SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આકાશમાં ભારતનું 'અભેદ્ય ચક્રવ્યૂહ': ઈઝરાયેલ સાથે ₹8,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ અને DRDOનો 'સુખોઈ' માસ્ટર પ્લાન!

India-Israel Defense Deal : આકાશી યુદ્ધમાં ભારત હવે એવું અભેદ્ય ચક્રવ્યૂહ રચી રહ્યું છે. જેની સામે દુશ્મનની દરેક ચાલ નિષ્ફળ સાબિત થશે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે આશરે 8,000 કરોડ રૂપિયાની મેગા ડિફેન્સ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ડીલથી ડ્રેગન એટલે કે ચીન અને પાકિસ્તાનની ચિંતામાં વધારો થવો નક્કી છે તો બીજી તરફ DRDOએ પણ સુખોઈ ફાઈટર જેટને હાઇટેક બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જુઓ આ વિશેષ અહેવાલ....

Written By Karan Rajput
Published: Nov 02, 2026, 05:32 PM IST | Updated: Nov 02, 2026, 05:33 PM IST
Image Credit: Ai Image
Join

Indian Air Force : આકાશી યુદ્ધમાં ભારત હવે એવું અભેદ્ય ચક્રવ્યૂહ રચી રહ્યું છે...જેની સામે દુશ્મનની દરેક ચાલ નિષ્ફળ સાબિત થશે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે આશરે 8,000 કરોડ રૂપિયાની મેગા ડિફેન્સ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ મહાડીલથી ડ્રેગન એટલે કે ચીન અને પાકિસ્તાનની ચિંતામાં વધારો થવો નક્કી છે. બીજી તરફ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDOએ ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી ફાઇટર જેટ Su-30MKI માટે એક અત્યંત શક્તિશાળી સ્વદેશી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

સૌપ્રથમ વાત કરીએ આકાશમાં ભારતની તાકાત અનેક ગણી વધારનારી એ મહાડીલની, જે ભારત અને ઈઝરાયેલની ગાઢ મિત્રતાનું વધુ એક ઉદાહરણ બનવા જઈ રહી છે. ભારત અને ઈઝરાયેલની સરકારી સંરક્ષણ કંપની ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે IAI વચ્ચે આશરે 900 મિલિયન ડોલર એટલે કે લગભગ 8,000 કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા પર મહોર લાગવાની તૈયારી છે. આ ડીલ હેઠળ IAI ભારતીય વાયુસેનાને 6 અત્યાધુનિક એર-ટુ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પૂરા પાડશે..

દુનિયાના 12થી વધુ દેશો માટે આવા વિમાનોને કન્વર્ટ કરી ચૂક્યું છે

ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં રશિયા અને યુરોપની અનેક મોટી સંરક્ષણ કંપનીઓ મૂલ્યાંકનના માપદંડો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી ત્યાર બાદ IAI એકમાત્ર લાયક બિડર તરીકે સામે આવી છે. ઈઝરાયેલને હવામાં જ વિમાનોમાં ઇંધણ ભરતાં ટેન્કર એરક્રાફ્ટ તૈયાર કરવાનો 40 વર્ષથી વધુનો અનુભવ છે. ઈઝરાયેલ અત્યાર સુધીમાં દુનિયાના 12થી વધુ દેશો માટે આવા વિમાનોને કન્વર્ટ કરી ચૂક્યું છે. આ નવા ટેન્કર વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાનાં જૂનાં થઈ ગયેલાં રશિયન Il-78 વિમાનોનું સ્થાન લેવામાં આવશે. ડીલ ફાઇનલ થયા બાદ વર્ષ 2028થી 2030 દરમિયાન આ વિમાનોની ડિલિવરી થવાની આશા છે.

શું છે ખાસિયતો..

અસલી રમત તો ત્યારથી શરૂ થશે, જ્યારે આકાશમાં યુદ્ધ છેડાશે અને દુશ્મન પોતાના સ્ટેલ્થ ફાઈટર જેટ્સ પર ગર્વ કરશે ત્યારે ભારતનું બ્રહ્માસ્ત્ર એટલે કે Su-30MKI આકાશમાં પોતાની ઘાતક ક્ષમતાનું પ્રદર્શન કરીને દુશ્મનને ભારે પડકાર આપશે.

 વિરૂપક્ષ રડારનો અત્યાધુનિક માસ્ટર પ્લાન કઈ રીતે કરશે કામ

DRDOએ સુખોઈ વિમાનોની તાકાતને વધુ ઘાતક બનાવવા માટે સ્વદેશી વિરૂપક્ષ રડારનો અત્યાધુનિક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ સ્વદેશી રડારની સૌથી મોટી તાકાત તેમાં ઉપયોગમાં લેવાયેલી અત્યાધુનિક ગેલિયમ નાઈટ્રાઇડ એટલે કે GaN ટેક્નોલોજી છે. 
જૂની ટેક્નોલોજીની સરખામણીએ GaN ટેક્નોલોજી રડારને વધુ શક્તિ સંભાળવાની અને ભારે ગરમીમાં પણ શ્રેષ્ઠ રીતે કામ કરવાની અદભૂત ક્ષમતા આપે છે.સુખોઈ-30MKIના પહોળા નોઝ કોનમાં ફિટ થઈ શકે તેવા આ રડારનું એન્ટેના એપરચર આશરે 950 મિલીમીટરનું છે. 
તેમાં લગભગ 2,400 વ્યક્તિગત ટ્રાન્સમિટ અને રિસીવ મોડ્યુલ્સ લગાવવામાં આવ્યાં છે. આટલી મોટી સંખ્યામાં મોડ્યુલ્સની હાજરી તેને લાંબી ડિટેક્શન રેન્જ અને અત્યંત સચોટ નિશાન સાધવાની ક્ષમતા આપે છે. 
આ સેન્સર એકસાથે રેન્જ, એઝિમથ, એલિવેશન અને સ્પીડ એટલે કે ચારેય પરિમાણોમાં દુશ્મનના જોખમોને ટ્રેક કરવામાં સક્ષમ છે.દુશ્મનનાં સ્ટેલ્થ વિમાનો માટે છુપાઈને હુમલો કરવાનું મુશ્કેલ બની શકે છે

ચીન પાસે ભલે J-20 જેવા સ્ટેલ્થ ફાઇટર જેટ્સ હોય, પરંતુ વિરૂપક્ષ રડારનું શક્તિશાળી GaN આર્કિટેક્ચર રડારથી બચવા માટે તૈયાર કરાયેલા આ વિમાનોને પણ શોધવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે દુશ્મનનાં સ્ટેલ્થ વિમાનો માટે છુપાઈને હુમલો કરવાનું મુશ્કેલ બની શકે છે. જ્યારે આ અત્યાધુનિક સ્વદેશી AESA રડારને આધુનિક ઇન્ફ્રારેડ ટ્રેકિંગ સિસ્ટમ, અદ્યતન ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ અને અસ્ત્ર જેવી લાંબા અંતરની સ્વદેશી મિસાઇલોનો સાથ મળશે, ત્યારે ભારતીય વાયુસેનાનો આ કાફલો આધુનિક યુદ્ધક્ષેત્રમાં વધુ શક્તિશાળી બની જશે..


ઈઝરાયેલ સાથેની 8 હજાર કરોડ રૂપિયાની આ મહાડીલ અને DRDOનું વિરૂપક્ષ રડાર એ વાતનો સંકેત આપે છે કે ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ખરીદદાર બનીને રહેવા માગતું નથી, પરંતુ સ્વદેશી ટેક્નોલોજીના આધારે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES