SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ડુંગરીમાં પ્રેમના નામે ખેલ: સગીરાને ફસાવી 32 તોલા સોનું અને લાખો પડાવનાર હવસખોર બેવફા સાતીર સનમ ઝડપાયો!

Valsad News: આજના સોશિયલ મીડિયા ના જમાનામાં યુવક યુવતીઓને ગણતરીના સમયમાં જ પ્રેમ થઈ જતો હોય છે એકબીજાના સ્વભાવ કે પછી ગુણ અવગુણને જાણ્યા વગર પ્રેમમાં પડનાર નવી પેઢીને ક્યારેક મોટું નુકસાન થતું હોય છે ત્યારે રાજ્યના છેવાડે વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં એક સગીરા ને ઓનલાઈન પ્રેમ કરવો ખૂબ જ ભારે પડ્યો છે તેનો સનમ સાતિર નીકળ્યો છે યુવતીના લાખો રૂપિયાના દાગીના તો લૂંટી લીધા હતા. તો સાથે સગીરાનુ શિયળ પણ લૂંટી લીધું છે. તો કોણ છે આ બેવફા સાતીર સનમ?

Written By Kinjal Patel
Published: Nov 05, 2026, 01:53 PM IST | Updated: Nov 05, 2026, 01:54 PM IST
Join

Valsad News: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં એક ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે ડુંગળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના ઘરમાં રહેલા 45 લાખથી વધુ ના તેની દીકરીના પુરુષ મિત્રએ પડાવી લીધા છે.. ત્યારે આ મામલે ડુંગરી પોલીસે સગીર યુવતી નું નિવેદન લઈ સઘન તપાસ હાથ ધરી હતી અને આ મામલે એ આરોપી ધ્રુવીલ પટેલની ધરપકડ કરી છે .

ગંગોત્રી હાઇ-વે પર નદીમાં ખાબકી ગુજરાતના 7 મુસાફરો ભરેલી કાર, 4 મૃતદેહ મળ્યા; સર્ચ ઓપરેશન ચાલુ

ફરી એકવાર સગીરાઓની સોશિયલ મીડિયા સુરક્ષા સામે ગંભીર સવાલ

વલસાડ જિલ્લાના ડુંગરીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સોશિયલ મીડિયા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આરોપી ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આટલેથી જ નહીં અટકતાં સગીરાના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી.

સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 32 તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા

અંગત ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી સગીરા માટે સતત માનસિક દબાણનું કારણ બની હતી. આરોપીએ બદનામ કરી દેવાની ધમકી આપી સગીરા પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 32 તોલાથી વધુના સોનાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરિવારમાં જ્યારે દાગીનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે દાગીના અંગે પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા ડુંગરી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ

આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આરોપી ધ્રુવીલની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 15 તોલાથી વધુ સોનાના દાગીના પણ કબજે કર્યા છે...જોકે, ફરિયાદમાં 32 તોલાથી વધુ દાગીના પડાવી લીધા હોવાનો ઉલ્લેખ છે. ત્યારે બાકીના દાગીના ક્યાં છે. આરોપીએ તેનું શું કર્યું? અને રોકડ રકમનો ક્યાં ઉપયોગ કર્યો? તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે... ઘટના આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

અંગત ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને બ્લેકમેઇલિંગ કરવામાં આવી

સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા ક્યારે વિશ્વાસઘાત અને બ્લેકમેઇલિંગનું કારણ બની શકે તે કોઈ કહી શકતું નથી. ખાસ કરીને સગીર બાળકો સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરે છે. કોની સાથે સંપર્કમાં છે અને કોઈ વ્યક્તિ તેમને માનસિક દબાણમાં તો નથી રાખતી ને? તેના પર વાલીઓએ સજાગ રહેવાની જરૂર છે. આ સમગ્ર કેસમાં હવે પોલીસ આરોપી ધ્રુવીલ પટેલે સગીરાને કઈ રીતે પ્રેમજાળમાં ફસાવી હતી? અંગત ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને કેટલા સમય સુધી બ્લેકમેઇલિંગ કરવામાં આવી?

ગુજરાત સરકારે જાહેર કર્યું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર; જાણો સરકારના કર્મચારીઓ અને બેંકની રજાઓનું લિસ્ટ

ગુનામાં માત્ર એક જ આરોપી સંડોવાયેલો છે કે અન્ય કોઈ વ્યક્તિની પણ ભૂમિકા છે. તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બાકીના દાગીનાની રિકવરી અને ગુનાના અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આજના સોશિયલ મીડિયા ના જમાનામાં પોતાની સગીર દીકરીઓ ની ઓનલાઈન એક્ટિવિટી અને મોમેન્ટનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES