SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મોડી રાત્રે પથ્થરમારો, પિતા-પુત્ર પર છરીથી હુમલો, એકનું મોત

Rajkot News : રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ બાપા સિતારામ ચોક નજીક આવેલ મારૂતિનંદન નગરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં અજિત સિંધવની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યાની ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

Written By Dilip Chaudhary
Published: Nov 09, 2026, 07:36 PM IST | Updated: Nov 09, 2026, 07:42 PM IST
Join

ગૌરવ દવે, રાજકોટ : રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની છે. શહેરના મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક નજીક મારૂતિ નંદન નગરમાં શેરી નંબર 3માં જાહેર રસ્તા પર ફટાકડા ફોડતા બે ભાઈઓને વાહન પર પસાર થતા પિતા-પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. જોકે આ બાબતે સમાધાન થઇ ગયા બાદ મોડી રાત્રે ફરી બને ભાઈઓએ પિતા-પુત્રના ઘરે પહોંચી પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો.

અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ, સોસાયટીના રહીશો પર ધોકા-લાકડી સાથે ત્રાટક્યું 25 લોકોનું ટોળું

અજિત સિંધવ પર છરીથી હુમલો

ઘરમાંથી બહાર નીકળતા અજિત સિંધવ પર આરોપી યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજાએ માર મારી છરીના સાતથી આઠ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત અજિત સિંધવને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનામાં પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર કૃણાલ સિંધવ ઉપર પણ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હાલ માલવિયાનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના ભાઈ જણાવી સમગ્ર ઘટનાની હકીકત

મૃતક અજીત સિંધવના ભાઈ વિનોદભા સિંધવે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે હુડકો વિસ્તારથી પરત મવડી વિસ્તારમાં અમારા ઘર તરફ મારા ભાઈ અને ભત્રીજો આવી રહ્યા હતા ત્યારે યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજા સાથે બોલાચાલી થઇ હતી કારણ કે આ બન્ને ભાઈઓ ત્યાં જાહેર રસ્તા પર ઘા કરી ફટાકડા ફોડી રહ્યા હતા.

આ સમયે બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હતું પછી પાછળથી રાત્રીના 2:30 વાગ્યા આસપાસ અમારા ઘરે વિશ્વેશ્વર મંદિર પાછળ મારુતિ સોસાયટીમાં આવી ઘર પર પથ્થરમારો કર્યો હતો જેથી ભાઈ અને ભત્રીજો ઘરની બહાર નીકળ્યા ત્યારે યશરાજ અને ઇન્દ્રજીત જાડેજાએ ધોકા પાઇપ વડે માર મારી હુમલો કર્યો હતો

સારવાર દરમિયાન 43 વર્ષીય ભાઈ અજીત સિંધવનું મોત નીપજ્યું છે, જયારે 21 વર્ષીય ભત્રીજો કૃણાલ હાલ સારવાર હેઠળ છે. સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરી ભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરીએ છીએ અમને યોગ્ય ન્યાય મળે તેવી અપેક્ષા છે. આરોપીઓ પણ નજીકમાં રહેતા હોવાથી એકબીજાને પરિચિત હતા.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES