SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો

Somnath Temple: સોમનાથ મંદિર નજીક નોનવેજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કર્યો. મંદિરની 500 મીટર ત્રિજ્યામાં માંસાહાર પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે. કલેક્ટરનું આ અંગેનું જાહેરનામું યથાવત રહેશે. ભાલકા તીર્થ અને ગીતા મંદિરને જોડતા માર્ગો પર પણ પ્રતિબંધ ચાલુ રહેશે. કોર્ટે પેન્ડિંગ અરજીઓનો બે મહિનામાં નિકાલ કરવા હાઈકોર્ટને ભલામણ પણ કરી છે.

Written By Viral Raval
Published: Nov 07, 2026, 10:52 AM IST | Updated: Nov 07, 2026, 10:55 AM IST
Image Credit: AI Generated Image with file photos
Join

ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી  દીધો છે. મંદિરના 500 મીટરના દાયરામાં નોનવેજ ભોજનનું વેચાણ, તૈયારી અને સ્ટોરેજ પર જે રોક લગાવવામાં આવેલી છે તે ચાલુ રહેશે. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હળવા અંદાજમાં એમ પણ કહ્યું કે 'મીઠાઈ ખાઈને દિવાળી ઉજવો, વેજ કે નોનવેજને અલગ રાખો.'

હસ્તક્ષેપનો સ્પષ્ટ ઈન્કાર

જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી વરાલેની પીઠે ગુજરાત હાઈકોર્ટના વચગાળાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે આ અગાઉ માંસાહારી ભોજન પર લાગેલા પ્રતિબંધને વચગાળાના ધોરણ યથાવત રાખ્યો હતો.

સુનાવણી દરમિયાન રેસ્ટોરા માલિકો તરફથી એવી દલીલો કરાઈ હતી કે પ્રતિબંધના કારણે તેમનો વેપાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ જશે. જેના પર સુપ્રીમ કોર્ટની પીઠે  કહ્યું કે આ મામલે યોગ્ય સંતુલન જાળવી રાખવાની જરૂર છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ પ્રસન્ન બી વરાલેએ માહોલને હળવો કરતા એમ પણ કહ્યું કે મીઠાઈમાં તો વેજ  અને નોનવેજનું કોઈ ચક્કર હોતું નથી. આથી વજન વધવાની ચિંતા છોડો અને મીઠાઈ ખાઈને દિવાળીનો તહેવાર ઉજવો.

સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આપ્યો 2 મહિનાનો સમય

સુપ્રીમ કોર્ટે આ મામલે જો કે કોઈ અંતિમ નિર્ણય આપ્યો નથી. કોર્ટે ગુજરાત હાઈકોર્ટને ભલામણ કરી છે કે આ કેસમાં પેન્ડિંગ અપીલોનો જલદી પતાવટ  કરે. પીઠે  કહ્યું કે શક્ય હોય તો બે મહિનાની અંદર આ મામલે ચુકાદો આપી દો. હાલ તો જો કે સુપ્રીમ કોર્ટના વલણ બાદ સોમનાથ મંદિરના 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ભોજનના વેચાણ, તૈયારી અને સ્ટોરેજ પર પ્રતિબંધ ચાલુ રહેશે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES