SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પ્રેમની જાળ પછી અપહરણ, અને હવસનો ખેલ! વલસાડમાં સગીરાનું અપહરણ કરનારનો ચોંકાવનારો ગુનાહિત ભૂતકાળ: જાણો કેવી રીતે રચતો હતો જાળ?

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી થોડા સમય અગાઉ એક સગીરાના થયેલય અપહરણનો ભેદ ઉકેલાયો છે .પારડી પોલીસે સગીરાનું અપહરણ કરનાર એક આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તેનો ભૂતકાળ જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી. ત્યારે કોણ છે સગીરાઓના શોષણ કરતો રીઢો આરોપી..? અને શું છે તેનો ગુનાહિત ભૂતકાળ?

Written By Kinjal Patel
Published: Nov 01, 2026, 11:05 AM IST | Updated: Nov 01, 2026, 11:13 AM IST
Join

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી સપ્ટેમ્બર મહિનામાં એક સગીરાનું અપહરણ થયું હતું .ઘરેથી નીકળેલી સગીરા મોડા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. આખરે તેનો કોઈ પતો નહીં મળતા પરિવારજનોએ આ મામલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી . સગીરા ગુમ થયાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ હતી .અને તેની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે પોલીસને સફળતા મળી છે. અને આ મામલે પારડી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર થી પાર્થ નામના એક આરોપી પાર્થ પટેલ ની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!

અપરાધી સોશિયલ મીડિયાના મદદથી સગીર યુવતીઓ સાથે દોસ્તી કરતો

વલસાડ જિલ્લાના પારડી પોલીસ જપતા માં ઉભેલો આ ઈસમ આપણા સભ્ય સમાજ માટે કાળી ટીલી સમાન છે સૌપ્રથમ તેની ઓળખ કરીએ તો આરોપીનું નામ પાર્થ પટેલ છે.. સગીર યુવતીઓનો શિકાર કરતો આ સાતીર અપરાધી સોશિયલ મીડિયાના મદદથી સગીર યુવતીઓ સાથે દોસ્તી કરતો અને ત્યાર પછી પોતાની હવસ પૂરી કરતો જોકે પારડી પોલીસે એક સગીરાના અપરણ અને શોષણના મામલે તેની ધરપકડ કરી છે.

પોલીસે આગવી ઢબે આરોપીની પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકત બહાર આવી

આરોપી પાર્થ ની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકત બહાર આવી હતી. જે મુજબ આરોપી પીડિતાનું અપહરણ કરી મહારાષ્ટ્રના પાલઘર લઈ ગયો હતો. જ્યાં એક ભાડાની રૂમમાં સગીરાને ગોંધી રાખી પોતે નોકરી કરતો હતો. આખરે પોલીસના હાથે ઝડપાયો હતો. જો કે પોલીસે આરોપીનો ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપી આ અગાઉ પણ વર્ષ 2022 અને 2023 માં બે સગીરાઓ પર દુષ્કરમના આરોપસર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. અને તેના પર ફરિયાદ પણ નોંધાયેલી છે. આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાઓને સંપર્ક કરતો હતો. અને તેમને પ્રેમ જાળમાં ફસાવી તેમની પર દુષ્કરમ આચરતો હોવાનું બહાર આવ્યું હતું.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમનું પર દુષ્કર્મ આચરતો

આગળ પણ આરોપી ના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે .ત્યારે મોટેભાગે આવા કિસ્સાઓમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ સગીરાઓ કે યુવતીઓ નો સંપર્ક કરતા હોય છે. અને ત્યારબાદ તેમને લગ્નની લાલચ આપી કે તેમને અન્ય કોઈ બહાને પ્રેમ જાળમાં ફસાવી અને તેમના પર દુષ્કરમ આચરતો હોવાના બનાવો સામે આવી ચૂક્યા છેમ આ બનાવવામાં પણ આરોપીએ સગીરાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેમનું પર દુષ્કરમ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અત્યારે આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયમાં આરોપીનો હજુ અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES