રડાર પણ માત ખાશે! ભારતની Agni-6 મિસાઈલના ડરે ચીન-પાકિસ્તાનનું બીપી વધાર્યું, એશિયા બહાર પણ વાગશે ભારતનો ડંકો
ICBM India : ભારતનાં વધતાં પગલાં દુનિયાને કાં તો પ્રભાવિત કરે છે અથવા તો બેચેન કરી દે છે અને જ્યારે વાત ભારતના સંરક્ષણ ક્ષેત્રની હોય, ત્યારે દુનિયાની નજર ભારત પર ચોક્કસ હોય છે પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા દેશોને ભારતની વધતી સૈન્ય શક્તિ સૌથી વધુ બેચેન કરે છે. અગ્નિ-6 મિસાઈલ વિશે ભારતના પાડોશી દેશોએ સાંભળ્યું છે ત્યારથી તેમની ચિંતા વધી છે કારણ કે અગ્નિ-6 જેવી ઘાતક મિસાઇલના નિશાનથી બચવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અહેવાલો અનુસાર, ચીનમાં અગ્નિ-6 મિસાઇલની ચર્ચા થઈ રહી છે અને આ મિસાઈલને કારણે શી જિનપિંગના કપાળે ચિંતાની લકીરો ઉપસી છે.
China Pakistan Concern : ચીનની ચિંતા એટલા માટે પણ વધી છે, કારણ કે અગ્નિ-6 ભારતના સૌથી શક્તિશાળી મિસાઇલ કાર્યક્રમોમાંનો એક છે. DRDOએ આ મિસાઈલનો ખાકો તૈયાર કરી રાખ્યો છે. જો આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી જાય, તો ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ શકે છે.
- અગ્નિ-6 મિસાઈલથી ચીનની ચિંતામાં વધારો
- ભારતની વધતી સૈન્ય શક્તિથી ડ્રેગન બેચેન
- અગ્નિ-6થી ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ
- લાંબા અંતરની મારક ક્ષમતા ચીન માટે પડકાર
- અગ્નિ-6ના વિકાસ પર ચીનની નજર ટકી
ભારત સૌથી ખતરનાક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ભારતની સૌથી આધુનિક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ બની શકે છે. આ એવી મિસાઈલ હશે, જે ભારતની વ્યૂહાત્મક શક્તિને એશિયાની સરહદોની બહાર વૈશ્વિક સ્તર સુધી પહોંચાડી શકે છે.
તેની મારક ક્ષમતા અને રેન્જ અગ્નિ શ્રેણીની અગાઉની મિસાઈલો કરતાં ઘણી વધારે સારી હોવાની વાત છે. અમેરિકા અને યુરોપના અનેક દેશો પણ તેની મારક ક્ષમતાના દાયરામાં આવી શકે છે. ચીન અને પાકિસ્તાનની તો વાત જ શું કરવી! તેઓ અગાઉ બ્રહ્મોસની શક્તિનો સામનો કરી ચૂક્યાં છે. આ જ કારણ છે કે અગ્નિ-6 મિસાઇલ વિશે જાણ થતાં જ ડ્રેગનની બેચેની સામે આવવા લાગી છે.
મોબાઈલ લોન્ચરથી આ મિસાઈલ છૂટશે તો ચીન આવશે રડારમાં
ચીનના સંરક્ષણ નિષ્ણાતો અગ્નિ-6 મિસાઈલની લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા અંગે ચર્ચા કરી રહ્યા છે. તેમને ચિંતા છે કે જો મોબાઈલ લોન્ચરથી આ મિસાઈલ છોડવાની ક્ષમતા વિકસાવવામાં આવશે, તો તે ચીન માટે સૌથી મોટી મુશ્કેલી બની શકે છે.
જોકે, બીજો મત એવો પણ છે કે માત્ર મિસાઈલની રેન્જ વધારવાથી યુદ્ધની સ્થિતિમાં નિર્ણાયક લાભ મળી જતો નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભારત માત્ર લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલ વિકસાવશે કે પછી રડાર અને અન્ય સાધનોની નજરથી બચીને સીધા લક્ષ્ય પર પ્રહાર કરવાની ક્ષમતા પણ વિકસાવશે?
