અને સુહાસ સુબ્રમણ્યમ જેવા વર્તમાન સાંસદ પણ પોતાની સીટ બચાવવા માટે મેદાનમાં છે. કેટલીક સીટો પર ભારતીય મૂળના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES