બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...
Bagdana Guru Ashram Controversy: ભાવનગરમાં આસ્થાના પ્રતિક સમાન સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ફરી એકવાર વિવાદોના ઘેરાવામાં આવ્યો છે, જ્યારે ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમ સામે સ્થાનિક મહિલાઓ અને આસપાસ રોજીરોટી મેળવતા નાના વેપારીઓ ખુલ્લેઆમ વિરોધમાં ઉતરી આવ્યા. આંદોલનકારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આશ્રમ પરિસરમાંથી નાના વેપારીઓના વેપાર કરવાના અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે.
Bagdana Guru Ashram Controversy: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આસ્થાના પ્રતીક સમાન સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ફરી એકવાર વિવાદોમાં આવ્યો છે. આશ્રમ પરિસરની બહાર નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતી સ્થાનિક મહિલાઓએ ટ્રસ્ટી મંડળ સામે મોરચો માંડ્યો છે. મહિલાઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓ તેજ બની છે.
શક્તિપીઠ પાવાગઢ બન્યું આજીવિકાનું મોટું કેન્દ્ર: તહેવારો અને રજાઓમાં ભક્તોના ઘોડાપૂરથી સ્થાનિક અર્થતંત્રને મળ્યો મોટો ટેકો
યોગેશ સાગર સામે મહિલાઓ પોતાનો રોષ ઠાલવતી જોવા મળી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સ્થાનિક મહિલાઓ આશ્રમના ટ્રસ્ટી અને મુંબઈના ધારાસભ્ય યોગેશ સાગર સામે પોતાનો બળાપો કાઢતી જોવા મળી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે કે જ્યારથી યોગેશ સાગર આશ્રમના ટ્રસ્ટી બન્યા છે, ત્યારથી સ્થાનિક ગરીબ પરિવારોને ધંધો-રોજગાર કરવા દેવામાં આવતો નથી.
વિરોધ કરી રહેલી મહિલાઓની દર્દનાક વ્યથા
નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ રોડ પર પથારણાં પાથરીને નાનો-મોટો વેપાર કરી પોતાના પરિવારનું પેટ ભરે છે, પરંતુ હવે તેમને ત્યાં બેસવા પણ દેવામાં આવતા નથી અને વારંવાર રોકવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ માત્ર પૂનમ કે ખાસ પ્રસંગે એક દિવસ પૂરતો ધંધો બંધ કરાવવામાં આવતો હતો, પરંતુ હવે કોઈપણ કારણ વગર વારંવાર ધંધો બંધ કરાવી દેવામાં આવે છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ રહી છે.
મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસની સૌથી મોટી સિદ્ધિ: દેશભરમાં મેળવ્યું બીજું સ્થાન, જાણો જિલ્લાવાર આંકડા
કોળી સમાજની બેઠક બાદ રાજકીય ગરમાવો
બીજી તરફ, બગદાણા ધામમાં આશ્રમ વહીવટ સામે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ સ્થાનિક સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તાજેતરમાં બગદાણા ખાતે કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં આશ્રમ દ્વારા સમાજના સભ્યોને સતત અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, બાપાની તિથિની ભવ્ય ઉજવણી દરમિયાન પણ કોળી સમાજની જાણી જોઈને ઉપેક્ષા કરવામાં આવી છે, જેને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
સમાચારનો સાર:-
- મહુવાના બગદાણા ગૃરૂ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ટ્રસ્ટી યોગેશ સાગર અને મુંબઈના ધારાસભ્ય સામે મહિલાઓનો વિરોધ
- યોગેશ સાગર ટ્રસ્ટી બન્યા બાદ ધંધો કરવા દેવામાં આવતો હોવાનો મહિલાઓનો આક્ષેપ
- રોડ પર પથારણાં પાથરી ધંધો કરવા બેસીએ તો પણ રોકવામાં આવતા હોવાનો આક્ષેપ
- પહેલા માત્ર એક દિવસ ધંધો બંધ કરાવામાં આવતો હતો હવે વારંવાર ધંધો બંધ કરાવાતો હોવાનો દાવો
- રોજીરોટી છીનવાઈ રહી હોવાની મહિલાઓની રજૂઆત
- મહિલાઓ દ્વારા વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- બગદાણા ગૃરૂ આશ્રમના ટ્રસ્ટી નો વિવાદ ફરી ચર્ચામાં આવતા અનેક સવાલો ઊભા થયા