આ જ ચીનની સૌથી મોટી ચિંતા છે. તેને ડર છે કે જ્યારે ભારતની બ્રહ્મોસ જેવી મિસાઇલ આટલી ઘાતક છે, તો આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ કેટલી ખતરનાક હશે? હકીકતમાં, ચીનની ચિંતા એટલા માટે પણ વધી છે, કારણ કે
અગ્નિ-6ની મારક ક્ષમતા 8,000થી 12,000 કિલોમીટર અથવા તેનાથી પણ વધુ હોવાની અપેક્ષા છે | આ મિસાઈલ એકસાથે અનેક વોરહેડ્સ લઈ જઈને અલગ-અલગ લક્ષ્યો પર હુમલો કરી શકે છે |
| તેના કારણે દુશ્મનના મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભેદવાનું સરળ બની શકે છે | નવી ટેક્નોલોજીના કારણે તેની ચોકસાઈ અને માર્ગ બદલવાની ક્ષમતા અગાઉ કરતાં વધુ સારી હોવાની અપેક્ષા છે |
| જમીન પરથી છોડવાની સાથે સબમરીનમાંથી લોન્ચ કરવાના વિકલ્પ પર પણ કામ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો છે | દુશ્મનની ઘેરાબંધી તોડીને દુનિયાના વિવિધ ઠેકાણાઓને નિશાન બનાવવાની ક્ષમતા પણ વધી શકે છે. |
| રડારથી પકડવી અને ડિફેન્સ સિસ્ટમથી રોકવી મુશ્કેલ બની શકે છે. | આ મિસાઈલ પળવારમાં પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે |
કલ્પના કરો, જો અગ્નિ-6 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય, તો ભારત વિશ્વના એવા પસંદગીના દેશોની હરોળમાં વધુ મજબૂતીથી ઊભું રહેશે, જેમની પાસે લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી અત્યાધુનિક આંતરખંડીય મિસાઇલો છે.
આ મિસાઈલ ભારતના સૈન્ય કાફલામાં સામેલ થવાથી જમીન, સમુદ્ર અને આકાશમાંથી યુદ્ધના મોરચે દુશ્મનને પડકારવો વધુ સરળ બની શકે છે.
નવી રણનીતિ સાથે ડ્રેગનને ઘેરીને પ્રહાર કરશે
કદાચ આ જ કારણ છે કે ડ્રેગન ચિંતિત છે કારણ કે તે જાણે છે કે ભારત 1965ની ભૂલ ફરી નહીં કરે. આ વખતે ભારત નવી તૈયારીઓ અને નવી રણનીતિ સાથે ડ્રેગનને ઘેરીને પ્રહાર કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની ક્ષમતાની ઝલક પાકિસ્તાન અને ચીન બંને જોઈ ચૂક્યાં છે.
એટલા માટે જ અગ્નિ-6 મિસાઈલની ખતરનાક ક્ષમતાઓ ડ્રેગનને ડરાવી રહી છે. કારણ કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને રડારથી પકડવી અને ડિફેન્સ સિસ્ટમથી રોકવી મુશ્કેલ બની શકે છે. આ મિસાઈલ પળવારમાં પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે અને દુશ્મનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ જ ભયે ચીનને ચિંતામાં મૂકી દીધું છે.
કોઈ નક્કર પુરાવા પણ ઉપલબ્ધ નથી
જોકે, અગ્નિ-6 મિસાઈલ વિશે જાહેરમાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. આ મિસાઈલનું પરીક્ષણ ટૂંક સમયમાં થવાનું છે તેવા કોઈ નક્કર પુરાવા પણ ઉપલબ્ધ નથી. તેમ છતાં ચીનની ચિંતા વધી રહી છે. કારણ કે ભારતની અગ્નિ શ્રેણીની મિસાઇલો એટલી શક્તિશાળી છે કે તેમનો મુકાબલો કરવો કોઈપણ દેશ માટે સરળ નહીં હોય.