Gujarat News Live: કચ્છમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, કાર્તિકી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Breaking News Live Updates: 24 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
Gujarat Breaking News Live Updates: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...
આજે દેવદિવાળીને લઈ યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે નવા વર્ષની પ્રથમ પૂનમ કાર્તકી પૂનમ અને દેવ દિવાળી છે, જેને લઇ શ્રદ્ધાળુઓમાં ધાર્મિકસ્થળોએ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે વહેલી સવારથી શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને અનેક ભક્તો મંદિરમાં અનુષ્ઠાન કરતા નજરે પડ્યા હતા અને નિજ મંદિરમાં પણ સમગ્ર પરિસર ભક્તો દ્વારા બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
24 Nov 2026 15:59 IST
Gujarat News Live: કચ્છમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત
કચ્છના માર્ગો પર બેફામ રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કચ્છની રણકાંધીએ હાજીપીર રોડ પર ઢોરો નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાજીપીર રોડ પર ટ્રકની અડફેટે ચડેલા ટ્રેક્ટરમાં સવાર 3 લોકોના મોત થયા છે. તો બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. માર્ગ નિર્માણની કામગીરી કરતું ટ્રેક્ટર મજૂરોને લઈ મેઈન રોડ પર ચઢવા ગયું ત્યારે અકસ્માત સર્જાયો હતો.
2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.