SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમરેલી પંથકમાં કપાસ પર આ રોગનો આતંક: 10-12 મણની સામે માત્ર 2 થી 3 મણ ઉતારો આવવાની દહેશત

Amreli News: અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે. આ વર્ષે શરૂઆતમાં વરસાદ સારો હતો.ત્યારબાદ એક મહિનો વરસાદ ખેંચાયો હતો.ખેડૂતોને આશા હતી કે આ વખતે કપાસનું વાવેતર સારું થશે પરંતુ કપાસમાં ચૂસીયા અને મિલિબગ નામનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Written By Kinjal Patel
Published: Sep 25, 2026, 02:36 PM IST | Updated: Sep 25, 2026, 02:44 PM IST
Join

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં ચોમાસાની ની શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેડૂતોને આ વખતે આશા હતી કે કપાસનો પાક સારો થશે પરંતુ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે કપાસના પાકમાં હાલ ચુસીયા અને મીલીબગ નામનો રોગ આવતા કપાસના છોડ સુકાવા લાગ્યા છે.

એક વીઘામાં ખેડૂતોને 10 થી 12 મણ કપાસ થવાની આશા હતી. પરંતુ ચૂસિયા અને મીલીબગ નામની જીવાત આવી જતા હવે બે થી ત્રણ મણનો ઉતારો આવશે. શરૂઆતમાં વરસાદ સારો હતો પરંતુ ઘણા લાંબા સમય થી વરસાદ ખેંચાયો હતો પરંતુ છેલ્લા પાંચ છ દિવસમાં મુર્જાતિ મોલાતને નવું જીવન મળ્યું હતું. પરંતુ કપાસમાં જીવાત આવી જતા કપાસના છોડ સુકાવા લાગ્યા છે.

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ અને મગફળીનું વધારે પ્રમાણમાં વાવેતર કરે છે ત્યારે આ વર્ષે ખેડૂતોને મોટી આશા હતી શરૂઆતમાં ખૂબ સારો વરસાદ થતાં કપાસનું વાવેતર ખૂબ સારું થશે અને ઉતારો પણ સારો આવશે તેવી ખેડૂતોને આશા હતી. ત્યારે કપાસ માં અચાનક સુકારો આવવા લાગ્યો હતો ત્યારે ખેડૂતોએ મીલીબગ અને ચુસિયા નામની જીવાત સામે દવાનો છંટકાવ પણ કર્યો હતો. પરંતુ કપાસના છોડ સુકાઈ જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

સાવરકુંડલા તાલુકાના રામપરા ગામે ખેડૂતોના કપાસમાં મીલીબગ અને ચૂસીયા નામનો રોગ આવતા કપાસ લાલ થઈને સુકાવા લાગ્યો છે.કપાસમાં જીવાત આવી જતા ખેડૂતોએ દવાનો છટકાવ કર્યો પરંતુ કપાસમાં કોઈ અસર થઈ નહિ.ત્યારે ખેડૂતોને દવા,ખાતર,મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES