SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: PM મોદી ફરીથી આવશે ગુજરાત, જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓને અકસ્માત, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 11 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Kinjal Patel
Published: Nov 11, 2026, 08:39 AM IST | Updated: Nov 11, 2026, 09:26 AM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..

11 Nov 2026 09:26 IST

Gujarat News Live: અમદાવાદના જગન્નાથ મંદિરે ભાઈબીજ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

આજે ભાઈબીજના પવિત્ર પર્વે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ અવસરે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો અલૌકિક શણગાર કરી મંદિર પરિસરને મનોહર ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધના પર્વે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહી છે. પ્રચલિત માન્યતા મુજબ બહેન યમુનાને યમરાજનું વરદાન મળ્યું હોવાથી આજના દિવસે બહેન પાસે તિલક કરાવનાર ભાઈનું અકાળ મૃત્યુ થતું નથી. વહેલી સવારથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે અવરજવર વચ્ચે ભક્તોએ ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

11 Nov 2026 09:26 IST

Gujarat News Live: ભાઈબીજે અમદાવાદમાં બહેનો માટે ખાસ ભેટ; સીટી બસમાં બહેનોની મુસાફરી મફત

આજે ભાઈબીજના પાવન પર્વ પર ભાઈઓ પોતાની બહેનના ઘરે જઈને તિલક કરાવી સ્નેહના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની બહેનોને એક સુંદર ભેટ આપવામાં આવી છે, જે અંતર્ગત આજે અમદાવાદની તમામ સિટી બસમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે. Z 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં બહેનોએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે AMC દ્વારા દર વર્ષે રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે આપવામાં આવતી આ સુવિધા તેમના માટે સાચા અર્થમાં ભાઈબીજની અમૂલ્ય ભેટ સમાન છે.

11 Nov 2026 08:43 IST

Gujarat News Live: નવા વર્ષે જાડેજા પરિવાર પર કાળ ત્રાટક્યો: જામનગર-અલીયાબાડા પાટિયા નજીક ઇકો કાર પલટી જતા બે લોકોના મોત

જામનગર-અલીયાબાડા પાટિયા નજીક ઇકો કાર પલટી મારી જતાં જાડેજા પરિવાર માટે નવા વર્ષનો દિવસ ગમગીનીમાં ફેરવાયો હતો. કારમાં સવાર ૧૭ વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજા નો ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ઇજાઓ પહોંચી હતી. અકસ્મતગ્રસ્ત ઇકો કારમાં આઠ લોકો સવાર હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવા વર્ષ ના દિવસે જ દીકરીનું મોત થતાં જાડેજા પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવ ની જાણ તથા પંચકોષી-એ ડિવિઝન પોલીસ ની ટુકડી ઘટના સ્થળે આવી ગઇ અને વધુ આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ છે.

11 Nov 2026 08:43 IST

Gujarat News Live: ભરૂચના નારાયણ નગર-2 વિસ્તારમાં ઘરની બહાર ગેસ લાઇનમાં લીકેજથી આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ભરૂચના નારાયણ નગર-2 વિસ્તારમાં ઘરની બહારથી પસાર થતી ગેસ લાઇનમાં લીકેજ થવાના કારણે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી છે. મિળતી માહિતી મુજબ, ગેસ લીકેજ થઈ રહ્યું હતું તે દરમિયાન નજીકમાં બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને તેના તણખા ગેસના સંપર્કમાં આવતાં આગ ભભૂકી ઉઠી હોવાની પ્રાથમિક આશંકા છે. આ અચાનક લાગેલી આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

11 Nov 2026 08:42 IST

Gujarat News Live: ભરૂચના જંબુસરના ભોદર ગામે બેસતા વર્ષના દિવસે મારામારી, જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયાનો આક્ષેપ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભોદર ગામે બેસતા વર્ષના પવિત્ર દિવસે જ મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે. છોકરીને ભગાડી જવાની જૂની અદાવતમાં ત્રણ મહિના બાદ દિવાળી મનાવવા વતન આવેલા યુવક શંકર ભાઇલાલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. યુવક જ્યારે ખેતરમાં દીવા કરવા ગયો હતો ત્યારે તેને નિશાન બનાવી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના લીધે તેના પગમાં ફ્રેક્ચર થયું છે. ઘટના બાદ પ્રાથમિક સારવાર આપી યુવકને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે જંબુસર વેડચ પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

11 Nov 2026 08:42 IST

Gujarat News Live: વડોદરાના વડજ ગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ, ઘટનામાં બેથી વધુ લોકોને પહોંચી ઈજા

વડોદરા નજીક આવેલા વડજ ગામમાં અંગત અદાવતને કારણે બે જૂથો સામસામે આવી જતાં ભારે બબાલ સર્જાઈ હતી. જૂની રંજિશમાં થયેલી આ હિંસક ઝઘડામાં બેથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારમાં શાંતિ જાળવી રાખી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

11 Nov 2026 08:42 IST

Gujarat News Live: ગુજરાતમાં અકસ્માતની વણઝાર: વિવિધ અકસ્માતોમાં 7 લોકોના કરૂણ મોત

રાજ્યભરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, જેમાં અલગ-અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. છોટાઉદેપુરમાં સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે વડોદરાના પાદરા નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં 2 લોકોના કરૂણ મોત થયા છે. આ સિવાય ભાવનગર અને આણંદમાં પણ બનેલી અકસ્માતની ઘટનાઓમાં એક-એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને પગલે સ્થાનિકોમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

11 Nov 2026 08:41 IST

Gujarat News Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી આવશે ગુજરાતની મુલાકાતે, જામનગરમાં સહાયતા સેતુ કાર્યક્રમમાં આપશે હાજરી

ગુજરાત માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ જામનગરમાં આયોજિત થનારા વિશેષ 'સહાયતા સેતુ' કાર્યક્રમમાં હાજરી આપશે. આ મહત્વકાંક્ષી કાર્યક્રમ આવામી 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિથી સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

11 Nov 2026 08:41 IST

Gujarat News Live: ખંભાતમાં દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ ગળેટૂંપો આપી હત્યા કરી

ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતા કૌશલકુમાર પટેલે દિવાળીની રાત્રે દુપટ્ટા વડે એકની એક દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

11 Nov 2026 08:41 IST

Gujarat News Live: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓનો અકસ્માત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે મંગળવારે પ્રવાસીઓને લઈ જતી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં પડી ગયું હતું.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES