SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

US Secretary of War: અમેરિકી રક્ષા મંત્રી વિરુદ્ધ મહાભિયોગ નિષ્ફળ, રાષ્ટ્રપતિ ટ્રંપએ લીધો રાહતનો શ્વાસ

US Secretary of War: અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ મામલે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. તેમના વિરુદ્ધ મહાભિયોગનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. જેના કારણે હાલ તો તેઓ બચી ગયા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રંપએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Written By Krupa Shah
Published: Nov 11, 2026, 08:09 AM IST | Updated: Nov 11, 2026, 08:12 AM IST
Join

US Secretary of War: અમેરિકામાં થયેલી મધ્યવર્તી ચૂંટણી પછી થયેલી ઊથલપાથલમાં સૌથી પહેલા અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથ પર જોખમ તોળાવા લાગ્યું હતું. પીટ હેગસેથ તેમનું પદ ગુમાવવાના હતા કારણ કે તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આવું શા માટે થયું અને પીટ હેગસેથ કઈ રીતે બચી ગયા ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.

પીટ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગ

રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ થોમસ મૈસીએ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે અમેરિકી રક્ષા મંત્રી એ કોંગ્રેસની મંજૂરી વિના ઈરાન અને યમન વિરુધ્ધ સૈન્ય હુમલાને અધિકૃત કરી સંવિધાન અને વોર પાવર્સ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રસ્તાવમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવાના અભિયાનમાં પણ હેગસેથની શંકાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

કેવી રીતે હેગસેથ બચી ગયા ?

પ્રતિનિધિ સભામાં મહાભિયોગના પ્રસ્તાવને રિપબ્લિકનના નેતૃત્વવાળી હાઉસ જ્યૂડિશિયરી કમિટી પાસે મોકવા મામલે મતદાન થયું હતું. જેમાં કમિટિ પાસે પ્રસ્તાવ મોકલવાના પક્ષમાં 211 મત થતા બહુમતી મળી. હવે આ મામલે કમિટી પાસે જશે જેના કારણે હેગસેથ પર મહાભિયોગ ચલાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. જો કે થોમસ મેસીએ પહેલા જ કહ્યું હતું કે આ મામલે સમિતિ પાસે જશે તો મહાભિયોગનો મામલો ખતમ થઈ જશે.

શું કહ્યું ડોનાલ્ડ ટ્રંપ એ ?

211-204 ના મતદાન સાથે જે નિર્ણય લેવાયો તેના પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ તેમની પ્રતિક્રિયા આ મામલે આપી છે. તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સની મહાભિયોગ ચલાવવાનો પ્રયત્ન ખરાબ રીતે નિષ્ફળ થયો છે. ટ્રંપએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે રક્ષા મંત્રી પીટ હેગસેથ પર મહાભિયોગ ચલાવવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. તેમણે થોમસ મેસીને લુઝર કહ્યા અને લખ્યું કે એક રિપબ્લિકન સિવાય બધા જ પીટના પક્ષમાં હતા. ટ્રંપએ હેગસેથને મહાન અમેરિકી દેશભક્ત કહ્યા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES