SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

...તો ફ્લાયદુબઈના વિ...તો ફ્લાયદુબઈના વિમાનને આકાશમાં જ તોડી પાડ્યું હોત, ઈઝરાયેલની પૂરેપૂરી હતી તૈયારી!- રિપોર્ટ

Flydubai Flight News: 30મી સપ્ટેમ્બરે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કોઈ બહારથી નહીં પરંતુ કોકપિટમાં હાજર ઓમાની કો પાયલટે જ આતંકી વેશ ધારણ કરી લીધો અને પ્લેનને હાઈજેક કરવાની કોશિશ કરી હતી. જો કે ભારતીય કેપ્ટનના અથાગ પ્રયત્નો અને શૌર્યના કારણે આ આતંકી પ્લોટ ફેલ ગયો. જો કે હવે આ મામલે એક નવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે આ વિમાનને ઉડાવી મારવાની તૈયારી પણ ઈઝરાયેલે કરી હતી.

Written By Viral Raval
Published: Oct 06, 2026, 11:30 AM IST | Updated: Oct 06, 2026, 11:43 AM IST
Join

દુબઈની ફ્લાયદુબઈ એરલાઈનની ફ્લાઈટ 1073 દુબઈથી ઈઝરાયેલના તેલઅવીવ જઈ રહી હતી અને દોઢ બે કલાક વિત્યા બાદ ફ્લાઈટની કોકપિટમાં ઓમાની કો પાયલટે પ્લેનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી જે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીના કારણે નિષ્ફળ ગઈ. હવે આ મામલે એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અચાનક 16 હજાર ફૂટ નીચે વિમાન આવી ગયા બાદ ઈઝરાયેલને એવી આશંકા ગઈ હતી કે આ  હાઈજેકિંગ કે ઈઝરાયેલ પર હુમલો કરવાની કોશિશ કરી હોઈ શકે.

વાત જાણે એમ છે કે 30 સપ્ટેમ્બરે ફ્લાઈટના ઓમાની પાઈલટ હમામ અલ હમામીએ ફ્લાઈટના ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર ક્રેશ એક્સથી હુમલો કર્યો હતો અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાની કોશિશ કરી હતી. વિમાન ઝડપથી ગોથું ખાવા લાગ્યું અને 16 હજાર ફૂટ નીચે આવી ગયું ત્યારબાદ ઈઝરાયેલી એરફોર્સે કોકપિટ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

વિમાન ઉડાવવાની તૈયારી?

....તો વિમાન ફૂંકી મારત!
CNS ન્યૂઝના એક રિપોર્ટ મુજબ જો વિમાન ઈઝરાયેલના તેલ અવીવ તરફ આગળ વધતું રહ્યું હોત તો ઈઝરાયેલી ફાઈટર પાયલટ પહેલા તેની નજીક જઈને કોકપિટમાં રહેલા લોકોની સાથે વિઝ્યુઅલી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરત. આમ કરવાથી આ વિમાન હાઈજેક થયું છે કે નહીં અને અંદર શું થઈ રહ્યું છે તેની જાણ થાત.

જો વિમાન હાઈજેક થયું છે એવી પુષ્ટિ થઈ જાત અને હુમલાખોર તરફથી કોઈ જવાબ ન મળત તો મામલો ઈઝરાયેલના રક્ષામંત્રી અને પીએમ સુધી પહોંચી શક્યો હોત. 
રિપોર્ટ મુજબ વિમાનને તોડી પાડવાના અંતિમ આદેશ આપવાનો હક પીએમ પાસે હોય છે. 
ઈઝરાયેલી અધિકારીઓને  એવી આશંકા હતી કે જો હાઈજેકિંગ હોત  અને ઈઝરાયેલ તરફ આગળ વધવાનું ચાલું રાખ્યું હોત તો તેને તેલ અવીવ પહોંચતા પહેલા જ અટકાવવામાં આવ્યું હોત. 
વિમાનને આકાશમાં જ તોડી  પાડવામાં આવ્યું હોત. કારણ કે આ વિમાન દ્વારા સંવેદનશીલ જગ્યાઓ, જેમ કે  બેન ગુરિયન એરપોર્ટ, અને અઝરિયેલી સેન્ટર પર સંભવિત હુમલાનું જોખમ હતું.

અહીં દરેક ભારતીયએ ગૌરવ લેવાની જરૂર છે કારણ કે આ આ વિમાનને ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરે બચાવી લીધું. તેમને ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં તેમણે પોતાની સૂજબૂજના કારણે આ વિમાનના કોકપિટનો દરવાજો ખોલ્યો અને પછી જે થયું તે ઈતિહાસ સર્જાઈ ગયો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES