SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખજુરાહોથી લઈને ગાંધીનગર સુધી... ગુજરાતના રાજકારણમાં કઈ ‘વાડાબંધી’નો આ ખેલ નવો નથી!

ગાંધીનગરમાં રિસોર્ટ પોલિટિક્સ પર આરપારની લડાઈ જોવા મળી રહી છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી આયોગને રજૂઆત પણ કરી છે. ઉમેદવારના પરિવારને ડરાવાતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસને તેમના કાર્યકરો પર જ વિશ્વાસ નથી. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સનો ઈતિહાસ કઈ નવો નથી. વિગતવાર માહિતી ખાસ જાણો.

Written By Viral Raval
Published: Sep 28, 2026, 02:39 PM IST | Updated: Sep 28, 2026, 02:43 PM IST
Join

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર 2026ના રોજ ચૂંટણી થશે. જ્યારે મતગણતરી 13 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. જો કે મતદાન પહેલા જ રાજકારણ ગરમાયું છે અને મુદ્દો રિઝોર્ટ પોલિટિક્સનો ઉઠ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ નામાંકન પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ. પરંતુ ફોર્મ પાછા ખેંચવાના તબક્કાને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષો એલર્ટ  થઈ ગયા અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના દાવાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ પક્ષના ઉમેદવારોને ગાંધીનગર સ્થિત ધારાસભ્ય ક્વાર્ટર્સમાંથી અલગ અલગ સ્થળે લઈ જવામાં આવ્યા કોંગ્રેસ ઈચ્છતી હતી કે ઉમેદવારો નામાંકન પરત ખેંચવાના દિવસ સુધી એક સાથે નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ રહે. ત્યારે એ સવાલ ઉભો થયો કે કોંગ્રેસને ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવો ડર હતો કે પછી આ કોઈ રણનીતિ હતી? કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ લલિત કગથરા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સામે ઉમેદવારોને આ રીતે અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની વાત સ્વીકારી હતી. ત્યારે અહીં એ સમજવું જરૂરી છે કે ગુજરાતમાં આ રીતે ધારાસભ્યોને લઈ જવાનો જૂનો ઈતિહાસ રહ્યો છે. એક નજર  તેના પર ફેરવી લઈએ.

વર્ષ 1995 ખજુરાહો પ્રકરણ 
1995માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સીટોમાંથી 121 સીટો મેળવીને બહુમત મેળવ્યો હતો. ત્યારે શંકરસિંહ વાઘેલાને એવી અપેક્ષા હતી કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે પરંતુ પરંતુ ભાજપ નેતૃત્વએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એવું કહેવાય છે કે કેશુભાઈને સીએમ બનાવવામાં નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા હતી. મુખ્યમંત્રી નહીં બનવાના કારણે શંકરસિંહ વાઘેલા નારાજ હતા. કેશુભાઈની સરકારને હજુ 6 મહિના જ થયા હતા અને વાઘેલાએ સપ્ટેમ્બર 1995માં ભાજપ વિરુદ્ધ બળવો પોકાર્યો. 121 વિધાયકોમાંથી એક તૃતિયાંશથી વધુ એટલે કે 48 જેટલા ભાજપ વિધાયકોને લઈને વાઘેલા મધ્ય પ્રદેશના ખજુરાહો પહોંચ્યા હતા. ત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર હતી અને દિગ્વિજય સિંહ મુખ્યમંત્રી હતા.

કેશુભાઈ પટેલ અને વાઘેલા જૂથો વચ્ચે મતભેદો વધવા લાગ્યા હતા. કેશુભાઈ પટેલે 21 ઓક્ટોબર 1995ના રોજ રાજીનામું આપી દીધુ. સમાધાન સ્વરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં શંકરસિંહ વાઘેલા અલગ પડીને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત આવા અન્ય કિસ્સા પણ જોવા મળેલા છે.

વર્ષ 2017 બેંગલુરુ રિસોર્ટ 

વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી પહેલાં વાડાબંધી  

વર્ષ 2026 ગાંધીનગર મનપા ચૂંટણી
ગાંધીનગર મનપાના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોને રિસોર્ટમાં લઈ ગઈ. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પ્રભારી નિરવભાઈ અમીને કટાક્ષ કરતા કહ્યું કે વિધાનસભા હોય કે લોકસભા રિસોર્ટ પોલિટિક્સ માર્ચ કોંગ્રેસને રસ છે. હવે મહાનગરપાલિકામાં પણ રિસોર્ટ પોલિટિક્સ કોંગ્રેસ કરી રહી છે. ભાજપ 41 નહીં પણ 44 બેઠક જીતીને ચૂંટણીનો પણ રેકોર્ડ તોડશે.

બીજી બાજુ ચૂંટણી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક કલહ રહેલો છે. તેમને તેમના ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી. આંતરિક રાજકારણના કારણે વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસના કાર્યકરો લોકોની વચ્ચે રહ્યો નથી. ક્યાંક આવી સ્થિતિના કારણે જ અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે 

Watch Video

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES