SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી હાહાકાર, માતા, પુત્ર-પુત્રીએ જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. હવે વડોદરામાં એક પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Written By Gokani Dhaval
Published: Oct 28, 2026, 07:19 PM IST | Updated: Oct 28, 2026, 07:26 PM IST
Join

વડોદરાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં દલા પટેલની ગોળમાં રહેતા સોની પરિવારમાં 50 વર્ષીય માતાએ પોતાના દિકરા અને દીકરી સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતકમાં માતા આરતીબેન સોની, તેમનો પુત્ર નીલકંઠ સોની અને દીકરી જેની સોનીએ એક સાથે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાતના સમાચાર મળતા પોલીસની કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. પરિવારે ક્યા કારણે આ પગલું ભર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

પતિનું એક વર્ષ પહેલાં થયું હતું નિધન

પ્રાપ્ત વિગત અનુસાર આપઘાત કરનાર આરતીબેન સોનીના પતિનું એક વર્ષ પહેલા હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે પરિવારમાં ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો છે. હજુ સુધી ક્યા કારણે આપઘાત કર્યો તે સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને તેમના સંબંધીઓ ઘટનાસ્થળે હાજર થયા હતા. સ્થાનિક કોર્પોરેટર પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES