SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

100% ટૈરિફ મામલે ટ્રંપનો U-Turn, રશિયા સંબંધિત પ્રતિબંધો અને ટૈરિફથી મુક્તિ, ભારત અને ચીનને થશે ફાયદો

Donald Trump U Turn On Tariff: ભારત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ થોડા સમય પહેલા જે ટેરિફ બોમ્બ ફોડ્યો હતો તે મામલે હવે યુટર્ન લીધો છે અને રશિયા સંબંધિત ઘણા પ્રતિબંધો અને ટૈરિફ માફ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયનો સીધો ફાયદો ભારત અને ચીનને થશે.

Written By Krupa Shah
Published: Oct 17, 2026, 09:08 AM IST | Updated: Oct 17, 2026, 09:10 AM IST
Join

Donald Trump U Turn On Tariff: ભારતમાં નવરાત્રી ચાલી રહી છે અને આ દરમિયાન ભારત માટે અમેરિકાથી મોટા ગુડ ન્યુઝ મળ્યા છે. થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 100 ટકા ટેરીફનો બોમ્બ ફોડ્યો હતો. જેમાં રશિયાથી તેલની ખરીદી પર ભારે ટૈરીફ ચૂકવવાની વાત અને કેટલાક પ્રતિબંધો વિશે કહેવામાં આવ્યું હતું. હવે આ નિર્ણય પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુટર્ન લીધો છે. અને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરીને રુસ સંબંધિત પ્રતિબંધો અને ટૈરિફ મામલે છૂટછાટ આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારત અને ચીનને સૌથી મોટો ફાયદો થશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ટેરીફ મુદ્દે નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ એ રૂસ એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ હતો કે રશિયાથી તેલ અને ગેસની ખરીદી કરનાર દેશો પર લગામ કસવામાં આવે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ પ્રસ્તાવિત કાયદા સંપૂર્ણ રીતે લાગુ થયો હોત તો રુસ પાસેથી તેલ ખરીદી કરતા 55 મોટા દેશોને 30 દિવસની અંદર સો ટકા સુધીનો ભારે ટૈરિફ ચૂકવવો પડ્યો હોત. આ 5 દેશોમાં ભારત અને ચીનનો પણ સમાવેશ થાય છે. 100 ટકા ટૈરિફનો વિધેયક પાસ થઈ ગયો હોત તો ભારત પર આર્થિક બોજો વધી ગયો હોત. પરંતુ 16 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરીને અગાઉ લગાવેલા પ્રતિબંધો અને ટેરીફમાં છૂટ આપી દીધી છે.

રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી કરતા દેશો પર જે ટૈરીફ લગાડવાની વાત હતી તે કાયદો લાગુ થવાને હવે થોડા જ દિવસોની વાર હતી. કાયદો લાગુ થઈ જાય તે પહેલા જ ટ્રમ્પે તેના પર રોગ લગાવી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણય પછી વ્હાઇટ હાઉસ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં પ્રતિબંધો અને ટેરીફમાં છૂટ આપવી અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા સંસદને પણ સત્તાવાર રીતે કાયદામાં છુટની જાણકારી આપી દીધી છે.  

રાષ્ટ્રપતિ ડોનાલ્ડનું વલણ રશિયાને લઈને બદલ્યું

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડનું વલણ રશિયાને લઈને હવે બદલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે રશિયાથી ડીઝલ ખરીદવાની ડીલ કરી છે. જો કે આ વાત પર અમેરિકામાં જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન બદલી રહ્યું છે. ટ્રંપ હવે તો યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેસ્કીની આલોચના કરતા પણ જોવા મળે છે. તેમણે તો એવી વાત પણ કહી દીધી હતી કે યુક્રેનને નવા નેતૃત્વ અને નવા નેતાની જરૂર છે.

ભારત માટે રાહતના સમાચાર

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત એ પાંચ દેશોમાંથી એક છે જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે. અમેરિકા દ્વારા પાસ કરવામાં આવેલા ટૈરિફને બીલને લઈને ભારતની ચિંતા પણ વધી હતી. જો આ કાયદો લાગુ થઈ ગયો હોત તો ભારત પર પણ સો ટકા ટેરીફના બોજો વધી ગયો હોત. પરંતુ ટ્રમ્પ એ હવે કરેલા નિર્ણય પછી ભારતને મોટી રાહત મળી છે અને સાથે જ યુએસ સાથેના આર્થિક અને વેપારિક સંબંધોમાં પણ મજબૂતી આવશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES