• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: સુરતમાં દિવાળીએ ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ વધી, ભાવ 21,000 રૂપિયે કિલો, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Live Now

Gujarat News Live: સુરતમાં દિવાળીએ ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ વધી, ભાવ 21,000 રૂપિયે કિલો, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Gujarat Breaking News Live: આજે આસો વદ ચૌદસ વિક્રમ સંવત 2082 તારીખ 7મી નવેમ્બર 2026નો દિવસ છે. આજ રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Z 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByViral Raval
Published: Nov 07, 2026, 08:43 AM IST|Updated: Nov 07, 2026, 02:03 PM IST
joinshare
Gujarat News Live: સુરતમાં દિવાળીએ ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ વધી, ભાવ 21,000 રૂપિયે કિલો, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય
07 Nov 2026 14:02 IST (IST)
share

Gujarat News Live: સુરતમાં 21000 રૂપિયે કિલોની મીઠાઈ બની આકર્ષણ

સુરત દિવાળીના પર્વે મીઠાઈ બજારમાં રોનક જોવા મળી રહી છે. દિવાળી પર્વ પર ગોલ્ડ મીઠાઈની ડિમાન્ડ વધી છે. ગોલ્ડ મીઠાઈના ભાવ પ્રતિ કિલો રૂ 21 હજાર છે. ગોલ્ડ મીઠાઈ બની આકર્ષણનું કેન્દ્ર. વિદેશથી પણ મળી રહ્યા છે ઓર્ડર. ખાસ પ્રકારના પેકિંગમાં ગોલ્ડ મીઠાઈ પેક કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા અને દિવાળીની ઉજવણી માટે લોકો મનપસંદ મીઠાઈઓની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે બજારમાં 15થી વધુ પ્રકારની કાજુ કતરીના ફ્લેવર ઉપલબ્ધ કરાવાયા. સ્ટ્રોબેરી, ચોકલેટ, મેંગો અને બ્લેક કરન્ટ ફ્લેવરની કાજુ કતરીની ખાસ માંગ.
 

07 Nov 2026 12:50 IST (IST)

Gujarat News Live: દિવાળી સમયે PCBનો સપાટો, કુખ્યાત જુગારધામ પર દરોડો પાડી 21 જુગારીઓને ઝડપ્યા

દિવાળી ટાણે અમદાવાદ શહેરકોટડા વિસ્તારમાં PCB નો મોટો સપાટો. કુખ્યાત જુગારધામ પર રેડ પાડી 21 જુગારીઓ ઝડપાયા. શહેરકોટડામાં અશોક મિલ સામે ઘાંચીની ચાલીમાં મકાન નંબર 1931 માં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે સ્થળ પરથી 39550 રોકડા, 18 મોબાઈલ ફોન અને જુગારના સાધનો મળી કુલ 183550/- ની મતા કબ્જે કરી. અમદાવાદ, પાલનપુર, ગાંધીનગર, અમરેલી, બોટાદ, મોરબી અને ખેડા સહિતના વિવિધ જિલ્લામાંથી આવેલા 21 શખ્સો ઝડપાયા. પકડાયેલા આરોપીઓમાં કમલેશ શર્મા, અજરૂદ્દીન નાગોરી, બકુલ પટેલ અને વિજય દેસાઈ સહિતના કુખ્યાત ઇસમો સામેલ છે. આ રેકેટમાં સંડોવાયેલ સરસપુરનો અલ્પેશ ઉર્ફે ટોનો પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા. દિવાળીના તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી જુગાર વિરુદ્ધનું આ સૌથી મોટું ઓપરેશન પાર પડ્યું.

07 Nov 2026 11:49 IST (IST)

Gujarat News Live: ‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અનોખી પહેલ સામે આવી છે. નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી. પોતાની ખાનગી કાર જાતે ચલાવી બાળકોને સુરેન્દ્રનગરના મોલ ખાતે લઈ ગયા. બાળકોને પોતાની પસંદગીનાં નવાં કપડાં ખરીદવાની તક આપી. મનપસંદ કપડાં મળતાં બાળકોના ચહેરા હરખાઈ ગયા. તહેવારની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો. ‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંકલ્પ સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

07 Nov 2026 11:47 IST (IST)

Gujarat News Live: વ્યારા સુગરના ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. વ્યારા સુગરના ખેડૂતોને સરકારની 7.14 કરોડની દિવાળી ભેટ. હવે કાંઠા સુગરના ખેડૂતોની બાકી રકમ ચૂકવવાની માંગ. ઓલપાડ અને માંગરોળના 2,500 ખેડૂતોના 6થી 7 કરોડ બાકી છે. 50 હજાર ટન શેરડીના પિલાણનાં નાણાં છેલ્લા બે વર્ષથી અટવાયાં. કાંઠા સુગરના નાના અને સીમાંત ખેડૂતોને પણ રાહત આપવા માંગ કરવામાં આવી. ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકાર સમક્ષ માંગ કરી. વ્યારા સુગરની જેમ કાંઠા સુગરના ખેડૂતોને પણ તાત્કાલિક ચુકવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી. વ્યારાના 850થી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને દિવાળી પહેલાં મળશે બાકી નાણાં. ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા કરાશે રૂ.7.14 કરોડ. સરકારના નિર્ણયથી શેરડી પકવતા ખેડૂતોને મોટી આર્થિક રાહત થશે. 

07 Nov 2026 11:44 IST (IST)

Gujarat News Live: અમિત શાહ ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, કોમનવેલ્થ સહિતની બાબતો મુદ્દે કરશે બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 4 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજેબપોરે 12 વાગ્યે અમિત શાહની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે બેઠક યોજાશે. ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, કોમનવેલ્થ સહિતની બાબતોને લઈ બેઠક થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સબંધિત અધિકારીઓ હાજર રહેશે. નવા લાગુ કરાયેલા BNS કાયદા, આંતરિક સુરક્ષા મુદ્દે પણ ચર્ચા થશે. 9 નવેમ્બરના 464 કરોડના ખર્ચે તૈયાર થયેલ સાણંદ - ઇસ્કોન બ્રિજ સહિત 1500 કરોડના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન - લોકાર્પણ કરશે. 

07 Nov 2026 10:35 IST (IST)

Gujarat News Live: દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન સેવા વહેલી થશે બંધ

દિવાળીના દિવસે 8મી નવેમ્બરે મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરાયું છે. મુસાફરો અને સંચાલનની સુરક્ષાને કારણે 8 નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થશે.  વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે 7:00 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી રાત્રે અથવા સાંજે છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના કારણે થતી અસરોને રોકવા માટે આ સુરક્ષાત્મક પગલું લેવાયું છે.
 

07 Nov 2026 10:32 IST (IST)

Gujarat Breaking News Live: સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત

સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો. મંદિરની 500 મીટર ત્રિજ્યામાં માંસાહાર પર પ્રતિબંધ. કલેક્ટરનું પ્રતિબંધિત જાહેરનામું યથાવત રહેશે. ભાલકા તીર્થ અને ગીતા મંદિરને જોડતા માર્ગો પર પણ પ્રતિબંધ. પેન્ડિંગ અરજીઓનો બે મહિનામાં નિકાલ કરવા હાઈકોર્ટને ભલામણ.

07 Nov 2026 10:09 IST (IST)

Gujarat News Live: યુપીના ગાઝિયાબાદમાં પોલીસ ચોકીમાં બ્લાસ્ટ, એક યુવક ઘાયલ

ગાઝિયાબાદમાં ઈન્દિરાપુરમ પોલીસ મથક વિસ્તારની વસુંધરા ચોકીમાં રાતે 10 વાગ્યાની આસપાસ જોરદાર બ્લાસ્ટ થયો. જેમાં એક યુવક ઘાયલ થયો છે. દૂર દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો. ફોરેન્સિક ટીમ અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી. મળતી માહિતી મુજબ એક ડિલિવરી બોય જ્યારે સામાન આપવા આવ્યો હતે તે સમયે આ ધડાકો થયો. ધડાકો કેવી રીતે થયો એ તપાસ બાદ જાણવા મળશે. જે કાચ તૂટ્યા તે ડિલિવરી બોયને વાગ્યા છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

07 Nov 2026 09:32 IST (IST)

Gujarat News Live: અમદાવાદ: મટોડા GIDCમાં ચોકલેટ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી, 1 વ્યક્તિનું મોત

અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાતે ભયાનક આગનો બનાવ બન્યો.  જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મટોડા જીઆઇડીસીમાં ચોકલેટની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ સમયે કંપનીમાં પડી ગયેલ મોબાઈલ લેવા જતા વ્યક્તિનું ગુંગળાઈને મોત નીપજ્યું.

07 Nov 2026 09:11 IST (IST)

Gujarat News Live: સુરતમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત, દિવાળી ઉજવવા મામાના ઘેર આવ્યો હતો અને તબિયત લથડી

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત. સચિન જીઆઇડીસીમાં મામાના ઘરે દિવાળી મનાવવા આવેલ યુવકનું તાવ બાદ મોત. સાંઈ ભૂપત સોસાયટીમાં રહેતા યુવકને બે દિવસ તાવ આવ્યા બાદ મોત થયું. 18 વર્ષીય અમીષ પટેલને સતત બે દિવસથી તાવ આવી રહ્યો હતો. યુવકની વધુ તબિયત લથડતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો. યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજ્યું. યુવક દિવાળીનો પર્વ મનાવવા વતનથી સુરત મામાના ઘરે આવ્યો હતો. દિવાળીના એક દિવસ પહેલા જ યુવકનું તાવથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન. શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે રોગચાળો. પાંડેસરા,સચિન,ઉધના, સચિન જીઆઇડીસી માં જોવા મળી રહ્યા છે વધુ કેસો.
 

07 Nov 2026 08:55 IST (IST)

Gujarat News Live: પ્રયાગરાજમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

પ્રયાગરાજની સંગમ નગરીમાં હનુમાન જયંતીનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ અવસરે, સંગમ તટે આવેલા વિશ્વપ્રસિદ્ધ 'બડે હનુમાનજી' જેમને શયન અવસ્થામાં બિરાજમાન હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીની પૂજા અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે લાઈનમાં ઉભા છે. સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું છે.

જ્યાં દેશના મોટાભાગમાં હનુમાન જયંતી ચૈત્રી પૂનમે  ઉજવવામાં આવે છે ત્યાં પ્રયાગરાજમાં બડા હનુમાન મંદિરમાં કારતક માસના કૃષ્ણ પક્ષની ચૌદસ (કાળી ચૌદસ)ના દિવસે હનુમાન જયંતી  ઉજવવાની સદીઓ જૂની પરંપરા છે. વાલ્મિકી રામાયણમાં એવું માનવામાં આવે છે કે પવનપુત્ર હનુમાનજીનું પ્રાગટ્ય કારતક કૃ,્ણ પક્ષની ચૌદસ તિથિના રોજ સ્વાતિ નક્ષત્રમાં થયો હતું. જેના કારણે આ દિવસે બજરંગબલીનો જન્મોત્સવ ખાસ વિધિ વિધાનથી ઉજવવામાં આવે છે. 

07 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે કોમનવેલ્થ અને ગૃહવિભાગના પ્રશ્નો મુદ્દે મહત્વની બેઠક કરશે એવી માહિતી છે. 

07 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: નવસારીના બીલીમોરામાં દુકાનમાં આગ લાગી, લાખોનો સામાન બળીને ખાખ

નવસારીના બીલીમોરામાં મોડી રાતે પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બીલીમોરા ITI સામે આવેલી પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર વિભાગને જાણ કરાતા બીલીમોરા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આગનું સ્વરૂપ ગંભીર હોવાથી ગણદેવી નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં લેવાઈ. ફાયર વિભાગની ટીમે સતત એક કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી. દુકાનદારના જણાવ્યા અનુસાર આગમાં અંદાજે 8 થી 10 લાખનો માલસામાન બળીને ખાખ થયો છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

07 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: દિવાળી ઉજવવા સૌરાષ્ટ્રવાસીઓ સુરતથી માદરે વતન રવાના, ખાનગી બસ ચાલકો દ્વારા ઊઘાડી લૂંટ

દિવાળીના પર્વને લઈ સૌરાષ્ટ્રવાસીઓ પોતાના માદરે વતન જવા રવાના. ખાનગી બસ ચાલકો દ્વારા ચલાવવામાં આવી રહી છે ઉઘાડી લૂંટ. ડબલ ના સોફાના સામાન્ય દિવસમાં 1 હજાર ભાવ હોય છે પણ દિવાળીના પર્વમાં 2400 થી 2500 વસુલવામાં આવી રહ્યા છે. લોકો પણ પૈસા ખરચવા માટે મજબૂર બન્યા છે. 
 

07 Nov 2026 08:44 IST (IST)

Gujarat News Live: ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCએ ચાર્જશીટ દાખલ કરી, 14 લોકોના ગયા હતા જીવ

ભાવનગરમા સર્જાયેલા લઠ્ઠાકાંડ માં SMC એ ચાર્જશીટ ફાઈલ કરી છે. 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી 14 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત 42 આરોપીઓની ધરપકડ થઈ છે. લઠ્ઠાકાંડ બાદ ફરાર થયેલા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC એ લઠ્ઠાકાંડ કેસમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી છે. કેસને મજબૂત બનાવવા ચાર્જશીટ માં મની ટ્રેલ, CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ, અને FSL ના ટેક્નિકલ પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ મામલે SMC એ મિથેનોલ કેમિકલ સપ્લાયની આંતરરાજ્ય ચેઇનનો પણ પર્દાફાશ કરી 22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Add Zee News as a Preferred Source

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...