SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

4500 સૈનિકોનાં મોત, અબજો ડોલરના ખર્ચ બાદ હવે 23 વર્ષે અમેરિકાનું પેકઅપ, ટ્રમ્પ એકદમ ચૂપ

US Withdrawal from Iraq : અમેરિકાએ ઈરાકને મધ્યપૂર્વમાં યુદ્ધનું મેદાન બનાવી દીધુ હતું. હવે એ જ અમેરિકાની સેના ઈરાકને તેના હાલ પર છોડીને પરત ફરી રહી છે જ્યારે ઈરાક તાજેતરના વર્ષોમાં એવો એકમાત્ર દેશ રહ્યો છે. જેના અમેરિકા અને ઈરાન બન્ને સાથે નજીકના સબંધો હતા પરંતુ આજે ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને કારણે તે ઈરાનનો દુશ્મન બની ગયો છે. આ જ યુદ્ધ દરમિયાન ઈરાનના સહયોગી જૂથોએ અમેરિકી ઠેકાણાઓ પર અનેક વખત ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ક્યારેક ઈરાક તરફથી પણ જવાબી હુમલા કરવામાં આવ્યા હતા ત્યારે ઈરાકમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પર શું અસર થશે. તે મોટો સવાલ છે સમજો આ ખાસ રિપોર્ટમાં..

Written By Karan Rajput
Published: Sep 30, 2026, 05:12 PM IST | Updated: Sep 30, 2026, 05:15 PM IST
Image Credit: US Withdrawal from Iraq
Join

Middle East Geopolitics : 23 વર્ષથી ઈરાકમાં તંબુ તાણીને બેઠેલી અમેરિકી સેનાને હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઉખેડવાનો નિર્ણય કરી લીધો છે. રાતના અંધારામાં સેનાનો છેલ્લો કાફલો પણ પરત બોલાવી લેવામાં આવ્યો છે. આ સમાચાર તમને ચોંકાવનારા એટલા માટે લાગી રહ્યા હશે, કારણ કે દરેક નાની-મોટી બાબતે નિવેદન જાહેર કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાકમાંથી સૈન્ય વાપસી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ એ જ ટ્રમ્પ છે, જેમણે પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને અફઘાનિસ્તાનમાંથી સેનાની વાપસી માટે હજારો વખત ઘેર્યા હતા અને અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી થયેલા સૈન્ય ખર્ચનો હિસાબ પણ માંગ્યો હતો.

હવે એ જ ટ્રમ્પ 2024માં બાઈડન દ્વારા લેવાયેલા નિર્ણયનું ચૂપચાપ પાલન કરી રહ્યા છે. જો બાઈડને 2024માં ઈરાકમાંથી સંપૂર્ણ સૈન્ય વાપસીનો નિર્ણય લીધો હતો. હવે બે વર્ષ બાદ શું ટ્રમ્પ ઈરાકમાં થયેલા સૈન્ય ખર્ચનો હિસાબ આપશે?


ઈરાન અને ઈરાક પરંપરાગત રીતે એકબીજાના દુશ્મન રહ્યા છે, પરંતુ અમેરિકાના હુમલા બાદ ઈરાને જે દેશોને નિશાન બનાવ્યા, તેમાં ઈરાક પણ સામેલ છે. અહીં આવેલા અમેરિકી ઠેકાણાઓ પર 600થી વધુ હુમલા કરવામાં આવ્યા. ઈરાનના આ હુમલાઓમાં સૈન્ય મથકોને થયેલા નુકસાનની માહિતી અમેરિકાએ છુપાવી રાખી, પરંતુ 7 અમેરિકી સૈનિકોના મોતના સમાચાર અમેરિકી મીડિયામાં છવાઈ ગયા. હવે 30 સપ્ટેમ્બર સુધીમાં ઈરાકમાંથી સંપૂર્ણ પેક-અપ.

વિશ્વ મીડિયામાં ચર્ચા માત્ર અમેરિકી સેનાની વાપસીની નથી, પરંતુ અમેરિકી સેના હટી ગયા બાદ ઈરાકની સ્થિતિ શું હશે, તેને લઈને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે...

હવે શું થશે?

આજથી પાંચ વર્ષ પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ સેના હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં કેવી અફરાતફરી મચી હતી. હજારો લોકો તાલિબાનના ભયથી અફઘાનિસ્તાન છોડીને ભાગવા લાગ્યા હતા.

તાલિબાનનું કડક ઈસ્લામિક શાસન

આખરે જેનો ડર હતો એ જ થયું. તાલિબાની લડાકુઓએ અમેરિકાના સમર્થનવાળા રાષ્ટ્રપતિને દેશની બહાર કરી દીધા અને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરી લીધો. આજે સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું કડક ઈસ્લામિક શાસન છે અને અમેરિકાનો ખુલ્લો વિરોધ અફઘાનિસ્તાનની સડકો પર જોવા મળે છે.

અમેરિકી સેનાની આ જૂની રીત રહી છે. અથવા એમ કહીએ કે, કોઈ દેશની આંતરિક બાબતોમાં સુરક્ષાની ખાતરી આપીને સત્તા વિરોધીઓ સામે યુદ્ધ છેડે છે..વર્ષો સુધી પોતાના સમર્થનથી બનાવેલી સરકારની સુરક્ષા કરે છે અને અંતે દરેક વખતે તેને ગૃહયુદ્ધની સ્થિતિમાં છોડીને પરત ફરી જાય છે.

1970ના દાયકામાં વિયેતનામ, 1990ના દાયકામાં સોમાલિયા અને બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન સીરિયામાં પણ આવા ઉદાહરણો જોવા મળ્યા હતા. હવે ઈરાકમાં પણ આવું જ થઈ રહ્યું છે. અમેરિકી સેનાએ 2003માં સુન્ની સરમુખત્યાર સદ્દામ હુસૈનને સત્તા પરથી હટાવવા માટે ઈરાક પર હુમલો કર્યો હતો ત્યાર બાદ તેણે દેશ પર કબજો જાળવી રાખ્યો, શિયા નેતૃત્વવાળી સરકારની રચના કરાવી અને વર્ષો સુધી બળવાખોરો સામે લડાઈ લડી. 2011ના અંતમાં અમેરિકી સેના ઈરાકમાંથી પરત ફરી હતી.

બમણા સૈનિકોનાં થયાં છે મોત

પરંતુ ત્રણ વર્ષ બાદ અમેરિકી સેના ફરી ઈરાકમાં પહોંચી. આ વખતે 2014થી 2017 સુધી ચાલેલા યુદ્ધમાં ઈસ્લામિક સ્ટેટને હરાવવામાં તે ઈરાકી સેનાની મદદ કરી રહી હતી.‘ઓપરેશન ઈરાકી ફ્રીડમ’માં અફઘાનિસ્તાનના યુદ્ધની સરખામણીમાં લગભગ બમણા અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા.

મોટાભાગના ઈરાકીઓ અમેરિકી સેનાની વાપસી ઈચ્છે છે, પરંતુ ઈરાન સમર્થિત જૂથોની વધતી શક્તિને કારણે કેટલાક લોકો આ નિર્ણયને ઉતાવળભર્યો માની રહ્યા છે. અમેરિકાના સૈન્ય વાપસીના નિર્ણયથી ઈરાનમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈરાને કહ્યું છે કે તેનો અંતિમ ઉદ્દેશ સમગ્ર મધ્ય-પૂર્વમાંથી અમેરિકી સેનાને બહાર કરવાનો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES