SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરત નવી સિવિલમાંથી મૃત મહિલાના ગળામાંથી સોનાનું મંગલસૂત્ર ગુમ; પરિવારનો હોબાળો, સુરક્ષા પર સવાલ

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જ્યાં મૃત મહિલા દર્દીના ગળામાંથી દોઢ લાખના સોનાના મંગલસૂત્રની ચોરી થયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

Written By Kinjal Patel
Published: Oct 06, 2026, 10:58 AM IST | Updated: Oct 06, 2026, 11:00 AM IST
Join

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલમાંથી મૃત મહિલા દર્દીના ગળામાંથી સોનાના મંગલસૂત્રની ચોરી થયાનો આક્ષેપ લાગ્યો છે. માતાને ધ્યાને આવતા પરિવારજનોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ એક્સ-રે સમયે મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેનું મંગલસૂત્ર હતું, જેની અંદાજિત કિંમત 1.50 લાખ રૂપિયા છે.

ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી

પરિવારે મંગલસૂત્ર ગાયબ હોવાનો આરોપ લગાવ્યો
આ ઘટનાની મળતી માહિતી મુજબ બીપી અને સુગરની ફરિયાદ સાથે માતા અને 20 વર્ષીય દીકરીને સારવાર અર્થે નવી સિવિલ લાવવામાં આવી હતી. તબિયત વધુ લથડતા કિડની બિલ્ડિંગના પાંચમા માળે દાખલ કરવામાં આવી હતી. બપોરે દોઢ વાગ્યે તબીબોએ સીમા પાટીલ નામની મહિલાને મૃત જાહેર કરતા પરિવારજનો સિવિલ દોડી આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું, ત્યારબાદ પરિવારે મંગલસૂત્ર ગાયબ હોવાનો આરોપ લગાવ્યો હતો.

Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર

મંગલસૂત્રની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
પરિવારે આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. પરિવારે કરેલા આક્ષેપો હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. નવી સિવિલમાં સીસીટીવી અને કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મૃત મહિલાના ગળામાંથી સોનાના મંગલસૂત્રની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES