• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: જ્ઞાનેશ કુમાર CECના પદ પરથી હટશે અને જેલ જશે: રાહુલ ગાંધી, તાલાલા પંથકમાં કમોસમી વરસાદ
Live Now

Gujarat News Live: જ્ઞાનેશ કુમાર CECના પદ પરથી હટશે અને જેલ જશે: રાહુલ ગાંધી, તાલાલા પંથકમાં કમોસમી વરસાદ

Gujarat Breaking News Live: 01 નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Nov 01, 2026, 04:12 PM IST|Updated: Nov 01, 2026, 05:16 PM IST
joinshare
Gujarat News Live: જ્ઞાનેશ કુમાર CECના પદ પરથી હટશે અને જેલ જશે: રાહુલ ગાંધી, તાલાલા પંથકમાં કમોસમી વરસાદ
01 Nov 2026 17:16 IST (IST)
share

Gujarat News Live: તાલાલા પંથકમાં કમોસમી વરસાદ

ગીર સોમનાથના તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલાલા સીટી અને ગુંદરણ ગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તાલાલાના ગીર ગામોમાં પણ વરસાદ વરસ્યો છે, તોધાવા, સુરવા, વાડલા સહિતના ગીર વિસ્તારના ગામોમાં પણ ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે. 

01 Nov 2026 17:10 IST (IST)

Gujarat News Live: જ્ઞાનેશ કુમાર CECના પદ પરથી હટશે અને જેલ જશે: રાહુલ ગાંધી

દિલ્લીના રામલીલા મેદાનમાં મહારેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ના પદ પરથી રાજીનામું આપવું પડશે અને તેઓ જેલમાં જશે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ આ દરેક ભારતીય નાગરિકના મત અને અવાજની ચોરી છે. રાહુલ ગાંધીએ આને દેશદ્રોહનું કૃત્ય ગણાવ્યું.

તેમણે આરોપ લગાવ્યો કે આ લોકોએ તમામ બંધારણીય સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. તેમણે દલીલ કરી કે, ખેડૂતોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, યુવાનોને રોજગારી મળી રહી નથી. રાહુલે વધુમાં આરોપ લગાવ્યો કે હજારો કરોડની લોન માફ કરી દેવામાં આવે છે, જ્યારે જો કોઈ સામાન્ય નાગરિક આવું જ કંઈક કરે, તો તેને માર મારવામાં આવે અને જેલમાં નાખી દેવામાં આવે છે.

01 Nov 2026 16:43 IST (IST)

Gujarat News Live: પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ

પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ઘોઘંબા તાલુકાના સાજોરા પંથકમાં બેફામ રેતી અને માટી ચોરીના આક્ષેપ સામે આવ્યા છે. જાગૃત નાગરિકે વીડિયો બનાવી રેતી માટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. હાલ પણ આ વિસ્તારમાં માફિયાઓ દ્વારા ખનન ચાલુ હોવાના આક્ષેપ છે. ખાન ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. 

01 Nov 2026 16:18 IST (IST)

Gujarat News Live: દિવાળી પર 143 કેદીઓને 15 દિવસના પેરોલ

દિવાળી પર્વ નિમિત્તે ગુજરાતના 143 કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. 6 નવેમ્બરથી ધનતેરસના દિવસે કેદીઓને પેરોલ પર મુક્ત કરાશે. 60 વર્ષથી વધુ વયના 103 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓને લાભ મળશે. વર્ષ 2003થી રાજ્ય સરકાર દ્વારા દિવાળી પર્વ પર કેદીઓને પેરોલ આપવાની પરંપરા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો નિર્ણય. પરિવારજનો સાથે દિવાળી ઉજવવાની તક મળશે. ગંભીર ગુનાઓમાં સજા ભોગવતા કેદીઓને પેરોલનો લાભ નહીં મળે.

A decision rooted in compassion and humanity. The Gujarat Government has granted 𝟭𝟱 𝗱𝗮𝘆𝘀 𝗼𝗳 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝗽𝗮𝗿𝗼𝗹𝗲 𝘁𝗼 𝟭𝟰𝟯 𝗲𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲 𝗽𝗿𝗶𝘀𝗼𝗻𝗲𝗿𝘀, giving them an opportunity to celebrate the festival of lights with their families and loved ones. An initiative that recognises the importance of family bonds, human values and the spirit of rehabilitation.

— Harsh Sanghavi (@sanghaviharsh) November 1, 2026

 

01 Nov 2026 16:17 IST (IST)

Gujarat News Live: દિલ્લીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી

દિલ્લીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી યોજાઈ રહી છે. CEC જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે તમામ વિપક્ષી નેતાઓ માર્ચમાં જોડાયા. પોલીસ 200 CCTV અને ડ્રોન કેમેરાથી ભીડ પર નજર રાખી રહી છે. રેલીમાં વિરોધ પક્ષોના ટોચના નેતાઓ ઉપરાંત પક્ષના કાર્યકરો, વિદ્યાર્થી સંગઠનો અને સમાજના પ્રતિનિધિઓ સહિત વિશાળ જનમેદની ઉમટી પડી છે. 


 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
છેલ્લી T20માં કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન શ્રેયસ અય્યરે કોના પર ફોડ્યું હારનું ઠીકરું

છેલ્લી T20માં કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન શ્રેયસ અય્યરે કોના પર ફોડ્યું હારનું ઠીકરું

2

'આસામ આવો, ઘક્કો મારીને બાંગ્લાદેશમાં મોકલી દઈશ...' રાહુલ ગાંધી પર CM હિમંતાના પ્રહારો, જુઓ VIDEO

3

2 અને 3 નવેમ્બરે આ બેંકમાં હડતાળ! ગ્રાહકોને થઈ શકે છે અસુવિધાનો, ફક્ત આ સેવાઓ રહેશે ચાલુ

4

ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કરી કબજે

5

Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...