SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Saudi Arab: સાઉદીમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલો, લોકોમાં ભયનો માહોલ

Missile Attack on Oil Company: સાઉદી અરબમાં હવે હુથીઓએ ઓઈલ કંપનીને નિશાન બનાવી છે. મંગળવારે મોડી રાત્રે એક ઓઈલ કંપની પર હુમલો કરવામાં આવ્યો જેના કારણે કંપનીમાં આગ ફાટી નીકળી હતી.

Written By Krupa Shah
Published: Oct 14, 2026, 08:07 AM IST | Updated: Oct 14, 2026, 08:09 AM IST
Join

Missile Attack on Oil Company: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે મંગળવારે મોડી રાત્રે ફરી એકવાર હુથીઓ દ્વારા સાઉદી અરબમાં મિસાઈલ એટેક કરવામાં આવ્યો. આ વખતે ઈરાન સમર્થિક હુથી વિદ્રોહીઓએ એક ઓઈલ કંપનીને નિશાન બનાવી છે. સાઉદી અરબની અરામકો કંપની પર એટેક કરવામાં આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

સાઉદી અરબની અરામકો નામની તેલ કંપની પર મિસાઈલ દાગી

ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ અને આઉદી ગઠબંધન વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલા પછી મંગળવારે મોડી રાત્રે વિદ્રોહીઓએ સાઉદી અરબની અરામકો નામની તેલ કંપની પર મિસાઈલ દાગી હતી. આ હુમલાના કારણે તેલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આ હુમલો એવા વિસ્તારમાં થયો છે જે સાઉદીનું મુખ્ય તેલ ઉત્પાદન ક્ષેત્ર ગણાય છે. આ હુમલા પછી સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો છે.

આ હુમલા પહેલા જ મિસાઈલ એટેકને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજધાની રિયાદ અને પૂર્વી વિસ્તાર તરફ મિલાઈલો છોડવામાં આવી હતી તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાઉદી નેતૃત્વ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રિયાદ સહિતના વિસ્તારો તરફ આવતી મિલાઈલો, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને રોકી દેવામાં આવી છે.

હુથી નિયંત્રિત યમનની રાજધાની સનામાં હવાઈ હુમલા 

મહત્વનું છે કે આ હુમલા પહેલા સાઉદી અરબના નેતૃત્વ તરફથી હુથી નિયંત્રિત યમનની રાજધાની સનામાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હુથી મીડિયા અનુસાર શહેરમાં સુબાહાને નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પણ સનામાં ધમાકા સંભળાયા હોવાનો દાવો કર્યો હતો.

આઈલ કંપની પર થયેલા હુમલા બાદ લોકોમાં પણ ભય ફેલાયો છે. આ વાતને ધ્યાને લઈ કંપનીએ ખુલાસો કર્યો છે કે જે તેલ કંપની પર હુમલો કરવામાં આવ્યો તેનું સ્ટોરેજ ખાલી હતું. આ હુમલા પછી સ્થાનીક લોકોની આપૂર્તિ પર કોઈ નહીં પડે. તેમ છતાં હુમલા પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો જોવા મળી હતી.

મહત્વનું છે કે એરપોર્ટ સહિતના સ્થાનોને મિલાઈલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેને લઈ એરલાઈન્સ કંપનીઓએ પોતાના વિમાનો રિયાદથી અન્ય એરપોર્ટ પર શિફ્ટ કરી દીધા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES