SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોશિયલ મીડિયા પર દોસ્તી કરવી પડી મોંઘી: મોરબીમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી ₹12 લાખ પડાવવાનું ષડયંત્ર, ચાર ઝડપાયા

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી જેટલી સરળ છે, એટલી જ જોખમી પણ બની રહી છે...મોરબીમાં એક યુવાનને ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે વાત કરવી એટલી ભારે પડી ગઈ કે વાત 50 લાખની ખંડણી અને ઢોર માર સુધી પહોંચી ગઈ...શું છે આ હનીટ્રેપનો સમગ્ર ખેલ? અને કેવી રીતે પોલીસે આ ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી?.

Written By Gokani Dhaval
Published: Nov 16, 2026, 02:41 PM IST | Updated: Nov 16, 2026, 02:44 PM IST
Image Credit: AI Image
Join

મોરબીના રવાપર-આલાપ રોડ પર રહેતા 22 વર્ષીય નરેશ નકુમ માટે ઈન્સ્ટાગ્રામની એક રિક્વેસ્ટ જીવનની સૌથી મોટી મુસીબત બની ગઈ...આરોપી કાજલ પરમારે ઇન્સ્ટાગ્રામ પર નરેશને રિક્વેસ્ટ મોકલી વાતચીત શરૂ કરી હતી...પરંતુ આ વાતચીત પાછળ ખંડણીનું મોટું ષડયંત્ર રચાયેલું હતું...કાજલ સાથેની ચેટિંગને બહાને ચાર શખ્સોએ નરેશને આંતરી લીધો અને "તું મારી બહેન સાથે કેમ વાત કરે છે?" કહી ધમકાવવાનું શરૂ કર્યું...આરોપીઓએ યુવાન પાસેથી પહેલા 50 લાખ રૂપિયાની તોતિંગ માંગણી કરી અને ત્યારબાદ 12 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો.

યુવાન માટે બની મુસીબત!

રૂપિયા પડાવવા માટે આરોપીઓએ યુવાનને તેના ઘર નજીક જ બેરહેમીપૂર્વક માર માર્યો હતો...એટલું જ નહીં, સમાજમાં બદનામ કરવાના ઈરાદે . તારા ઘરે અમારી બહેનને મૂકી જઈશું" તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આખરે, ભોગ બનેલા યુવાને હિંમત દાખવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મુખ્ય સૂત્રધાર મહિલા કાજલ પરમાર તેમજ રાજુ મુછડીયા, તેજસ પઢારીયા અને ભીમજી પરમારની ધરપકડ કરી લીધી છે.

મિત્રતાના નામે ખંડણીનો ખેલ

હાલ મોરબી પોલીસે ચાર આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે, જ્યારે આ ષડયંત્રમાં સામેલ ફરાર આરોપી ભાવેશ કંઝારિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે...આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરનારા યુવાનો માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીની બેઠક બાદ ગુજરાત ભાજપ આજથી એક્શનમાં, લેવાયા 4 મોટા નિર્ણય

મિત્રતાના નામે લૂંટ

સોશિયલ મીડિયાની આ આભાસી દુનિયામાં ક્યારે કોણ મિત્રતાનો નકાબ પહેરીને તમને લૂંટવા બેઠું હોય તે કહેવું મુશ્કેલ છે...ઈન્સ્ટાગ્રામ પર આવતી દરેક રિક્વેસ્ટ પાછળ પ્રેમ કે મિત્રતા નથી હોતી, ક્યારેક તેમાં તમારી જિંદગીભરની કમાણી અને આબરૂ લૂંટવાનું ષડયંત્ર પણ છુપાયેલું હોઈ શકે છે.

મોરબીની આ ઘટના દરેક યુવાન માટે એક મોટો બોધપાઠ છે કે, અજાણ્યા પ્રોફાઈલ પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા સો વાર વિચારજો... નહીંતર તમારી એક નાનકડી ભૂલ તમને પણ આવા જ કોઈ હનીટ્રેપનો શિકાર બનાવી શકે છે...

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES