નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો
નવરાત્રિ નજીક આવી ગઈ છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમતાં ખેલૈયાઓની સુરક્ષા પણ મહત્વની હોય છે. તેવામાં ગુજરાતમાં બધા શાંતિપૂર્ણ રીતે ગરબા રમી શકે તે માટે પોલીસની શી ટીમ સજ્જ થઈ ગઈ છે. વિવિધ ગરબા ક્લાસમાં જઈને શી ટીમ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી રહી છે.
બસ હવે નવરાત્રિ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. 11 ઓક્ટોબરે પ્રથમ નોરતું છે. ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. તો બીજી તરફ પોલીસ ખેલૈયાઓની સુરક્ષા ને લઈને દોડી રહી છે સરકારની 181 ની ટીમ તેમજ સી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા ને લઈને કામગીરી કરવામાં આવી રહી છે..
સુરક્ષા માટે તૈયાર શી ટીમ
શી ટીમના સભ્ય અલગ અલગ ગરબા ક્લાસીસોમાં જઈને સુરક્ષા વ્યવસ્થા ની તપાસ કરી રહ્યા છે તેમજ ગરબે રમતી મહિલાઓને અવેર પણ કરી રહ્યા છે.. મહિલાઓને માહિતી આપી રહ્યા છે કે તેઓ નવરાત્રી દરમિયાન ક્યાંય પણ અસુરક્ષાનાો અનુભવ કરે છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અથવા તો 181, 112 તેમજ પોલીસ કંટ્રોલ પર પણ જાણ કરે.
આ પણ વાંચોઃ મેલું ઉપાડવાના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પાટીદાર અને બ્રાહ્મણ સમાજ લાલઘૂમ
ગરબે રમતી વખતે પણ જો કોઈ બેડ ટચ કરવાનો પ્રયાસ કરે છે તો તરત જ એલર્ટ થઈ જાય.. પોતાના મોબાઈલનું લોકેશન પણ ઓન રાખે તેમ જ માતા પિતાને જાણ કરીને જાય આવી વિવિધ સુચનાઓ પણ મહિલા પોલીસની ટીમ દ્વારા અપાય હતી. તો મહિલાઓએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી પોતાની સેવામાં તત્પર રહેતી મહિલા પોલીસને ફૂલહાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું.
એટલું જ નહીં મહિલાઓએ કહ્યું હતું કે તેઓ સરકાર અને પોલીસના કારણે પોતાની જાતને ખૂબ જ સુરક્ષિત અનુભવે છે પોલીસની ટીમ તેમની સુરક્ષા માટે હંમેશા તૈનાત હોય છે. ગુજરાતમાં તેઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે તેમનું કારણ ગુજરાત પોલીસ છે તેવું પણ મહિલાઓએ કહ્યું હતું.