SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા: PM મોદીએ સરદાર પટેલને કર્યા નમન, 400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 31 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Oct 31, 2026, 08:17 AM IST | Updated: Oct 31, 2026, 10:42 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

31 Oct 2026, 10:00 AM

Gujarat News Live: સરદાર સાહેબના જન્મજયંતી પર દેશભરમાં વિશેષ દોડનું આયોજન, દિલ્લીમાં શાહે તો વડોદરામાં CM, ડભોઈમાં DyCMએ દોડને કરાવી શરૂ...

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દેશભરમાં વિશેષ ‘દોડ’ (રન ફોર યુનિટી) નું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દિલ્લી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશેષ દોડને લીલી ઝંડી આપીને ફ્લેગઓફ કર્યું હતું. બીજી તરફ, ગુજરાતમાં પણ આ પર્વની ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જ્યાં વડોદરામાં મુખ્યમંત્રી (CM) અને ડભોઈમાં નાયબ મુખ્યમંત્રી (DyCM) દ્વારા આ પ્રેરણાદાયી દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને લોહપુરુષને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશની એકતા તથા અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ લીધો હતો.

31 Oct 2026, 9:59 AM

Gujarat News Live: કૃષિમંત્રી જીતુ વાઘાણીનો અનોખો અંદાજ, દોડ્યા બાદ જાતે ગાંઠિયા બનાવી માણી સ્વાદિષ્ટ મજા

રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનો એકદમ અનોખો અને સરળ અંદાજ જોવા મળ્યો હતો. સરદાર સાહેબની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી આ દોડમાં ઉત્સાહભેર ભાગ લઈને મંત્રીજીએ દોડ લગાવી હતી, એટલું જ નહીં પરંતુ દોડ પૂર્ણ થયા બાદ તેઓ એક દુકાને પહોંચીને જાતે જ ગાંઠિયા બનાવતા પણ નજરે પડ્યા હતા. રાજકોટના પ્રખ્યાત ગાંઠિયાની મજા માણવાની સાથે તેમણે ભાજપના ધારાસભ્યો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે હસતાં-રમતાં સમય વિતાવ્યો હતો, જેની આ તસવીરો અને અંદાજ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

31 Oct 2026, 9:59 AM

Gujarat News Live: અમદાવાદમાં દોડતી AMTS બસ બની યમદૂત, નારણપુરામાં ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

અમદાવાદ શહેરમાં AMTS બસોની બેફામ રફ્તાર અને બેદરકારીભરી ડ્રાઇવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની દુર્ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે દોડતી AMTS બસે એક બાઈક ચાલકને પોતાની અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

31 Oct 2026, 9:57 AM

Gujarat News Live: પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ: દિલ્લીમાં સમાધિ સ્થળ પર કોંગ્રેસના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમને દેશભરમાં યાદ કરવામાં આવી રહ્યા છે. આ પવિત્ર અવસરે રાજધાની દિલ્લી ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ 'શક્તિસ્થળ' પર કોંગ્રેસપક્ષ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહીને પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા.

31 Oct 2026, 9:57 AM

Gujarat News Live: આજે સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી: SOU ખાતે મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ

આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની અદભુત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર પહોંચીને સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતના નાગરિકો માટે આશરે રૂ. ૪૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ પણ આપવામાં આવનાર છે, જેનાથી આ પર્વનો ઉત્સાહ વધુ દ્વિગુણિત બન્યો છે.

31 Oct 2026, 9:09 AM

Gujarat News Live: PM મોદી SOU ખાતે પહોચ્યા, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કરશે સહભાગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાતના ભાગરૂપે કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) ખાતે પહોંચી ગયા છે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) ની ભવ્ય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા સુરક્ષા અને અન્ય તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યાં તેઓ પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રને સંબોધિત કરશે.

31 Oct 2026, 8:41 AM

Gujarat News Live: ગુગલની પેરન્ટ કંપની અલ્ફાબેટને મોટું નુકસાન

અલ્ફાબેટની માર્કેટ વેલ્યૂમાં ૫૦૦ અબજ ડોલરથી વધુનો મોટો ઘટાડો. કંપનીના ઇતિહાસમાં માર્કેટ વેલ્યૂમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો. ગુગલ સર્ચમાં AI મોડની વધતી લોકપ્રિયતાની કંપનીના નફા પર પડી અસર. જાહેરાત અને સર્ચ બિઝનેસના નબળા પરિણામોથી રોકાણકારોની ચિંતા વધી. હોર્મુઝની અખાતમાં કૂડ ઓઇલ ટેન્કર પર હુમલા વચ્ચે AI કમાણી અપેક્ષાથી ઓછી રહી.

31 Oct 2026, 8:40 AM

Gujarat News Live: મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે ૧ નવેમ્બરથી નિયમો બદલાશે

૧ નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમોમાં થશે મોટા ફેરફાર. ડિજિટલ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ પ્લાન આપમેળે પસંદગીનો બનશે વિકલ્પ. રેગ્યુલર પ્લાન પસંદ કરનારા રોકાણકારોને ઊંચા ચાર્જ અંગે અગાઉથી કરાશે જાણ. સેબી લિસ્ટિંગ અને ડિસ્ક્લોઝર નિયમોની કરી રહી છે સમીક્ષા. તુહિન કાંત પાંડે મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે નેટ સેટલમેન્ટ સિસ્ટમ પર વિચારણા શરૂ.

31 Oct 2026, 8:40 AM

Gujarat News Live: ગુજરાતમાં આયુષ દવામાં ભેળસેળ

ગુજરાતમાં આયુષ દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા કસોટીમાં નાપાસ થયા. આયુર્વેદિક દવાઓના નામે ભારે ધાતુઓ અને એલોપેથિક દવાઓનું કરાતું હતું મિશ્રણ. સુરત અને વડોદરામાંથી ₹૪૨ લાખથી વધુની કિંમતનો બનાવટી જથ્થો ઝડપાયો. વિના પ્રિસ્ક્રિપ્શન ઓનલાઇન વેચાતી ઉત્તેજક દવાઓ સામે આરોગ્ય વિભાગ લાલઘૂમ. તપાસ બાદ લાયસન્સ મોકૂફ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ.

31 Oct 2026, 8:40 AM

Gujarat News Live: અમદાવાદમાં 'નો એન્ટ્રી'ના ધજાઘરા

પોલીસ કમિશનરના જાહેરનામા છતાં ભારે વાહનો શહેરમાં બેરોકટોક દોડ્યા. ઓક્ટોબરના ૨૮ દિવસમાં જ ભારે વાહનોની અડફેટે ૧૩ લોકોના કરૂણ મોત. શાહીબાગ, પાલડી અને ગીતામંદિરમાં સ્લીપર બસો સામે તંત્રની આંખ આડા કાન. સવારે ૮થી રાત્રે ૧૧ સુધી ૩૩થી વધુ સીટવાળા વાહનો પર પ્રતિબંધ કાગળ પર. નવરાત્રિ બાદ ટ્રાફિક પોલીસની ઢીલી નીતિથી માર્ગ સલામતી સામે ગંભીર સવાલો.

31 Oct 2026, 8:39 AM

Gujarat News Live: સારા અલી ખાનના કેદારનાથ દર્શન પર ફતવો

અભિનેત્રી સારા અલી ખાનના કેદારનાથ મંદિરમાં દર્શન કરવા પર નવો વિવાદ. ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના મૌલાના મુફ્તી શહાબુદ્દીને જારી કર્યો ફતવો. અન્ય ધર્મની પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં સામેલ થવું શરીયા વિરુદ્ધ ગણાવ્યું. મૌલાનાએ સારા અલી ખાનને આ બાબતે જાહેરમાં માફી માંગવા કરી અપીલ. સોશિયલ મીડિયા પર ધાર્મિક સંહિતા અને દર્શનના મુદ્દે ચર્ચા ગરમ થઈ.

31 Oct 2026, 8:39 AM

Gujarat News Live: ISROની મોટી સિદ્ધિ: GSLV-F18 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ, નેવિગેશન સેવાઓ થશે મજબૂત

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા GSLV-F18 રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ NVS-03 સેટેલાઇટને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવાયો છે. આ મિશનની સફળતાથી દેશની નેવિગેશન સેવાઓને વધુ મજબૂતી મળશે. આ સેટેલાઇટમાં સ્વદેશી અને આયાતી એટોમિક ક્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ L1, L5 અને S સિગ્નલ દ્વારા કવરેજ ક્ષેત્રમાં મોટો વિસ્તાર થશે. આનાથી ભારત અને તેની આસપાસ ૧,૫00 કિલોમીટર સુધીના વિસ્તાર પર સચોટ નજર રાખી શકાશે, જેનાથી IRNSS સિરીઝની નેવિગેશન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

31 Oct 2026, 8:39 AM

Gujarat News Live: ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસના સ્વાંગમાં ત્રણ યુવાનોનું અપહરણ, ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

ગાંધીનગર ગેલેરીયા કોમ્પલેક્ષની ઓફિસમાંથી છ આરોપીઓએ સાયબર ક્રાઈમ પોલીસ તરીકે ઓળખ આપી ત્રણ વેબ ડેવલોપરોનું 'ગવર્મેન્ટ ઓફ ગુજરાત' લખેલી ભાડાની કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આરોપીઓએ રૂ. 4 લાખની ખંડણી પણ વસૂલી હતી. આ ઘટના અંગે સરથાણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બાકીના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

31 Oct 2026, 8:39 AM

Gujarat News Live: અમરેલીના ખાંભાના ચકરાવા ગામે વીજળી પડી, વાડીએ ખેતીકામ કરતાં 46 વર્ષીય મહિલાનું મોત

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચકરાવા ગામે વીજળી પડવાની એક કરુણ ઘટના સામે આવી છે. વાડીમાં ખેતીકામ કરી રહેલા 46 વર્ષીય મહિલા પર અચાનક આકાશી વીજળી ત્રાટકતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અણધારી આફતને કારણે મૃતક મહિલાના પરિવારમાં અને સમગ્ર ગામમાં અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.

31 Oct 2026, 8:38 AM

Gujarat News Live: ગુજરાતના 7 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ, હજુ પણ માવઠાની આગાહી

ગુજરાતના 7 જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ખેતરોમાં કાપણી કરીને સૂકવવા માટે મૂકેલા મગફળીના પાથરા પાણીમાં પલળી જવાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અણધાર્યા વરસાદને કારણે અન્નદાતાઓની ચિંતા વધી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

31 Oct 2026, 8:38 AM

Gujarat News Live: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનાનો ભાવ 1 લાખ 38 હજાર, 1 કિલો ચાંદીનો ભાવ1 લાખ 79 હજારે...

છેલ્લા એક વર્ષમાં પ્રથમવાર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ગ્રાહકો અને રોકાણકારોમાં રાહતની લાગણી જોવા મળી છે. તાજેતરના આંકડા મુજબ, 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,38,000 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ઘટીને 1,79,000 રૂપિયા થયો છે. કિંમતોમાં આવેલા આ નોંધપાત્ર ઘટાડાને કારણે બજારમાં સોના-ચાંદીની ખરીદી માટે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

31 Oct 2026, 8:38 AM

Gujarat Breaking News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પર સદ્ગત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ જનતા માટે અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે. આજના દિવસના વિશેષ કાર્યક્રમરૂપે તેઓ સાંજે રાષ્ટ્રીય એકતા દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES