• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ ઈકોનોમી'નો ટોણો મારનારા ટ્રમ્પે મારી પલટી, અમેરિકી બેંકને કહ્યું- 'ભારત પાસેથી શીખો'

ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ ઈકોનોમી'નો ટોણો મારનારા ટ્રમ્પે મારી પલટી, અમેરિકી બેંકને કહ્યું- 'ભારત પાસેથી શીખો'

ચીનથી પાછા ફરતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાવા લાગ્યા છે કારણ કે તેઓ ભારતના વખાણ કરવા લાગ્યા છે. તેમણે ભારતીય અર્થવ્યવસ્થાના ભારોભાર વખાણ કર્યા અને એક સમયે ડેડ ઈકોનોમીવાળું નિવેદન આપનારા ટ્રમ્પે હવે ભારતની 7 ટકા જીડીપીની પ્રશંસા કરી છે.

Written ByViral Raval
Published: Nov 21, 2026, 09:06 IST|Updated: Nov 21, 2026, 09:10 IST
joinshare
ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ ઈકોનોમી'નો ટોણો મારનારા ટ્રમ્પે મારી પલટી, અમેરિકી બેંકને કહ્યું- 'ભારત પાસેથી શીખો'

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચીનનો પ્રવાસ કરીને અમેરિકા પાછા ફરેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે ભારતની અર્થવ્યવસ્થાને ડેડ ઈકોનોમી ગણાવી હતી અને હવે ભારોભાર વખાણ કરવા લાગ્યા છે. તેમણે એટલે સુધી કહ્યું કે જો ભારતની જેમ અમેરિકાની સેન્ટ્રલ બેંક પણ ઓછો વ્યાજ દર રાખત તો તેમની જીડીપી 15 થી 20 ટકા પર પહોંચી શકે તેમ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમણે વ્યાજ દર ઓછા રાખ્યા છે જેના કારણે તેમનો જીડીપી 7 ટકા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમને FED કહેવામાં આવે છે. તેનું કામ ફેડરલ ઓપન માર્કેટ  કમિટીના માધ્યમથી વ્યાજ દરોને નિયંત્રણમાં રાખવા અને મુદ્રા આપૂર્તિનું હોય છે. ભારતમાં આ જ કામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરે છે.

ભારતની જીડીપીના કાયલ થયા ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં મજબૂત આર્થિક આંકડા આવ્યા બાદ પણ વ્યાજ દર વધારવામાં આવી રહ્યા છે, જ્યારે આવું ન થવું જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ અમેરિકી અર્થવ્યવસ્થાના સારા આંકડા સામે આવે છે ત્યારે ફેડ વ્યાજ દર વધારે છે. અમેરિકી ફેડરલ બેંકને શિખામણ આપતા તેમણે વ્યાજ દરોમાં કાપ મૂકવાની અપીલ પણ કરી.

તેમણે કહ્યું કે, સારા આંકડાના દોરમાં વ્યાજ દર ઘટાડવા જોઈએ. કારણ કે તેનાથી અર્થવ્યવસ્થાને ગતિ મળે છે. ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતમાં વ્યાજ દરો ઓછા છે, આથી ત્યાં જીડીપી પણ 7 ટકા છે. અમેરિકામાં પણ વ્યાજ દર ઘટાડવામાં આવે તો જીડીપી 14થી 20 ટકા સુધી પહોંચી શકે છે.

કમરતોડ મોંઘવારીથી પરેશાન છે અમેરિકા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાના કારણે અમેરિકામાં વ્યાજ દરો ઘણા ઓછા હોવા જોઈએ. પરંતુ તેનાથી ઉલ્ટું  થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આપણા વ્યાજ દર ખુબ વધારે છે, કારણ કે ફેડ રાજકીય પ્રભાવ હેઠળ છે. તેમણે એવું કહી દીધુ કે સેન્ટ્રલ બેંક એક રાજનીતિક સંસ્થાની જેમ કામ કરે છે અને એટલે વ્યાજ દરો ખુબ વધુ છે. ફેડ વ્યાજ દર ઓછા રાખે તો આર્થિક સ્થિતિઓ સારી થઈ જાય. તેનાથી દેશને કરજ ચૂકવવામાં પણ ફાયદો  થશે. ટ્રમ્પે કહ્યું કે જો આ વાત પર સેન્ટ્રલ બેંક અમલ કરત તો આપણી જીડીપી 4 ટકા  ન હોત પરંતુ 15 થી 20 ટકા હોત.

વ્યાજ દરો ઘટાડવાના હિમાયતી ટ્રમ્પ

અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પની ફેડ સાથે ઘર્ષણ આ કઈ નવું નથી. ટ્રમ્પે અનેકવાર સેન્ટ્રલ બેંકને વ્યાજ દર ઘટાડવાનું કહેલું છે પરંતુ તેમની વાત સાંભળવામાં નથી આવી. ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં જેરોમ પોવેલને ફેડ રિઝર્વના ચેરમેન  બનાવ્યા હતા. જો કે આમ છતાં વ્યાજ દર ઘટ્યા નહીં. ત્યારબાદ પોવેલ સાથે ટ્રમ્પના સંબંધો એટલા બગડ્યા કે તેમણે ફેડરલ રિઝર્વના હેડક્વાર્ટરની મરમ્મત ઉપર પણ રોક લગાવી હતી.

પોવેલનું કહેવું હતું કે બિલ્ડિંગના રિનોવેશનનો ખર્ચો 1.88 અબજ  ડોલરથી વધીને 2.46 અબજ  ડોલર થઈ ગયો છે. ત્યારબાદ ટ્રમ્પ તેને જોવા માટે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે પોવેલ ફક્ત પૈસા વેડફે છે. તેમણે પોવેલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી હતી. મે 2026માં પોવેલનો કાર્યકાળ ખતમ થઈ ગયો. જો કે તેઓ સેન્ટ્ર્લ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સમાં સામેલ છે. જ્યારે કેવિન વાર્શ રિઝર્વ બેંકના ચેરમેન છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News