Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
દિલ્લીના મયુર વિહાર ફેઝ-2ની શાળામાં 9 વર્ષની બાળકીનું મોત. ટીચર સાથે વાત કરી રહી હતી તે વખતે અચાનક ઢળી પડી હતી. પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન, વર્ગખંડના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બાળકી અચાનક પડી જતી જોવા મળે છે.
શરદ પવારની તબિયત સતત લથડી રહી છે. તેમને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ આ માહિતી આપી હતી અને શરદ પવારના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ દ્વારા પોતાના પરિવાર અને પક્ષ વતી તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
04 Nov 2026, 10:17 PM
Gujarat News Live: સુરતમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની તોડબાજી
સુરતમાં ફૂડ ઇન્સ્પેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હોટલ-કેફે સંચાલકો પાસેથી તોડબાજી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ડુમસના ફ્લેમ્સ કેફેના સંચાલકને ચેકિંગ અને સર્ટિફિકેટના નામે ડરાવી ₹29,090 પડાવવાના ગુનામાં આણંદની હોટલમાં કુક તરીકે કામ કરતા યોગેશ ત્રિલોચંદ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સાગરીત નીરજ સાથે મળી વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા કેફે માલિકનો સંપર્ક કર્યો હતો. પોતાને ફૂડ ઇન્સ્પેક્ટર નીતિનભાઈ ગણાવી ચેકિંગની ધમકી આપી હતી. બનાવટી સર્ટિફિકેટ અને સારા રિવ્યુની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. ફરાર સાગરીત નીરજની શોધખોળ હાથ ધરાઈ છે.
મહેસાણાના ઉનાવામાંથી ખેડૂતોને આપવામાં આવતું સબસીડીવાળું 2500 બેગ યુરિયા ખાતર ઝડપાયું છે. રિયા એસ્ટેટ પાછળ આવેલ ગણેશ એગ્રોના ગોડાઉનમાંથી ખાતર ઝડપાયું છે. ઊંઝા મામલતદાર સહિત LCBએ બાતમીના આધારે રેડ પાડી હતી. આ દરમિયાન ગોડાઉનમાં તપાસ કરતા સરકારી યુરિયા ખાતરની અંદાજીત 2500 બેગો મળી આવી હતી.
છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે હડતાળ પર બેઠેલા વન રક્ષકોની હડતાળ આખરે સમેટાઈ છે. વન મંત્રી અર્જુન મોઢવાડીયા સાથે બેઠક બાદ લેખિત બાહેંધરી આપતાં હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિસ્ક એલાઉન્સ, રજા પગાર, ગ્રેડ પે, મહેકમ વધારવું અને બદલીના પડતર પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રિસ્ક એલાઉન્સ અને રજા પગારનો મુદ્દો નાણા વિભાગમાં પેન્ડિંગ છે. હાલ વન મંત્રીએ લેખિત બાહેંધરી આપતા હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો છે. ભવિષ્યમાં લેખિત ઠરાવ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. સંયુક્ત કર્મચારી મહામંડળના હોદ્દેદારોને સાથે વન મંત્રીની બેઠક યોજાઈ હતી.
04 Nov 2026, 5:59 PM
Gujarat News Live: AMC દ્વારા ડિમોલિશન માટે નવી પોલિસી તૈયાર
AMC દ્વારા ડિમોલિશન માટે નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ લાગુ થશે. ડિમોલિશન કામગીરીને વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે મકાન તોડતા પહેલાં AMCને 7 દિવસ અગાઉ લેખિત જાણ કરવી પડશે. ડિમોલિશન સાઇટને બાંધકામના કદ અને ઊંચાઈના આધારે 5 કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
મોટી સાઇટ પર સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ ફરજિયાત, જ્યારે ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ અટકાવવા ખાસ વ્યવસ્થા કરવી પડશે. આસપાસની મિલકતોની સુરક્ષાની જવાબદારી તોડનારની રહેશે. કામદારો માટે હેલ્મેટ, સેફ્ટી શૂઝ અને સુરક્ષા સાધનો ફરજિયાત. ડિમોલિશનથી નીકળતો કાટમાળ 48 કલાકમાં હટાવવો પડશે. કાટમાળનું પરિવહન ઢાંકેલાં વાહનોમાં જ કરવાનું રહેશે.
04 Nov 2026, 5:30 PM
Gujarat News Live: સુરતનો યુવાન રશિયામાં થયો ગુમ
સુરતનો યુવાન રશિયામાં ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. ચાર મહિનાથી રમણિક સખવાળા પરિવારથી સંપર્ક વિહોણો છે. બિઝનેસની જાણકારી માટે રશિયા ગયો હતો. બાદમાં બિઝનેસ વર્ક પર ત્યાં રહી ગયો હતો. 13 જૂન 2025ના રોજ રશિયા ગયો હતો. કામ ન મળતા એપ્રિલમાં સુરત પરત આવવાનો હતો. બાદમાં રશિયાની આર્મીમાં જોડાયો હતો. 24 જૂનના રોજ પત્ની સાથે છેલ્લી વાત થઈ હતી. 15 દિવસ ટ્રેનિંગ હોવાથી ટાવર નહીં આવે તેવી કરી હતી. ટ્રેનર અર્જુનનો નંબર આપ્યો હતો. અર્જુન પણ પરિવારને ગોળગોળ વાત કરી રહ્યો છે.
04 Nov 2026, 4:21 PM
Gujarat News Live: ખેડુતોને પાણી મળી રહે તે દિશામાં સરકારના પ્રયાસ: જીતુ વાઘાણી
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પાણીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના ખેડુતોને શિયાળુ પાક માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર તત્પર છે. રાજ્યમાં પીવાનું પાણી અને પશુઓ માટે પાણીનો જથ્થો રિઝર્વ રાખવાની વ્યવસ્થા કરવામાં સરકાર કામગીરી કરી રહી છે. ગુજરાતને વધુ પાણીનો જથ્થો મળે એ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે, જ્યારે જે પ્રકારે જે સ્થિતિનું નિર્માણ થશે તે આધારે નિર્ણય લેવામાં આવશે.
04 Nov 2026, 4:13 PM
Gujarat News Live: દિવાળી પહેલા જનતા પર વધુ એક મોંઘવારીનો માર
દિવાળી પહેલા જનતાને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. દિવાળી પેહલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો કર્યો છે. ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો કર્યો છે. હવે અમુલના 1 કિલો ઘી માટે રૂપિયા 680 ચૂકવવા પડશે. અમુલ પ્યોર ઘીના 500 ગ્રામ પાઉચ પર 20 રૂપિયાનો વધારો કરાયો છે, તો બટરના 100 ગ્રામના પેક પર 3 રૂપિયાનો વધારો અને બટરના 500 ગ્રામના પેક પર 15 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થતાં લોકોમાં નારાજગી જોવા મળી. રસોડામાં રોજિંદા ઉપયોગ થતી વસ્તુમાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
ગુજરાતમાં પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે પશુધન વીમા યોજનાને મંજૂરી આપી છે. પશુપાલકોને પશુ દીઠ વાર્ષિક 40 હજાર રૂપિયા સુધીનું વીમા કવચ મળશે. કેન્દ્ર સરકારની યોજનામાં રાજ્ય સરકાર પણ આર્થિક સહાય આપશે. પશુધન વીમા સહાય માટે રાજ્ય સરકાર તરફથી 55 લાખ રૂપિયાની સહાય ફાળવાશે. એક લાખ પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. યોજનાનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. અત્યાર સુધીમાં 36,147 પશુપાલકોએ વીમા માટે અરજી કરી છે. પશુઓની મુશ્કેલી અને આકસ્મિક નુકસાન સામે પશુપાલકોને આર્થિક સુરક્ષા આપવાનો સરકારનો પ્રયાસ છે. બાકી રહેલા પશુપાલકોને પણ યોજનાનો લાભ લેવા સરકારે અપીલ કરી છે.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.