SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

Gandhinagar News: ગુજરાત સરકારે તાજેતરમાં જ વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 17 જેટલા IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ જાહેર કર્યા છે. આ ફેરફાર અંતર્ગત કેટલાક મહત્વના વિભાગોના સચિવો અને જિલ્લા કલેક્ટરોની જવાબદારીઓમાં ફેરબદલ કરવામાં આવી છે. નવી નિમણૂક પામેલા તમામ અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો નવો પદભાર સંભાળશે.

Written By Kinjal Patel
Published: Oct 23, 2026, 05:51 PM IST | Updated: Oct 23, 2026, 06:01 PM IST
Join

Gandhinagar News: ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતાં 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે હર્ષિત ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર બનાવાયા છે.

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોળેરા SIR અને માંડલ બેચરાજી SIR ના CEO તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે આણંદના નવા કલેક્ટર તરીકે ઉત્સવ ગૌતમની નિમણૂક થઈ છે. આ ઉપરાંત એમ. જે. દવેને વાવ થરાદના નવા કલેક્ટર તરીકે મુકાયા છે.

વિવિધ જિલ્લાઓમાં નવા DDO અને મહત્વના હોદ્દાઓ પર નિમણૂકો
જિલ્લા પંચાયત કક્ષાએ પણ મહત્ત્વના ફેરફારો કરતા કચ્છ-ભુજમાં અતિરાગ ચપલોત, વલસાડમાં વંદના મીણા, બનાસકાંઠામાં રામ નિવાસ બુગાલિયા, તાપીમાં સ્વપ્નિલ મહાદેવ સિસલે, છોટાઉદેપુરમાં ઓમકાર રાજેન્દ્ર શિંદે અને અમરેલીના DDO તરીકે રાજેશ કુમાર મૌર્યની નિમણૂક કરવામાં આવી છે. 

રાજ્ય સ્તરની અન્ય મહત્વની જવાબદારીઓમાં ગાંધીનગરમાં માહિતી નિયામક તરીકે જી. ટી. પંડ્યાને મુકાયા છે. સાથે જ, ગુજરાત ગેસ લિમિટેડના MD ગૌરાંગભાઈ મકવાણાને 'ઇન્ડેક્સ્ટ બી'ના MDનો વધારાનો હવાલો તથા આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને રાહત કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES