SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતથી ચેન્નાઈ 16 કલાકમાં, નવા એક્સપ્રેસ-વેથી નાસિક, સોલાપુર, તિરુપતિ સુધી હાઈસ્પીડ કનેક્ટિવિટી, 5 મોટા રાજ્યોને જોડાશે

Surat-Chennai Expressway: સુરતથી ચેન્નાઈની સફર હવે માત્ર 16 કલાકમાં પૂરી થશે. કારણ કે ગુજરાતથી તમિલનાડુ વચ્ચે બની રહેલો આ એક્સપ્રેસવે પાંચ મોટા રાજ્યોને એકબીજા સાથે જોડશે. આ એક 900 કિલોમીટર લાંબો હાઈવે હશે.

Written By Kinjal Patel
Published: Sep 23, 2026, 03:11 PM IST | Updated: Sep 26, 2026, 03:28 PM IST
Join

Surat-Chennai Expressway: સુરત-ચેન્નાઈ એક્સપ્રેસવે ગુજરાતથી દક્ષિણ વચ્ચેની રોડ કનેક્ટિવિટીને સંપૂર્ણપણે બદલી નાખવા જઈ રહ્યો છે. અત્યાર સુધી સુરતથી ચેન્નાઈની સફર પૂર્ણ કરવામાં 36 કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે આ સફર 16 કલાકમાં પૂરી થઈ જશે. ભારતમાલા પરિયોજના હેઠળ બની રહેલા આ એક્સપ્રેસવેથી ગુજરાત સીધું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સાથે કનેક્ટ થઈ જશે. જેનાથી 900 કિલોમીટરની આ સફરમાં શાનદાર કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટને અલગ-અલગ તબક્કામાં પૂરો કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક મોટા શહેરો એકબીજા સાથે જોડાઈ જશે. આ એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે ચાલુ થયા બાદ ગુજરાતથી લઈને તમિલનાડુ સુધી શાનદાર હાઈસ્પીડ કનેક્ટિવિટી શરૂ થઈ જશે.

સુરતથી ચેન્નાઈની સફર 16 કલાકમાં પૂરી થશે
સુરતથી અત્યારે ચેન્નાઈ જવા માટે પારંપરિક રાષ્ટ્રીય રાજમાર્ગોની સફર ખૂબ જ કંટાળાજનક રહે છે. કારણ કે ભારે ટ્રાફિકના કારણે લગભગ 35 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ સુરત અને ચેન્નાઈ વચ્ચે બની રહેલો એક્સપ્રેસવે હવે આ અંતરને સંપૂર્ણપણે ઘટાડી દેશે. આ હાઈવેથી આ સફર 16 કલાકમાં પૂરી કરી શકાશે. આ પ્રોજેક્ટ દેશની સૌથી મહત્વકાંક્ષી માર્ગ માળખાગત (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પરિયોજનાઓમાંથી એક છે, ખાસ વાત એ છે કે પહેલા આ હાઈવે 1271 કિલોમીટર પ્રસ્તાવિત હતો. પરંતુ તાજેતરમાં જ આ પ્રોજેક્ટમાં એક મોટો વહીવટી અને રૂટ સુધારો કરવામાં આવ્યો છે. જ્યાં સુરત-નાસિક ખંડને હટાવી દેવામાં આવ્યો છે. જેથી હવે તેને નાસિક-ચેન્નાઈ એક્સપ્રેસવેના નામથી ઓળખવામાં આવશે. તેનું અંતર 900 કિલોમીટર હશે. જોકે તેનું કનેક્શન સુરતથી ચેન્નાઈ વચ્ચે જ રહેશે.

6 લેન કોરિડોરથી જોડાશે આ મોટા શહેરો

ગુજરાતથી તમિલનાડુની લાઈફલાઈન
ગુજરાતથી તમિલનાડુ વચ્ચે આ હાઈવે એક લાઈફલાઈનનું કામ કરશે. જેમાં માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ પરિવહન પણ સરળ બની જશે. પર્યટન અને ધાર્મિક કેન્દ્રો વચ્ચે સીધી કનેક્ટિવિટી સ્થાપિત થશે. ખાસ વાત એ છે કે ગુજરાતના સુરતવાળા હિસ્સાને હટાવ્યા બાદ પણ આ મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) સમૃદ્ધિ મહામાર્ગના માધ્યમથી મુંબઈ-અમદાવાદ હાઈવેને કનેક્ટ કરી દેશે. જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને પણ પરોક્ષ કનેક્ટિવિટી આપશે. એટલે કે ભારતની ચારે બાજુ આ હાઈવેની ઉપયોગિતા રહેશે. તેથી આ એક અત્યંત મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

5 મોટા રાજ્યોમાં કનેક્ટિવિટી

મહારાષ્ટ્રના હિસ્સાને કેબિનેટની મંજૂરી
આ પ્રોજેક્ટ પર અલગ-અલગ તબક્કામાં કામ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે તેના 374 કિલોમીટરના મહત્વના હિસ્સા નાસિક-સોલાપુર-અક્કલકોટ ગ્રીનફિલ્ડ ખંડને મંજૂરી આપી દીધી છે. 19 હજાર 142 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈવે તૈયાર થશે. જ્યારે કર્ણાટક અને આંધ્ર પ્રદેશ વચ્ચેના 177 કિલોમીટરના રૂટ પર પણ કામ શરૂ થઈ ચૂક્યું છે. અહીં જમીન સંપાદનની પ્રક્રિયામાં તેજી આવી છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ તેને 2027 ના અંત સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ હાઈવે બન્યા બાદ રોડ કનેક્ટિવિટી ખૂબ જ મજબૂત બની જશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES