દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા રૂઠ્યા: કલ્યાણપુરમાં દુષ્કાળનો ડાચો, વહાલસોયા પશુધનને બચાવવા માલધારીઓ હિજરત કરવા મજબૂર
Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહિવત વરસાદને કારણે દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદના અભાવે ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એટલું જ નહીં, પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે. ત્યારે ખેડૂત એવા પશુપાલક રામભાઈ દેવશીભાઈ લગારીયા પોતાના વહાલા પશુધનને બચાવવા અને જીવાડવા માટે માલધારી પરિવારો ભારે હૈયે અન્ય જિલ્લાઓ તરફ હિજરત કરવા મજબૂર બન્યા છે. માલધારીઓ પોતાના પશુઓને વાહનોમાં ભરીને ગામ છોડી રહ્યા હોય તેવા ભાવુક દ્રશ્યો સામે આવ્યા.
Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા રૂઠ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસું પૂર્ણ થવા છતાં કલ્યાણપુર તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેતીના પાક મુરઝાયા છે, તો તળાવો અને કૂવાઓ પણ ખાલીખમ બન્યા છે. પાણી અને ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી વધી છે.
પરિવારજનોની આંખોમાં લાચારી અને વેદના છલકાઈ
ચુર ગામના 4થી 5 પરિવારો 35થી 40 પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. વર્ષોથી વસવાટ કરતા બાપ-દાદાના વતનને છોડીને અજાણ્યા પંથે નીકળેલા પશુપાલકો અને તેમના પરિવારજનોની આંખોમાં લાચારી અને વેદના છલકાઈ રહી છે.
ગાંધીનગર મનપાના મેયર કોણ? 5 વિધાનસભા બેઠકો પર ઠાકોર સમાજનો દબદબો, છતાં મેયર પદ માટે કોણ છે મેયર પદના દાવેદારો
કેટલાક લોકોએ પોતાના પશુઓ સસ્તા ભાવે વેચી દેવા પડ્યા
કલ્યાણપુર તાલુકાના ચૂર ગામના આગેવાનો અને પશુપાલકોનું કહેવું છે કે વરસાદ ન પડવાથી ખેતીની આવક તો બંધ થઈ ગઈ છે, પણ હવે માલઢોરને જીવાડવા પણ મુશ્કેલ બન્યા છે. ઘાસચારા અભાવે કેટલાક લોકોએ પોતાના પશુઓ સસ્તા ભાવે વેચી દેવા પડ્યા છે.
સરકાર તાત્કાલિક ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરે
જો સમયસર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થશે ત્યારે ગ્રામજનોની માંગ છે કે પશુધન અને ખેડૂતોને બચાવવા માટે સરકાર તાત્કાલિક ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરે.
'બાપુ'નો મમરો, સૂરજેવાલાનો દાવ : ગુજરાતમાં 'વહેલી ચૂંટણી'ની હવા પાછળ કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક!, સાયકોલોજીકલ વોર
સરકાર સૌની યોજના મારફતે સાની ડેમમાં નર્મદાના નીર ઠાલવે
અંદાજે 1700ની વસ્તી ધરાવતા ચૂર ગામમાં હાલ સ્થિતિ અત્યંત દયનીય બની છે. સરપંચ પ્રતિનિધિના જણાવ્યા મુજબ, ગામમાં અત્યાર સુધીમાં 40 જેટલા પશુઓ વેચાઈ ચૂક્યા છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે સરકાર સૌની યોજના મારફતે સાની ડેમમાં નર્મદાના નીર ઠાલવે.
જો સાની ડેમ ભરવામાં આવે તો ચૂર સહિત આસપાસના ગામોમાં ભૂગર્ભ જળના તળ ઊંચા આવે અને પશુઓ તેમજ માનવજીવનને મોટો સહારો મળી શકે.