)
જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા ઈમેલ આઈડી દ્વારા જેલ ઉડાવવાની ધમકી મળી હતી. એ ડિવિઝન, એસઓજી અને એલસીબીએ તપાસ શરૂ કરી છે. બોમ્બ સ્કોર્ડ દ્વારા સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું. જો કે, જેલ પરિસરમાંથી શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, તેથી સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. વલસાડ અને વાપીમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. વાપીમાં 150 બેડની આધુનિક સરકારી હોસ્પિટલનું CMના હસ્તે લોકાર્પણ કરાયું, તો વાપીમાં CMના હસ્તે 441 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ, મંત્રી નરેશ પટેલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણમાં યુવકનું મકાન સળગાવાયું હોવાની ઘટના સામે આવી છે. યુવતી અને યુવક ઘરેથી ભાગી જતા યુવકનું મકાન સળગાવી દીધું. યુવતીના પરિવારે યુવકનું મકાન સળગાવી દીધું હોવાની આશંકા છે. હવે આ મામલે 20 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે રાત્રે ઘટના બની હતી. પેટ્રોલ-ડીઝલ છાંટી મકાન સળગાવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.
ગાંધીનગર ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં રાજ્ય સરકાર દિવાળી પહેલા કર્મચારીઓ માટે મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર DA વધારાનો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે 3% DA વધારાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ DA વધારાની જાહેરાત કરી શકે છે.
આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નથી. રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...